સંત મંડપ મેળો
દેતડ
સમાધિસ્થ પૂ. મયારામજી દયારામજી
હરિયાણી (બાબરકોટ) ના સ્મરણાર્થે સંત મંડપ મેળાનું આયોજન દેતડ (તા.સાવરકુંડલા, જી. અમરેલી) મુકામે તા. ૨૪/૪/૨૦૨૪ ના રોજ સંપન્ન થયેલુ.તેમા વૈષ્ણવ સાધુ તાલડા
મંડળના મહંતશ્રી હિંમતરામ બાપુ દુધરેજીયા તેમજ પૂર્વ મહંતશ્રી અમરદાસબાપુ ગોંડલીયા
( જુની કાતર) તેમજ નામી અનામી સંતો મહંતોએ હાજરી આપી કાર્યક્રમ ને શોભાવી સાધુ
પરંપરા નુ ગૌરવ વધાર્યુ.
સવારે મંડપ દર્શન, બપોરે પ્રસાદ, સાંજના સંતોના સામૈયા, સંત સભા, હરિહર, લાણુ, સંતવાણી ના કાર્યક્રમો સંપન્ન થયેલા
સંત સભા મા હિતેશ હરિયાણી
(ત્રાકુડા ) એ પ્રસંગને અનુરૂપ સંબોધન તેમજ અમરદાસબાપુ એ હનુમાન ચાલીસા નો
સમુહપાઠ કરાવી વિશેષ આનંદ કરાવેલ..
કેશુરામજી મયારામજી હરિયાણી
હરિયાણી પરિવાર- બાબરકોટ
અહેવાલ- હિતેશ હરિયાણી ત્રાકુડા
No comments