રાજકોટ , તા. 30 : રાજકોટ બાલાજી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમ
યોજાયો હતો. જેમાં રાજકોટ શ્રી વૈષ્ણવ સાધુસમાજ
જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય
જેમાં માનવમંદિર થી પૂજ્ય ભક્તીરામબાપુ,તેમજ સરપદડ મહંત શ્રી ભૂપતબાપુ, દાણીધાર મહંતશ્રી સુખદેવબાપુ,ગરણી ધામ
મહંતશ્રી રસીકબાપુ તેમજ બાલાજી એજ્યુકેશન ટ્રસ્ટ ના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું
ત્યારબાદ મંચસ્થ સંતો મહંતો નું ફુલહાર તેમજ સાલ ઓઢાડી સંન્માન કરવામાં
આવેલ ત્યારે પ્રારંભિક પ્રવચન માં પૂજય ભક્તીરામબાપુએ જણાવ્યું હતું કે સમાજનો વિકાસ જો કરવો હોય તો સમાજ વાડીઓ નહિ પણ
છાત્રાલયો બનાવો શિક્ષણ ઉપર ભાર મુકો બાળકો ની રુચિ અનુસાર અભ્યાસ કરવા દો ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ જેઓ ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરી ઉતીર્ણ થયા અને સિદ્ધિ હાંસલ કરનારા વિદ્યાર્થીનું સંતો મહંતો ના વરદ હસ્તે શિલ્ડ આપી બહુમાન કરાયુ હતું. આ
કાર્યક્રમ ને સફળ બનાવવા માટે બાલાજી
એજ્યુકેશન ટ્રસ્ટ ના દરેક સભ્યોએ ખુબજ જહેમત ઉઠાવી હતી
અહેવાલ:શૈલેષ.બી.કાપડી.રાજકોટ
No comments