જીવન ને સરળતા તરફ લયી જઈએ
આજનો માનવી કેટલું કમાય છે.કેટલું મથે છે જીવનને સગવડતા સભર બનાવવા માટે.પણ શું આટલી બધી દોડધામ જીવન ને સરળ બનાવવા માટે છે?ના આટલી બધી દોડધામ જીવન ની સગવડતાઓ અને સાધનો વધારવા માટે ની છે. સાચું ને.
થોડા સમય પહેલા ફોન માં એક
મિત્ર જોડે વાત ચાલતી હતી,વાતવાત માં એમના દીકરાને
હોસ્ટેલ માં મુક્યો એવી વાત બહાર આવી.હોસ્ટેલ માતો ઘણા સમય થયા મુકવો હતો પણ મન
માં મન માં મુંજાતો હતો કે માંરો પુત્ર ઘરે AC વગર નથી રહી શકતો તો હોસ્ટેલ માં કેવી રીતે રહી સક્સે?આખરે AC યુક્ત હોસ્ટેલ મળી એટલે હોસ્ટેલ માં મુક્યો.
વિચાર કરી મૂકે એવો વાર્તાલાપ
હતો કે શું 13 વર્ષ નું સંતાન AC વગર નથી રહી શકતું?શું જીવન ને
આટલી બધું મશીનોને આધીન બનાવી
દીધું છે?કે એક બાળક અન્ય જગ્યાએ સેટ પણ ના થયી શકે?
પહેલા નો સમય કેટલો સરસ હતો
ટાંચા સાધનો હોવા છતાં પણ પરિવાર કેટલો ખુશમગ્ન રહેતો આજે આખી પરિસ્થિતિ એકદમ
વિપરીત બનતી જાય છે.પહેલા ખોરાકો સારા
હતા એટલે દવાખાન ઓછા હતા અને
માણસ મહેનતકસ અને શરીરે
ખડતલ હતો,પરિવારો મોટા હતા એટલે એકબીજા નો સહિયારો મળી રહેતો હૂંફ મળી રહેતી, વડીલો ની વાતો સત્ય તત્વ થી સમજતા સાંભળતા,પહેરવેશ મર્યાદા માં હતો,તહેવારો સામાજિક પ્રસંગોમાં હર્ષો ઉલ્લાસ હતો સીમિત
સાધનો માં પણ આનંદ હતો.સંબંધો ની આગળ પૈસા ની કે સાધનો ની કોઈ કિમંત નહોતી,દેખાદેખી ઓછી હતી અને માણસ માણસાયી ની કિમંત હતી.
વર્તમાન માં પરિસ્થિતિ બિલકુલ
વિપરીત જણાય છે.દેખા દેખી તો દરેક પરિવાર નું અંગ બની ગયું છે.તો પછી પૈસા હોય
કપડાં હોય કે સંબંધો કે પ્રસંગો હોય.વૈચારિક ક્ષમતા બિલકુલ ઓછી થયી ગયી છે.કે બીજા
કરતા હું કઈ રીતે આગળ નીકળી જાઉં અથવા તો બીજા કરતા હું કયી રીતે સારો દેખાવ,આજ બાબત પર સહુથી વધારે દોડધામ જોવા મળે છે.પણ વસ્તુ
અધઃપતન તરફ દોરી જાયી રહી છે.તમને નથી લાગતું કે વિચારધારા બદલવાની જરૂર છે.?
આજે દરેક ઘરમાં વ્યક્તિ દીઠ
મોબાઈલ છે.એક મોબાઈલ ની કિંમત જોઈએ તો 15 કે 20 હજાર ઉપર ની જરૂર હશે,જરા વિચારો ઘરના માત્ર પાંચ સભ્યો ની મોબાઈલ
ની કિમંત એકલાખ સુધી પહોંચી જાય
ત્યારે ઘરમાં આવક નું માધ્યમ માત્ર બે કે ત્રણ વ્યક્તિજ હોય છે.અને એ પણ મોબાઈલ ની
કિમંત જેટલી ઘરમાં વસ્તુ ની જરૂરિયાત હોય છે.
ઘરમાં AC નો ખર્ચો કરીયે એમના કરતા એવું ના કરી શકાય કે ફળીયા
માં એક વૃક્ષ વાવીએ અને એમની શીતળ છાયામાં બેસીયે તો સ્વાસ્થ્ય પણ જલવાયી રહે અને
પ્રકૃતિને પણ બચાવી શકાય
આંગણા માં બે લાખ ની ગાડી પડી
હોયે પચીસ લાખ ની હોય પણ ઉપયોગ તો ફક્ત પ્રસન્ગોપાત કે ફરવા માંજ ઉપયોગ થવા નો
છે.તો પછી મોંઘીદાટ ગાડી લોન ઉપર ખરીદી સરવાળે તો પરિવાર માટે દેવું ખરીદીયે છીએ.
ક્યારેક બહાર ભોજન લેવાનું તો
ઠીક હવે તો રાજા ના દિવસે પણ બહાર નું ભોજન આપણા શરીરને અને આપણા ઘરના બજેટ ને પણ
ખોરવી નાખે છે.
શું આપણે શુદ્ધ અને સાત્વિક
ભોજન ઘરે પરિવાર સાથે બેસી ને ના બનાવી શકીયે?
બીજું જોઈએ તો વર્તમાન માં સહુ
થી મોંઘા બનતા જાય છે. લગ્નપ્રસંગો પહેલા ના સમય માં ફક્ત બે જોડી કપડાં માં લગ્ન
સમેટાય જતા ત્યારે વર્તમાન માં એક લગ્ન કરવા માં છ.થી.સાત જોડી પણ ઓછીપડતી જાય છે, બુટ ચપ્પલ ,થીમ પ્રમાણે કપડાં બદલવા,પ્રિવેડિંગ માટે ફોટોશૂટ,જમણવાર માં પચાસ થી સાંઠ આઇટમો આ બધું ખાશ કરી ને સમાજ માં માન મોભો દરસાવવા માટે જ છે.ખરેખર વર્તમાન માં સમાજ માં
આ એક ભયંકર દુષણ છે.જેમાં સામાન્ય માણસ નું જીવન દોહ્યલું બનાવી નાખ્યું છે,અને સહુથી ગંભીર બાબત એ છે. કે સમાજનો બુદ્ધિજીવી
વર્ગ સુધારવાની જગ્યાએ પ્રોત્સાહન અને અનુકરણ તરફ દોરી જયી રહ્યો છે.
સમાજ નું સાચું દુષણ તો આબધી
બાબતો છે.એને વિચારવાનું અને નાબૂદ કરવાનું શરૂ કરીશું ત્યારેજ સમાજની તંદુરસ્તી
પાછી મળશે .
No comments