DMCA compliant image મહુવા કૈલાસધામ ગુરુકુળમાં પૂ. મોરારીબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનો પ્રારંભ થયો - sadhuvandna

Header Ads

Breaking News

મહુવા કૈલાસધામ ગુરુકુળમાં પૂ. મોરારીબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનો પ્રારંભ થયો

 




મહુવા કૈલાસધામ ગુરુકુળમાં પૂ. મોરારીબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનો પ્રારંભ થયો

 

મહુવા કૈલાસ ગુરુકુળમાં પૂ. મોરારીબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવ સંગોષ્ઠીનો પ્રારંભ થયો છે. આ સંગોષ્ઠીમાં વક્તા વિદ્વાનો દ્વારા સંવાદ લાભ મળી રહ્યો છે. પૂ. મોરારીબાપુ પ્રેરિત પાંચ દિવસીય ઉપક્રમનાં પ્રારંભે  તુલસી રોપમાં પાણી સિંચવા સાથે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.

શ્રી હરિશ્વચંદ્ર જોષીનાં પ્રારંભિક સંચાલન સાથે તુલસી સાહિત્ય સંગોષ્ઠી પ્રારંભે પૂ. મોરારીબાપુએ વક્તા કથાકારોનું સ્વાગત અભિવાદન કર્યું હતું. મહુવા કૈલાસ ગુરુકુળમાં તુલસી જન્મોત્સવ પ્રસંગે આ તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં વક્તા વિદ્વાનો દ્વારા સંવાદ લાભ મળી રહ્યો છે. પ્રારંભ પ્રથમ સત્રમાં રામકળષ્ણદાસજી (અયોધ્યા),

પીલેરામ શર્મા (છત્તીસગઢ), ?કેમા સખી (અયોધ્યા), અરવિંદદાસજી (ઋષિકેશ), કિશોરી ટૂંધિયા (અયોધ્યા), અમોદ ઝા (મુંબઈ), દેવીપ્રસાદ ત્રિવેદી (કાનપુર), મદનમોહન દાસ (જોધપુર) તથા રામદાન પાંડે (વળંદાવન) દ્વારા રામચરિત માનસ સાથેનાં પાત્ર, પ્રસંગ તેમજ સંસ્કળતિ સંદર્ભે મનનીય ઉદ્બોધનનો લાભ મળ્યો હતો. તુલસી સાહિત્ય સંગોષ્ઠી બીજા સત્રમાં પુરેન્દ્ર પાંડે (વારાણસી), શ્રી સંપતી કુમાર (હરદોઈ), દીપક મિશ્રા (ભાગલપુર), શ્રી સુધીરચરણજી (અયોધ્યા), બ્રજેશ્વરીદેવી (છત્તીસગઢ), શ્રી મહાવીરપ્રસાદ બ્રહ્મચારી (ઝાંસી), ધર્મભૂષણ શ્યામસુંદરજી (કોલકાતા), યશોમતીજી (દેવધર) તથા નરહરિદાસજી (અયોધ્યા) દ્વારા ચિંતન સભર વક્તવ્યો આપવામાં આવ્યાં. આ સત્રનાં સંચાલનમાં સંજય ત્રિપાઠી રહ્યાં હતાં.

No comments