DMCA compliant image અમરેલી સાધુસમાજ પરિવાર ના ઉપક્રમે ઉજવાયો સરસ્વતી સન્માન સમારોહ–2024 . - sadhuvandna

Header Ads

Breaking News

અમરેલી સાધુસમાજ પરિવાર ના ઉપક્રમે ઉજવાયો સરસ્વતી સન્માન સમારોહ–2024 .

                          અમરેલી સાધુસમાજ પરિવાર ના  ઉપક્રમે ઉજવાયો

સરસ્વતી સન્માન સમારોહ–2024 .




તા:14.07.2024  ને રવિવાર ના રોજ યોજાય ગયો

આ ઉપક્રમમાં અમરેલી સાધુસમાજ પરિવાર ના સભ્યો  જોડાયા હતા તેમજ સમગ્ર અમરેલી સાધુસમાજ  હાજર રહ્યો હતો . કાર્યક્રમ રવિવાર, તા.14, જુલાઈ ના રોજ

સ્થળ: સહજ હોલ ચકકરગઢ રોડ રેલવે ક્રોસિંગ પાસે અમરેલી સભાગૃહ ખાતે યોજાયો હતો.

 

કાર્યક્રમની શરૂઆત મા સરસ્વતીની પ્રાર્થના સાથે કરવામાં આવી સાથે જ અતિથિવિશેષ તરીકે હાજર તમામ સામાજિક અગ્રણીયો દ્વારા દીપપ્રજ્વલન કરી વિદ્યાદેવીમા સરસ્વતીને નમન કર્યા. કાર્યક્રમની શરૂઆતથી ભાવભર્યા સ્વાગતથી સૌકોઈ અભિભુત થયા હતા .

 

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ ને સ્મૃતિચિન્હ  આપી બહુમાન કરવામાં આવ્યું.

 

તેમજ વિશેસ કરીને નવતર કાર્યક્રમ અંતર્ગત નારીશક્તિ સંન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં

સનફ્લાવર સ્કૂલ ના સંચાલક "બીનાબેન સંજયભાઈ ગોંડલીયા" તેમજ પ્રોફેસર "સરોજબેન વિનયભાઈ હરીયાણી",પી.એસ.આયી."અરુણાબેન ગોંડલીયા"

"ગીતાબેન વિનોદરાય મેસવાણીયા",

"ડૉ.કુમારી ગોંડલીયા" ને સ્મૃતિચિન્હ આપી બહુમાન કરાયુ હતુ

અમરેલી સાધુસમાજ આયોજિત સરસ્વતી સન્માન સમારોહ ને સફળ બનાવવા પ્રમુખશ્રી મુકેશભાઈ ગોંડલીયા,ઉપપ્રમુખશ્રી ભરતભાઈ દુધરેજીયા,મંત્રીશ્રી સુરેશભાઈ,ગોંડલીયા,સહમંત્રીશ્રી,અનિલભાઈ,દેશાણી,

ખંજાનચીશ્રી મહેશભાઈ સરપદડીયા,

તથા,વિનયભાઈ.હરીયાણી,રાજુભાઈ.જામકાવાળા,

એડવોકેટશ્રી ઈશ્વરદાસજી સરપદડીયા,

દલપતભાઈ ગોંડલીયા (માચીયાળા).

જયસુખભાઇ ગોંડલીયા (મોતીરામબાપુ ની જગ્યા).અમુંબાપુ,પ્રતાપપુર,વાળા,

વિમલભાઈ રામદેવપુત્રા,રજનીભાઇ હરીયાણી સહિતના હોદ્દેદારો કાર્યકરો એ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભારે  જહેમત ઉઠાવી હતી. અમરેલી સાધુસમાજ પરિવાર નાં પ્રમુખ શ્રી મુકેશભાઈ એ સર્વો ની આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમ ના અંતે સર્વે સાધુસમાજે સમૂહભોજન લીધું હતું

 

કાર્યક્રમના અંતિમ ચરણમાં યાદગીરીરૂપે હાજર વિદ્યાર્થીઓ સાથે ગ્રુપફોટો લેવામાં આવ્યો હતો

 

અહેવાલ:માધવીબેન હરીયાણી.અમરેલી











No comments