સત્ દર્શન સુમિરન ભંડારો, વિસાવદર
સ્વ. દુર્લભદાસ હરિયાણી તથા ગૌરીબેન હરિયાણી
ના આત્માના કલ્યાણ અર્થે સત્ દર્શન સુમિરન ભંડારો
કાલાવડ મંડળના રીતે રીવાજો મુજબ યોજાયેલ આ ભંડાર માં વિશ્વ વંદનીય પુજ્ય મોરારીબાપુ
ખાસ ઉપસ્થિત રહ્યા તેમનું પરિવાર ની દીકરીઓ દ્વારા સામૈયા કરી સ્વાગત કર્યું તેમજ રામમઢી
સુરત શ્રી મુળદાસબાપુ, મહામંડલેશ્વર શ્રી સીતારામ બાપુ
ગોંડલ શ્રી જગજીવનદાસ બાપુ, અજયબાપુ જુનાગઢ, શ્રી કલ્યાણદાસબાપુ મેંદરડા, શ્રી વિજયદાસબાપુ સતાધાર, રામેશ્વરબાપુ હરિયાણી તથા કાલાવડ મંડળના મહંત શ્રી દિલીપભાઈ
બાપુ હરિયાણી પંચ ના સભ્યો રમણીકભાઇ ગોંડલીયા, હરિરામભાઈ હરિયાણી, ધીરૂભાઇ દાણીધારીયા, અશ્વિનભાઈ દુધરેજીયા, કોટવાળ શ્રી ભીખારામભાઈ દાણીધારીયા તથા સર્વ સંતો મહંતો
ઉપસ્થિત રહેલ કાલાવડ મંડળના મહંત શ્રી દ્વારા છડી નું પૂજન કરાવેલ ત્યાર બાદ પરિવાર
દ્વારા સંતોના સામૈયા ,ફૂલહાર સાલ ઓઢાડી સન્માન કરવામાં
આવ્યું, પુજ્ય મોરારીબાપુ એ સાધુ વિષે સાત સુત્ર
ની ખુબ સરસ માર્ગદર્શન આપેલ સૌએ ધન્યતા અનુભવેલ. તમામ સંતોએ આશિર્વચન પાઠવ્યા આ ભંડારા
પ્રસંગ મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, માતાઓ અને સગાં સંબંધીઓ હાજરી આપેલ
બધાએ ભોજન પ્રસાદ ગ્રહણ કરેલ ત્યાર બાદ પરિવાર દ્વારા આ પ્રસંગે ઉપસ્થિત સૌને લાણીની
ભેટ આપેલ રાત્રે ભવ્ય સંતવાણી નામી અનામી કલાકારો દ્વારા સંતવાણી ની રમઝટ બોલાવી મંત્રમુગ્ધ
કર્યા.
હરિયાણી પરિવાર ના મોભી શ્રી રામદાસભાઈ
હરિયાણી, રણછોડદાસભાઈ હરિયાણી, વિપુલભાઈ હરિયાણી, મનિષભાઇ હરિયાણી તથા સર્વ કુટુંબ જનોએ બધાંનો આભાર માની કૃતજ્ઞના અનુભવેલ... જય
સિયારામ ....
સંકલન - જનકભાઈ દાણીધારીયા
No comments