DMCA compliant image જાંબાઝ દીકરી મિતલ ગોંડલીયાને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાય ગયો - sadhuvandna

Header Ads

Breaking News

જાંબાઝ દીકરી મિતલ ગોંડલીયાને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાય ગયો

 સીતારામ કન્યા છાત્રાલય જુનાગઢ દ્વારા

જાંબાઝ દીકરી મિતલ ગોંડલીયાને

શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાય ગયો


 

વિશ્વ વંદનીય અને પરમ પૂજ્ય એવા અને પ્રેરણા સ્ત્રોત સ્વરૂપ વંદનીય મોરારીબાપુ નિર્મિત ગુજરાતની એકમાત્ર કન્યા છાત્રાલય એટલે શ્રી સીતારામ કન્યા છાત્રાલય જુનાગઢ માં આવેલી છે.

તારીખ 10/09/2024 ના રોજ એક આપણા સાધુ સમાજની જાંબાઝ દીકરી મિતલ ગોંડલીયાના જીવને અંત આણ્યો.

ખુદ હારી નહીં શરીર બ્લડ કેન્સર થી થાકયુ

ખૂબ લડી મર્દાની વો ઝાંસી વાલી રાની થી '

 ગુજરાત પોલીસ બેડામાં ભાવનગરની વતની પોલીસ કોન્સ્ટેબલ યુવાન વયે મિતલ ગોંડલીયા લાગે તો ખરી પણ બ્લડ કેન્સરે તેમને ઘેરી લીધી. જીવન સાથે ખૂબ જ ઝઝૂમી

 

આપણા વૈષ્ણવ સાધુ સમાજ અને ગુજરાત પોલીસે પણ ખૂબ મદદ કરી સાથે IPS અધિકારી સફિન હસન જેવા પ્રમાણિક નિડર અને બાહોશ તેમજ લાગણી વશ થયેલા રાખડીનું ઋણ અદા કરીયુ. મિતલ હવે આ દુનિયામાં રહી નથી આ સાંભળી તેમની આંખોમાં આંસુ હતા સાથે ગાડૅ ઓનર આપી તેમના દેહને સલામી અપાય.

 

પોલીસ બેડા તથા વૈષ્ણવ સાધુ સમાજમાં મિતલ ગોંડલીયાને કોણ નહીં ઓળખતુ હોય ! તો આવી હિંમત અને બાહોશ સાધુ સમાજની દીકરીઓને પ્રેરણા આપે તેવું ઉદાહરણ મિત્તલ ગોંડલીયા બની, તેમના હિસાબે જુનાગઢ સીતારામ કન્યા છાત્રાલયમાં તમામ દીકરીઓએ પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાથે સાથે પ્રમુખ અને ટ્રસ્ટી એવા મહેશભાઈ દુધરેજીયાના નેજા હેઠળ આખો કાર્યક્રમમાં શ્રી મગનભાઈ દુધરેજીયા, દાતાશ્રી વિનુબાપુ ગોંડલીયા, ચીમનભાઈ દાણીધારીયા, જનકભાઈ દાણીધારીયા પ્રોફેસર મનોજભાઈ રામદેવપુત્રા, ધીરુભાઈ દાણીધારીયા તેમજ કૌશિકભાઇ મેસવાણિયા તથા ગ્રુહમાતા માધવીબેન રસોયા પ્રભાબેન આમ તમામે  સાથે મળી મિતલ ગોંડલીયાને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી.

પ્રમુખશ્રી મહેશભાઈ દુધરેજીયા રીનોવેશનની સાથે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પ્રેરક વાત કહી. બધાએ  બે મિનિટનું મૌન

 

પાડ્યા બાદ શબ્દો અને પુષ્પો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. સાથે આ દીકરી ની પ્રેરણાદાયક કથની કૌશિકભાઈએ મેસવાણિયાએ રજૂ કરી અને દીકરીઓને આ જાંબાઝ દીકરી મિતલ ગોંડલીયાની જીવન સાથે જે લડત લડી હાર્યા વગર નીડર પણે અંત સુધી જીવંત રહી શરીર ભલે થાક્યુ પણ મિતલ કાયમ પ્રેરણા સ્વરૂપ બનશે. આ પ્રેરણા દીકરીઓ માટે કાયમ રહેશે અને મિતલ ગોંડલીયા સાધુ સમાજ માટે કાયમ જીવંત રહેશે સાથે ધીરુભાઈ દાણીધારીયા એ પણ શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાથે આયુષી મેસવાણિયા નામની છાત્રાલયની દીકરીએ મિતલ ગોડલીયાની પ્રેરણાને જીવનમાં ઉતારવા તથા દીકરીઓને કેવી રીતે જીવન જીવવું છાત્રાલય તથા માત પિતા નું નામ કેમ રોશન કરવું તેની શીખ પણ આપી.

  આખા કાર્યક્રમનું સંચાલન એન્કરિંગ કૌશિકભાઇ મેસવાણિયા દ્વારા કરવામાં આવેલ.













No comments