માણસ ની
માનવતા ના પ્રત્યક્ષ દર્શન માનવમંદિર સાવરકુંડલા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલ માનવ મંદિર આશ્રમ આવેલો છે. અહીં
મહંત ભક્તિરામ બાપુ દ્વારા મનોરોગી યુવતીઓની સેવા કરી રહ્યા છે. રસ્તાઓ પર રખડતી
ભટકતી હાલતમાં મળી આવતી અસ્થિર મગજની મહિલાઓ અને યુવતીઓને અહીં રાખવામા આવતી હોય
છે. સંસ્થા દ્વારા આવી મહિલાઓ અને યુવતીઓને ભોજન અને દવા પૂરી પાડવામા આવે છે.
અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા 5 દિકરીઓના લગ્ન અને 126 જેટલી યુવતીઓ સ્વસ્થ થયા બાદ
તેના પરિવારજનો સાથે મિલન કરાવી ચૂકી છે.
આજરોજ તારીખ 8 સપ્ટેમ્બર રવિવાર ના રોજ
સાધુવંદના ડિજિટલ મીડિયા ટીમ પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુ (માનવમંદિર)ને ત્યાં
શુભેચ્છા મુલાકાત કરી પ્રસન્નતા વ્યક્ત કરી... માણસ
ની માનવતા ના પ્રત્યક્ષ દર્શન જો નિહલવા હોય તો માનવમંદિર ના દર્શનાર્થે અવશ્ય
મુલાકાત લેવા જેવી છે.
No comments