DMCA compliant image ભીતરભીની માટી - sadhuvandna

Header Ads

Breaking News

ભીતરભીની માટી

 ભીતરભીની માટી 

આપણા વેદો પુરાણો માં એવી તાકાત હતી કે મરતા  ને જીવત દાન મળી જતા હતા


અને તાકાત આજેય આપણા ગ્રંથો માં પડી છે પરંતુ આપણે આપણા બાળકો ને કેટલું જ્ઞાન આપીયે છીએ?

એજ્યુકેશન વધ્યું છે.પણ માનસિકતા ટૂંકી થતી જાય છે.

વ્યક્તિગત ફરજોના નામે આંખે પાટા બાંધી ળયીયે છીએ

 

સાચો માણસ,સાચો ધર્મ,સાચી સંસ્કૃતિ,સાચી ગરિમા, સાચી ગરિમા,અને સાચા સંબંધો,આ બધું પુસ્તકોમાં પડ્યું છે.એનાથી આગળ વધતુંજ નથી વર્તમાન સમય માં.


મોટિવેશન સ્પીકરો ફોલ્લો કરવા પડે છે.

કારણકે માતા-પિતા સલાહો સાંભળવાનું બંધ કરી દીધું છે.

 

મન હળવું કરવા મનોચિકિત્સક પાસે ફી ભરી જવું પડે છે.

કારણ કે મિત્રો હવે પ્રસંગોએ જ ભેગા થાય છે.

 

આપણા બાળકો સાથે રમવા બેસવા નો સમય નથી.એટલે બાળકો ટીવી, મોબાઈલ સાથે જીવન જીવતા થયા છે.

 

આપણા તહેવારો નું પ્રસંગોનું,રીત રિવાજો નું  પોતાનું આગવું મહત્વ હતું આપણા પૂર્વજો દરેક ચીજ વસ્તુનું મહત્વ સમજતા હતા જાળવતા હતા.

 

 

પતિ-પત્ની સાથે કમાયી તો ળયીયે છીએ ,પણ સાથે બેસવાનો અને જીવવા નો સમય ઘટતો જાય છે.

 

ફેશન ના નામે કેવું પહેરવું ઓઢવું એ આપણી સંસ્કૃતિ  ચુકી ગયા છીએ.

 

 

જીન્સ,સ્કર્ટ,ક્યારેક પહેરવું જોઈએ એમનો વાંધો નથી.પણ સાથે સાથે સાડીની ગરિમા પણ ભૂલવી જોયે નહિ.

 

પહેલા માણસ જીવવા માટે કમાતો અને પરિવાર સાથે બેસી ભોજન કરતો.

વર્તમાન માં કમાવવા માટે જીવે છે. અને એકલો બેસી ભોજન કરે છે.

 

મોબાઈલે પરિવાર સાથે બેસી વિતાવવાનો સમય છીનવી લીધો છે.અને માણસ બધા ની વચ્ચે એકલો જીવતો થયી

 

 

ગયો છે.વસ્તુ નું માણસ ના જીવનમાં મહત્વ વધતું ગયું. અને વ્યક્તિઓનું ઓછું થતું ગયું.

હોટેલો,ક્લબહાઉસો,કીટીપાર્ટીઓ માં માણસો ની ભીડ વધતી જાય છે.અને પરિવારો તૂટતાં જાય છે.

વૃદ્ધાશ્રમો વધતા જાય છે.કેમકે ઘરમાં વડીલોની જરૂરિયાત પુરી થતી જાય છે.

છુટ્ટાછેડા વધતા જાય છે.કેમકે એકબીજા ને સમજ્યા કે આપવા માટે સમય નથી .

 

સંતાનો ઘર બહાર વધારે રહેતા થયા છે કેમકે.માં-બાપ સાથે વિચારો મેચ નથી થતા.અને સમય નથી.

મોબાઈલ ગેમો એ શેરી માં બાળકો નું રમવાનું ઓછું કરી નાખ્યું છે.ઘરમાં દરેક સુખ સગવડો છે.પૈસા છે.પણ મન હળવું કરી શકાય એવું એકેય માણસ નથી. એમના માટે મનોચિકિત્સક પાસે જવું પડે છે.

 

 

આધુનિકતો તરફ  આંધળી દોટ (માનવીય જીવન મૂલ્યો).

આધુનિકતા એ આપણા ખોરાક શરીર પર વિપરીત  અસર કરી છે.પણ માનવતા ના મૂલ્યો નું ધોવાણ કરી નાખ્યું છે.આજનો માનવી વ્યક્તિતિવિ વિકાસ કરતા.

વ્યક્તિત્વ નું માર્કેટિંગ કેવી રીતે કરવું એમના ઉપર વધારે ધ્યાન આપતો થયી ગયો છે.સમાજનશીલ અને અનુભવી માણસ કરતા આજે હોશિયાર માણસો ની માંગ આજ સમાજમાં અને ધંધા માં  પરિવાર માં વધારે જોવા મળી રહી છે.

કેટલી ટૂંકી માનસિકતા થયી ગયી છે.આપણો ફાયદો થતો હોય તો એમની પાસે જાયી બેસવાનું. પછી એ આપણે જોતા નથી કે એ માણસ સારો છે નૈતિકતા ની દ્રષ્ટિએ કે ચારિત્ર્ય ની દ્રષ્ટિએ કે વિશ્વાસ ની દ્રષ્ટિએ.સાચુંને?

 

તહેવારો આવે એટલે મંદિરોમાં ભીડ વધતી જાય અને બીજા દિવસે સ્ટેટ્સ માં લખેલું આવે "એટ""ધ"મહાદેવ" ટેમ્પલ"

તહેવારો માં ભેગા મળી ને કેટલો આનંદ કર્યો હતો

એના કરતા વધારે ઉતાવળ મોબાઈલ માં સ્ટેટસ ચડાવવાની ઉતાવળ હોય છે.બધુજ આપણે કરીયે પણ માત્ર દુનિયા ને દેખાવ માટે

 

જન્મદિવસ,મેરેજ એનિવર્ષિ,નવા સંસાધનો,ઘરેણાં  ખરીદી

આ બધું મોબાઈલ માં ચડાવીએ છીએ અને દુનિયાને આ બધું ના બતાવી દયીયે ત્યાં સુધી અજંપો ના થાય

શું હકીકત માં આ બધુ જરૂરી છે?આમ જોવા જઈએ વર્તમાન માં માણસ ના જીવનનો એક ભાગ બની ગયો છે.

 

આપણા તહેવારો નું પ્રસંગોનું,રીત રિવાજો નું  પોતાનું આગવું મહત્વ હતું આપણા પૂર્વજો દરેક ચીજ વસ્તુનું મહત્વ સમજતા હતા જાળવતા હતા.

વર્તમાન માં પરિસ્થિતિ સાવ  વિપરીત બની ગયી છે.

ઉજવાતા દરેક પ્રસંગો ને તેની હાર્દ માં રહેલો હેતુ જાણે આપણે કચડી નાખ્યો  છે.પાશ્ચાત્ય અનુકરણ કરી કેકપાર્ટી,ડાન્સ,આહાર,આ દરેક વસ્તુ નું મિશ્રણ કરી પડીકુવાળી ટોપલા પેટી માં જાણે આપણે નાખી દીધું છે.

 

દક્ષાબેન હરીયાણી.રાજકોટ.

 

 

હોશિયારી ની જરૂર હિસાબો પૂરતી છે.

બાકી નિરાંત નો શ્વાસ લેવા ભોળપણ ની ભરતી લયી ને બેસવું પડે છે.



No comments