DMCA compliant image ચેતના નો રણકાર... - sadhuvandna

Header Ads

Breaking News

ચેતના નો રણકાર...

ચેતના નો રણકાર...


 વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો અને હરીયાળી ક્રાંતિ લાવો... સંતશ્રી ખીમદાસબાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામમાં 1000 થી વધુ ફુલ ઝાડ અને ઔષધીય આયુર્વેદિક રોપાઓનું વિનામૂલ્યે વિતરણ તેમજ વૃક્ષારોપણ ના કાર્યક્રમનુ આયોજન  ગોંડલ વન વિભાગ અને મોવિયા ગામ પંચાયત ના સહયોગથી  કરવામાં આવ્યું હતું. છેલ્લા 16વર્ષ થી આ જગ્યા માં દર ચોમાસે રોપાઓનું વિના મૂલ્યે વિતરણ થતું રહ્યું છે.આ કાર્યક્રમ નુ દીપ પ્રાગટય પુ. મહંતશ્રી ભરતબાપુ તેમજ અલ્પેશ બાપુ અને સદાવ્રત રામજી મંદિર ના મહંત શ્રી ગોપાલદાસ બાપુ તેમજ ગોંડલ તાલુકાના પી.એસ.આઇ શ્રી સોલંકી સાહેબ અને મોવિયા ગામ ના સરપંચશ્રી અને ઉપ સરપંચશ્રી તેમજ રાજકીય આગેવાન કિશોરભાઇ અંદીપરા અને  કુંરજીભાઇ ભાલારા, પ્રકૃતિ પ્રેમી હિતેશભાઇ દવે, ભીખાલાલ ખુટ,ગોપાલભાઇ ભુવા ,ફોરેસ્ટ ઓફિસર શ્રી જાડેજા અને તાલુકા પંચાયત સદસ્ય મનીષભાઇ ખુટ અને મોવિયા ગામ ના આગેવાનો ની ઉપસ્થિતિ માં થયું હતુ. આ તકે   સદગુરુ રામધુન મંડળ ના  રમેશભાઇ જન,મોવિયા કડવા પાટીદાર સમાજ ના પ્રમુખ શ્રી ભુપતભાઇ કાલરીયા, કાંતી ભાઇ પટોડીયા, ધીરુભાઇ પટોડીયા, રમેશભાઇ લીંબાણી, અમુભાઈ, ચંદુભાઇ ખુટ, ધીરુભાઇ ધડુક,અરવીદભાઇ ખુટ, પી.ડી. ખુટ, ચીરાગ ભાઇ, જીગ્નેશભાઇ, રવી ભાઇ, ચંદુભાઇ  ખાસ હાજર રહી આ ક્રાયકમમા આહુતી આપી, ગામના લોકોને પ્રકૃતી નુ જતન થાય અને વધુ માં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યે ની આપણી જવાબદારી પુર્ણ નીષ્ઠાથી નીભાવવી જોઇએ એવો શુભ સંદેશ આપ્યો હતો. ઓછા વૃક્ષ ના કારણે હવા જળ જમીન ત્રણેયમા પ્રદુષણ નું સ્તર વધે છે. વરસાદ નું પ્રમાણ ધટે અથવા અનીયમીત થાય છે. ખેતીની જમીન ધટે ઉત્પાદન ધટે, વૃક્ષ ઓક્સિજન નો મુખ્ય સ્ત્રોત છે.જો વૃક્ષની સંખ્યા ધટૈ તો ઓક્સિજન ધટે. એક સમરુધ્ધ આનંદપુર્ણ અને શાન્તિપુર્ણ ભવિષ્ય માટે પ્રદુષણમુકત  સ્વસ્થ ગુજરાત ની ખુબજ જરૂર છે.આપણુ આ ધર પૃથ્વી ને પ્રદુષણ થી બચાવવા માટે સહીયારો

 

પ્રયાસ કરવો ખુબ જરૂરી છે, એના માટે વૃક્ષો વાવો ને ગુજરાત બચવો હરીયાળી ક્રાન્તિ લાવો. પર્યાવરણ ની સમતુલા માટે વૃક્ષો નુ પ્રમાણ ૩૩ હોવુ જરૂરી છે, જે ના પ્રમાણમાઁ આપણા ગુજરાતમાં ફકત ૨૧ છે જે  ખુબ ઓછુ છે. હવામાં  સતત વધી રહેલા ઔધોગિક પ્રદુષણ તેમજ ગ્લોબલ વોર્મિંગ, વાહનો ના ધુમાડા ની સામે રક્ષણ મેળવવા માટે વૃક્ષો વાવવા ખુબ જ જરૂરી છે.સંત ખીમદાસબાપુ ચૈત્નય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયાધામ દ્વારા અંદાજે અત્યારસુધી માં 15000થી વધુ   ફુલ ઝાડ ના રોપા નુ વિનામુલ્યે વિતરણ તથા જુદી જુદી  અનેક જગ્યા એ વૃક્ષા રોપણ દ્વારા પર્યાવરણ બચાવવા નો સહીયારો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે  મોવિયાધામ વડવાળી જગ્યાના ભાવેશબાપુ, જેન્તીદાસબાપુ, પ્રકાશબાપુ, શીવમબાપુ, દુલભભાઇપારસ ભાઇ કાલરીયા, જયેશભાઇ બેરા,વીનુભાઇ સાવલીયા, ગીરીશભાઇ, મનીષભાઇ, પારસભાઇ પંડયાએ જહેમત ઉઠાવી હતી.

 

 










 


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  

No comments