DMCA compliant image સંત દર્શન ભંડારો મુંજીયાસર - sadhuvandna

Header Ads

Breaking News

સંત દર્શન ભંડારો મુંજીયાસર

 

સંત દર્શન ભંડારો

મુંજીયાસર

 

સમાધિસ્થ પૂ.હંસરામજી હરિરામજી હરિયાણી.  તેમજ પૂ. ભરતદાસ હંસરામજી હરિયાણી ના સ્મરણમાં તા ૨૭/૪/૨૦૨૪ ના મુ.મુંજીયાસર (તા. ખાંભા. જિ.અમરેલી) ખાતે સંત ભંડારા નો પ્રસંગ યોજાય ગયો તેમા સર્વ સંતો વૈષ્ણવ સાધુ તાલડા મંડળના મહંતશ્રી હિંમતરામ બાપુ દુધરેજીયા તેમજ તાલાળા મંડળના મહંતશ્રી સિતારામબાપુ દુધરેજીયા તેમજ દયારામ બાપુ હરિયાણી ત્રાકુડા, તુલસી બાપુ હરિયાણી સોખડા પરશોતમ બાપુ કાપડી ( કોટવાળ) તુલસીદાસબાપુ દુધરેજીયા મોરવડ અને નામી અનામી સંતો હાજર રહી પ્રસંગને વધુ દિવ્ય બનાવ્યો હતો.

સંતોના સામૈયા, ઠાકોરજીની પૂજા, સંત સભા, હરિહર , પ્રભુ પ્રસાદ, લાણુ તેમજ સંતવાણી વિગેરે કાર્યક્રમ સમાજની પરંપરા મુજબ પુર્ણ થયેલા. સંત સભા નુ સંચાલન હિતેશ હરિયાણી ત્રાકુડા એ કરેલુ. સમગ્ર કાર્યક્રમ માટે વડીલ સંત ગંગા રામબાપુ હરિયાણી ની સેવા વિશેષ રહી...

બાપુના સેવક સમુદાય તેમજ મુંજીયાસર ગામ સમસ્ત લોકો એ તન મન અને ધનથી સંપુર્ણ સેવા આપી સાધુના કાર્ય ને વધુ દિપાવ્યુ.. ધન્યવાદ...

નટવરદાસ હંસરામજી હરિયાણી

હરેશ ભરતદાસ હરિયાણી

પરેશ ભરતદાસ હરિયાણી

પ્રકાશ ભરતદાસ હરિયાણી

તેમજ હરિયાણી પરિવાર- મુંજીયાસર...

અહેવાલ- હિતેશ હરિયાણી ત્રાકુડા




No comments