DMCA compliant image 17/10/2024 ગુરુવાર ને શરદપૂનમ ના દિવસે સાધુ સમાજ બા.વૈ.) પાલીતાણા દ્વારા સાધુસમાજ ના બાળકો ને સરસ્વતી સંન્માન ઇનામ વિતરણ કાર્યક્રમ - sadhuvandna

Header Ads

Breaking News

17/10/2024 ગુરુવાર ને શરદપૂનમ ના દિવસે સાધુ સમાજ બા.વૈ.) પાલીતાણા દ્વારા સાધુસમાજ ના બાળકો ને સરસ્વતી સંન્માન ઇનામ વિતરણ કાર્યક્રમ

 



તસ્વીર:સાગરબાપુ હરીયાણી 
શ્રી વૈષ્ણવ  સાધુ સમાજ (બા.વૈ.) પાલીતાણા.
જય સિયારામ સાથે જણાવવાનું કેતા: 17/10/2024 ગુરુવાર ને શરદપૂનમ ના દિવસે  સાધુ સમાજ બા.વૈ.) પાલીતાણા દ્વારા સાધુસમાજ ના બાળકો ને સરસ્વતી સંન્માન ઇનામ વિતરણ કાર્યક્રમ તેમજ ભોજન સાથે  રાસગરબાનું સુંદર આયોજન   થયું 
શ્રી વૈષ્ણવ સાધુ.(બા.વૈ.)) પાલીતાણા સમાજ 17/10/24 ને ગુરુવાર ને શરદપૂનમ ના પાવન અવસરે  દર વર્ષની માફક આ વર્ષે પણ બાળકો ને ઇનામ વિતરણ તેમજ ભોજન સાથે રાસગરબાનું આયોજન યોજાય ગયેલ  ઈનામ વિતરણ માઁ જુદા- જુદા વિદ્યાર્થીઓને બાલમંદિર થી લઈ અને કોલેજ, ડિગ્રી અને અન્ય સુધી ના વિદ્યાર્થીઓ ને ઈનામ મળેલ જેમાં ધોરણ વાઈઝ અલગ- અલગ વસ્તુઓ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ કુલ 220 ઇનામો અપાય હતા 
કાર્યક્રમ ની શરૂઆત હનુમાનચાલીશ ના પાઠ થી  કરવામાં આવેલ ત્યારે સમાજ ના બાળકોએ સુંદર ભજનો ની પ્રસ્તુતિ કરી હતી ખાશ કરી આરતીબહેન ગોંડલીયા એ સરસ મજાનું ભજન પ્રસ્તુત કરેલ .સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પરસોતમ ભાઈ દુધરેજીયા (માસ્તર ) અને ઉમેશભાઈ ગોડલિયા (માસ્તર ) કરેલ કાર્યક્રમ માં સાધુ સંતો તેમજ સમાજના આગેવાનો કથાકારો ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી . કાર્યકમમાં ખાસ ઉપસ્થિત એવા ડૉક્ટર   હર્શિલભાઈ  (Harshil Bhai) તેમજ  R.M.D. ડૉક્ટર મિલોનીબેન શાહ તેમજ નાથાભાઈ ચાવડા હાજર રહયા હતા. તેમજ પ્રવીણબાપુ હરીયાણી  (હરીરામ બાપા આશ્રમ), પ્રવીણબાપુ હરીયાણી (શનીદેવ મંદીર ના મહંત) , જીતું બાપુ ગોડલિયા (કથાકાર થી લાખાવાડ), અરૂણબાપુ દૂધરેજીયા   (કથાકાર),. ગૌતમબાપુ ગોડલિયા (મહંત શ્રી), રામકુમાર બાપુ. હરીયાણી  સમાજ આગેવાનો ની પ્રમુખ હાજરી રહી હતી અને આ પાવન પ્રસંગ ને દીપાવ્યો હતો તેમજ સંતો મહંતોએ શાબ્દિક પ્રવચન આપેલ સમાજ ને અનુરૂપ સમાજ ને ક્યાં પ્રવાહ માં વહેવું જોયીયે .તેમજ સમાજ ને મળતા લાભો વિષે માહિતગાર કર્યા હતા અત્રે એ ઉલ્લેખનીય છે કે સાધુવંદના ના પ્રતિનિધિ તરીકે સાગરબાપુ હરીયાણી ની ખાસ ઉપસ્થિતિ રહી હતી સમગ્ર કાર્યક્રમ હર્ષો ઉલ્લાસ થી  ઉજવાયેલ  હતો જેમાં રાત્રીના કાર્યક્રમ પૂરો થયે જમવાની સુંદર વ્યવસ્થા  થયેલ વ્યવસ્થા પણ દર વર્ષની માફક આ વર્ષે પણ શરદપુનમ નિમિતે  દૂધપૌઆ નું સ્વાદપ્રિય વ્યંજનો નો રસથાળ પીરસાયો હતો . ત્યાર બાદ રિધમ ગ્રુપ દ્વારા  સાધુસમાજ ના કલાકારો દ્વારા ઓરક્રેસ્ટા પાર્ટી ના  સથવારે સમાજના ભાઈઓ અને બહેનો માટે  રાસ ગરબાનું આયોજન થયેલ આ પ્રસંગે બહેન દીકરીઓ વિશાળ સંખ્યામાં રાસ ગરબા નો આનંદ માણ્યો હતો 
ત્યારબાદ સમાજ ના મુખ્ય દાતા હર્ષદરાય રમણીકલાલ ગોંડલીયા  11111-રૂપિયા નું  અનુદાન પ્રાપ્ત થયેલ તેમજ સમાજના દ્વારા બધા લોકા એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક આર્થીક રીતે ફાળો પ્રાપ્ત થયેલ.સમગ્ર કાર્યક્રમ માટે શ્રીવૈષ્ણવ સાધુ સમાજ પાલીતાણા કમિટિદ્વારા પ્રમુખ શ્રી રાજુબાપુ ગોદડીયા ના નેજા હેઠળ ભારે જહેમત ઉઠાવી હતી જેમાં રાત દિવસ મહેનત કરી ખૂબ જ સારી રીતે કાર્યકમનું મેનેજમેન્ટ પાર પાડેલ હતું . પ્રમુખ શ્રી રાજુબાપુ ગોદડીયા તેમજ તેમની કમિટિ મેમ્બર ની ટીમ તેમજ સાધુવંદના ના પ્રતિનિધિ સાગરબાપુ હરીયાણી તેમજ સંજય ભાઈ દુધરેજીયા તેમજ નટરાજ ઈલેક્ટ્રોકસ કિશનબાપુ ગોંડલીયા છીપા તેમજ સીતારામ કમ્પ્યુટર  ધર્મેશબાપુ ગોડલિયા, શિવરામબાપુ ગોડલિયા, મનહર બાપુ દુધરેજીયા, હસુભાઈ હરીયાણી , નિલેશભાઈ દુધરેજીયા, જીગ્નેશભાઈ દુધરેજીયા, જયદેવ બાપુ ગોડલીયા સહીત ના તમામ કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી 
આજ રીતે હંમેશા કાર્યો કરતા રહીયે  વડીલોના આશીર્વાદ થતા રહે તેમજ સમાજમાં બાળકો માં  શિક્ષણ નો પ્રચાર - પ્રસાર  થાય  શિક્ષણ નું પ્રમાણ વધે તે હેતુથી દરવર્ષે આવા કાર્યકમ યોજાય  સમાજની હવે પછી ની પેઢી માં શિક્ષણ નું પ્રમાણ વધતું રહે  યુવાનો માં  વ્યસનો નું પ્રમાણ ઓછું થાય એવા હેતુ થી આવા કાર્યક્રમો વારંવાર થવા જોઈએ અહીંયા ખાસ નોંધ લેવા જેવી બાબત છે સમાજ ના વડીલ એવા પ્રવીણબાપુ હરીયાણી એ સમાજ માં રહેલ યુવાન એવા બિપીનભાઈ હરીયાણી ની ટેક ને બિરદાવી હતી તેમણે ગયા તેમણે ગયા વર્ષે પાન માવા ના ખાવા ની ટેક લીધેલ હતી જેમને એક વર્ષપૂર્ણ થયેલ જેના અનુસંધાને તેઓને પ્રોસ્તાહિત રૂપે સન્માનિત કરાયા હતા 
અહેવાલ:સાગરબાપુ હરિયાણી 













No comments