શેલ
ખંભાળિયા નથુરામબાપુ ની જગ્યા મહંત શ્રી
મહામંડલેશ્વર1008 શ્રી શ્રી લક્ષ્મણદાસબાપુ ગોંડલીયા બ્રહ્મલીન
સિધાવ્યા
સૌરાષ્ટ્રની પ્રાચીન દેહાણ જગ્યાઓ માની પીરાણા રૂપી
જગ્યાએ એટલે સંત શ્રી નથુરામ બાપુ ની જગ્યા માં સિધ્ધ મહાત્મા લોહ લંગરી બાપુના 24 શિષ્યો માના પટ શિષ્ય નથુરામ બાપુ શેલ નદીના કાંઠે
શેલ ખંભાળિયામાં ચેતન સમાધિરૂપ બિરાજમાન છે.
વર્તમાન મહંત 1008 મહામંડલેશ્વર શ્રી શ્રી લક્ષ્મણદાસ બાપુ ગોરધનદાસ
બાપુ ગોંડલીયા તારીખ 3 - 8 - 2024 ને શનિવારે બ્રહ્મલીન
પામ્યા.એવા મહાન મહંત બાપુની જીવન ગાથા અહીં ટૂંકમાં વર્ણવી છે.
શીલ બડા સંતોષ બડા બુદ્ધિ બડા
હે ગુણવંત
સબ કે પર શ્રમ દ્રષ્ટિ છે તાકો
કહત હે સંત
પૂજ્ય બાપુ નું જીવન સરળ અને
સાદગી ભર્યું સેવા ના ભાવ રૂપી રહ્યું છે
જગ્યાની પરંપરા વર્ષોથી જાળવી રાખી અને સેવક મંડળને સતજ્ઞાન પરોવી સતની પરિભાષા
અને સેવાનું મહત્વ સમજાવ્યું છે.દર્શનાર્થે આવતા હરિભક્તો
માટે ભોજન ભજન અને વિશ્રામ ની
કાયમી સુવિધાઓ સભર જગ્યા ની ઉતરોતર પ્રગતિ કરી એક ભેખધારી જીવન ને જીવી ગયા જીવન
પર્યંત જમીન ઉપર આસાન જમાવી બેસી રહેતા
પૂજ્ય બાપુ કહેતા કે ભૂમિ થી ઉપર આપણે નથી
પૂજ્ય બાપુ શેલખંભાળીયા મંડળ ના
મહંત પદ તરીકે પણ ઘણા વર્ષો થયા નિભાવી ચુક્યા ચુક્યા છે.આ મંડળ ના નેજા હેઠળ
ચારસો થી પણ વધારે ઝુપડીયો છે. અને આટલા વિશાળ મંડળ ના મહંત તરીકે વર્ષો સુધી સેવા
આપવી એ ખરેખર ભગીરથ કાર્ય
કરવું એવું કહેવું વર્તમાન માં
અતિશિયોક્તિ નથી.
પૂજ્ય બાપુની જીવનકાળ દરમિયાન
જગ્યાની ઉતરોતર પ્રગતિનો ઉલ્લેખ.
1). સંત શ્રી નથુરામ બાપુ ની ડેરીનું શિખર બંધ મંદિર અને
ચેતન સમાધિ ઉપર મૂર્તિ સ્થાપના
2). અવારનવાર જગ્યામાં રામકથા તથા સંતવાણી ભાવ ભજન
3). વર્ષો વર્ષ ગુરુપૂર્ણિમા ઉત્સવ ભજન અને ભોજન
4). રામ નામનો પ્રતાપ અને પાઠ પરંપરાના સંસ્કાર
આ જગ્યા અમરેલી પંથકના કાઠી સમાજ, આહીર સમાજ, રબારી સમાજ, ભરવાડ સમાજ, ચારણ સમાજ અને પટેલ સમાજનો ગુરુદ્વારો છે.
વર્ષો જૂની ગુરુ શિષ્ય પરંપરાની
ધારા વહેતી આવે છે
No comments