DMCA compliant image પરિચય પુસ્તિકા વિમોચન તાલાળા - sadhuvandna

Header Ads

Breaking News

પરિચય પુસ્તિકા વિમોચન તાલાળા

 

તારીખ 28.04.2024 ને રવિવાર ના રોજ તાલાળા મુકામે પટેલ સમાજ ની વાડી  મા પરિચય પુસ્તિકા વિમોચન કાર્યક્રમ  યોજાય ગયો

તાલાળા તાલુકાના વૈષ્ણવ સાધુ સમાજ (વૈ.બા.) ની પરીચય પુસ્તિકા વિમોચન સતાધાર મહંત પૂજય શ્રી વિજયબાપુ ના વરદ હસ્તે કરાયું હતું કાર્યક્રમ ની શરૂઆત  દીપ પ્રાગટ્ય શ્રી વિજયબાપુ,તેમજ કલ્યાણદાસબાપુ મેંદરડા તેમજ સામાજિક અગ્રણિઓદ્વારા કરવામાં આવ્યું હતું આ તકે પુસ્તિકા બનાવવા મા સહોયગી દાતા શ્રી ઓનો સન્માન સમારોહ પણ યોજાયો હતો જેમા તાલાળા  તાલુકા ગ્રામ્ય ના પ્રમુખ શ્રી પ્રભુદાસજી મેસવાણીયા તેમજ યુવા સાધુ સંગઠન પ્રમુખ શ્રી ચેતનભાઈ અને હંસાબહેન અને સ્ટેજ સંચાલન ધીરુભાઈ દાણીધારીયા દ્વારા જહેમત ઉઠવામાં આવી હતી ત્યારે સમાજ ના સામાજિક અગ્રણીયો જેમાં ગુજરાત યુવા સાધુ સંગઠન પ્રમુખ શ્રી મનોજભાઈ મેસવાણીયા ગોંડલ,પ્રફુલભાઇ દુધરેજીયા બંધીયા,શ્રી રસીકબાપુ ગરણી ધામ ,તેમજ ઉજેશભાઈ દેશાણી રાજકોટ.મુકેશભાઈ દેશાણી રાજકોટ તેમજ જૂનાગઢ થી નવયુગ ચેરીટેબલે ટ્રસ્ટના સભ્યોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી  તેમજ સમગ્ર તાલાળા તાલુકા માથી વૈષ્ણવ સાધુ સમાજ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.પ્રસંગ ને અનુરૂપ પૂજય શ્રી વિજયબાપુ એ  પ્રવચન માં પુસ્તિકા એક સમાજ ની એકતા નું પ્રતીક સમાન છે આ પુસ્તિકા થકી સમાજમાં એકબીજા પરિવારો ના સંબંધો નજીક આવશે તેવું પૂજ્ય શ્રી વિજયબાપુ એ પોતાના સંબોધન મા કહેલ

અહેવાલ:પ્રફુલભાઇ હરિહર.કોડીનાર



નિલેશભાઈ ગોંડલીયા ગીર સોમનાથ

No comments