DMCA compliant image "તેજસ્વી ચારમીએ શિક્ષણ કેરી જ્યોત જગાવી" - sadhuvandna

Header Ads

Breaking News

"તેજસ્વી ચારમીએ શિક્ષણ કેરી જ્યોત જગાવી"

 "તેજસ્વી ચારમીએ શિક્ષણ કેરી  જ્યોત જગાવી"


UK માં MBA માં અવ્વલ બનનાર ચાર્મીએ માબાપના કોલર ઉંચો કરી બતાવ્યો.

 

આપણા સાધુ સમાજનું ગૌરવ કહીએ. મૂળ જૂની ચામુંડ તા. વિસાવદર ને  હાલ બરોડા મમતાબેન અને મહેશભાઈ ગોંડલીયા ની એકની એક દીકરી તુલસીનો ક્યારો કહીએ જ. જરૂર કહીએ છીએ પરંતુ આજની દીકરીઓ એ શિક્ષણમાં અવ્વલ બની અને વિદેશની સફરો કરવા માંડી છે મા બાપના ઓરતાને જીવનનું લક્ષ બનાવી વિશ્વભરમાં શિક્ષણની દોટમાં આપણા સમાજની દીકરીઓ પણ કમ નથી.

     મૂળ બરોડાના રહેવાસી એકની એક દીકરી ચાર્મી જેણે યુકેમાં છે એમબીએ જેવા અભ્યાસની સાથે સાથે બેંક અને ફાઇનાન્સ ની જોબ કરવા સાથે સાથે અભ્યાસમાં પણ અવ્વલ રહે એવોર્ડ મેળવતી રહી છે. માબાપના સપનાને સાકાર બનાવી દિકરાનો એક દીકરીએ સાચો અહેસાસ અપાવ્યો છે.

 

"નિશાન ચૂક માફ મત નીચું નિશાન"

 

सिंह ने शास्त्र सा और वीर ने वस्त्र सा

 

આપણા સમાજના યુવાનો આજે સમાજને ગૌરવવંત દિશા આપી રહ્યા છે જે દીકરીઓને ભણવું છે તે ગમે તેવી પરિસ્થિતિમાં પણ રસ્તો કાઢી અને યુકે યુનાઇટેડ કિંગડમ સુધીની યાત્રા કરી અને સફળતા મેળવી રહી છે સાથે જોબ પણ કરી રહી છે તેમનો ખુદ નો ખર્ચો પણ ઉપાડી રહી છે એવી જ આ એક ચારમી નામની દીકરીની વાત છે.

 

જેમ નેપોલિયને કહ્યું

 

"not words is not my life dictionary"

             


ના શબ્દને લક્ષમાં લીધા વગર આવા દિકરા-દીકરીઓ સમાજમાં ક્યાંક ને ક્યાંક પોતાનો રસ્તો કરી લે કારણ આજના દીકરા અને દીકરીઓ ખૂબ હરણફાળ દોડમાં હવે આપણા સાધુ સમાજને ગૌરવવંત બનાવી રહ્યા છે.

 

મારે નાનકડી અને ટચૂકડી તેમની ઓળખાણ તેમના નાનાબાપુ વિદ્વાન શિક્ષક હાલ શેરગઢ નિવાસી નિવૃત બાલકદાસ આત્મારામજી મેસવાણિયા જે ખૂબ ઉત્સાહી અને લાગણીશીલ સજ્જન પ્રેરણાદાયી માણસ છે. અને તેમનો સ્વભાવ પણ માનવતા દાયી અને આપણા સાધુ સમાજ પ્રેમી એવા બાલકદાસબાપુને પણ વંદન છે.

  

 કારણ હમણાં જ છેલ્લે છેલ્લે વૈષ્ણવ સાધુ સમાજ નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા વિદ્યાર્થી ત્રિવીધ સન્માન સમારોહમાં તે ઉપસ્થિત રહયા અને આ કાર્યક્રમની વાત અને વિડિયો તેમની દોહિત્રી દીકરી ચાર્મી સુધી પહોંચાડેલો અને ચાલુ કાર્યક્રમ હું જ્યારે એન્કરિંગ કરતો હતો ત્યારે માઈક ઉપર આવી અને દાદા એ મને કીધું મારી દીકરી ની દીકરી જે યુકેમાં છે અભ્યાસ કરે છે અને જોબ પણ કરે છે તેમણે આ કાર્યક્રમને 2500/- રૂપિયાનુ અનુદાન મોકલ્યું છે ખૂબ ધન્ય છે આ દીકરીને ધન્ય હો ઉજવળ એમનું ભવિષ્ય સાધુ સમાજ પ્રત્યેની લાગણી પણ એમની ધન્ય છે એક સંસ્કારી દિકરી સમાજ માટેની હુફ ધરાવનારી આવી દીકરીઓને સો સો સલામ છે. કે વિદેશમાં રહી આપણા સાધુ સમાજના કાર્યક્રમો જોઈ અને આપણા સાધુ સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવા અભ્યાસની સાથે સાથે જોબ કરતી હોવા છતાં પણ બાળકો માટે તેમણે 2500/-  નો અનુદાન મોકલ્યું. ખૂબ ધન્ય છે

 

ખૂબ ધન્ય હો આ આવી દીકરીઓને સો સો સલામ જય હો ધન્ય હો તેમના માતપિતાને વંદન હો તેમના    

નાનાબાપુશ્રીને પણ વંદન છે.

હમણાં હમણાં દિકરી ચાર્મી એ એવોર્ડ પણ પ્રાપ્ત કરેલ સાથે ખુબ શિક્ષણમાં પણ પ્રગતિ કરે તેવી ખૂબ ખૂબ શુભકામના શુભેચ્છા અભિનંદન.

 

 


'અરમાન'

શ્રી કૌશિકભાઇ મેસવાણિયા

શ્રી ઠકરાર હાઈસ્કૂલ રાણા-વડવાળા જી. પોરબંદર

હાલ મુ. જુનાગઢ (વતન- બાલાગામ)

મો. 9925335230

વૈષ્ણવ સાધુ સમાજ નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ પણ આ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા અને જીવનમાં ખૂબ આગળ વધે પ્રગતિ કરે એવી શુભકામના પણ બધા વતી પ્રમુખશ્રી ગગારામબાપુ દાણીધારીયા એ આપે


2 comments: