DMCA compliant image ભાઈ બહેનના સંબંધોમાં આજે શંકાએ સ્થાન લીધું...... - sadhuvandna

Header Ads

Breaking News

ભાઈ બહેનના સંબંધોમાં આજે શંકાએ સ્થાન લીધું......

 

ભાઈ બહેનના સંબંધોમાં આજે શંકાએ સ્થાન લીધું......

 

 

                 ભાઈ બહેનનો સંબંઘ કેવો નિરાળો અને વ્હાલ ભર્યો હોય છે નહિ ? અને શાસ્ત્રોમાં પણ ભાઈ બહેનનો સંબંધ અતિ પવિત્ર માનવામાં આવે છે. જેમ કે, ભગવાન શ્રી કૃષ્ણ અને બહેન સુભદ્રા નો સંબંધ અને એવો જ બીજો સંબંધ એટલે કુંતા અને અભિમન્યુ નો સંબંધ. આપણે ક્યારેક ગીત સાંભળતા હોય કે, " કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે " આવા ભાઈ બહેનના હેત ભર્યા સંબંધને લઈને આપણી સંસ્કૃતિમાં સુંદર મજાના ગીતો ગવાયા છે. પરંતું શું આજે આવા જ ગાઢ રીતે સંકળાયેલા ભાઈ બહેનના સંબંધો જોવા મળે છે ? તમે કહેશો કે હાં, તો પણ એનાં પર સમજમાં શંકાઓ કેટલી ઉદ્દભવે છે ?

 

         આજે સમયની સાથે લોકોની વિચારધારામાં પણ પરિવર્તન આવ્યું છે. એટલે કોઈ સ્રી કોઈ પુરુષને ભાઈ કહેતા અચકાય છે. આ શું કામ ? તો એવું માનવામાં આવે છે કે, આ બહેને ભાઈ શબ્દ વાપર્યો એટલે શું એમના કુટુંબમાં કોઈ ભાઈ નહિ હોય ? , અથવા તો, નક્કી કૈંક પૈસાની જરૂર હશે ? કાં તો પછી કોઈ દાળમાં કાણું છે! આવો સમાજના લોકો વિચાર કરે છે. અને આવી જ વિચારધારાને લીધે કેટલી ભાઈ વગરની બહેનો, કોઈ પુરુષ ને ભાઈ કહેતા પહેલા સો વખત વિચાર કરે છે. આ શું કામ તો ફ્કત એટલા માટે જ કે સમાજ મારા પર કોઈ ખરાબ લેબલ ના લગાવી દે. કે અને એવું ન માને કે આ તો ભાઈ માની અને પોતાની જરૂરિયાતો પૂર્ણ કરશે.

 

          આ ભાઈ બહેનનાં સંબંધો હજૂ પણ આમ ને આમ જ ગાઢ રીતે જોડાયેલા હોત અને સાતત્ય જાળવી રાખ્યુ હોત. પણ આ બધું સ્વરૂપ બદલાયું કઈ રીતે ? એ જ સૌથી મુંજવણ ભર્યો પ્રશ્ન છે .તો આ પ્રશ્નનો જવાબ સૌ લોકો જાણતા જ હશે. છતાં હું આપ સૌને જણાવી દઉં. આજે આધુનિકતા એ આંધળી દોટ મુકી છે. અને મોજ, શોખ વધ્યાં છે. પણ જ્યારે જ્યારે આ મોજ શોખ પૂર્ણ કરવાં હોય ત્યારે છોકરીઓ તેમના ગમતાં બોયફ્રેન્ડ બનાવે છે. આવી વાતો જ્યારે ઘરના સભ્યોને ખબર પડે ત્યારે બચાવ પ્રયુક્તિ માટે છોકરીઓ એવું કહે કે, એ તો મારો ભાઈ છે. મને સગી બહેન માને છે, એટલે મને જોઈએ તે બધું લઈ આપે છે. ત્યારે આવા એકાદ બે કિસ્સા ના લીધે સાચા સંબંધો આપઘાત કરી લેતાં હોય છે.

 

 

  " Brother "  જયારે " Boyfriend "  માં આવી જાય છે, ત્યારે ભાઈ શબ્દની બદનામી થાય અને ત્યારે આ ભાઈ બહેનનાં સંબંધ પરથી લોકોને વિશ્ર્વાસ ઉડી જાય છે. એટલે લોકો પણ એવા કિસ્સાઓના અનુભવના કારણે જ સાચા ભાઈ બહેનના સંબંધમાં પણ ખોટું વિચારવા લાગે છે, અને કોઈ બહેન કોઈ ભાઈ ને ભાઈ કહે ત્યારે કેટલી મૂંઝવણો એમના મનમાં હોય છે, અને કેટલો ડર હોય છે કે લોકો કયાંક અવળું ના વિચારે ! પણ આ સબંધોને આપણે સૌએ જીવંત રાખવા બને તેટલા પ્રયાસો કરવાના છે. અને લોકોની માન્યતામાં પરિવર્તન લાવવાનું છે. ભલે તમે કોઈ છોકરા ને ભાઈ કહો પરંતું ભાઈ કહેતા પહેલા તમારે નિયમો રાખવા જોઈએ કે, એ ભલે સાચા મનથી મારો ભાઈ છે અને હું એની બહેન છું. પરંતું જીવીશ ત્યાં સુધી એક પણ પૈસાની વસ્તુ એની પાસેથી કદી લઈશ નહિ. અને રાખડી બાંધીશ તો પણ એની રક્ષા અને રીવાજ માટે કંઈ પડાવી લેવાના હેતુથી નહિ. કોઈ બેલેન્સ પુરાવાની કે મોંઘી હોટેલમાં જમવા જવાની તો વાત જ નહી કરું.આવા નિયમો અનુસરશો તો જરૂરથી સમાજમાં ભાઈ બહેનના સંબંધની કિંમત થશે. અને લોકો પણ કંઈ અવળું નહિ વિચારે.

 

      શાળાઓ કે કોલેજોમાં જ્યારે કોઈ છોકરી એ છોકરાને ભાઈ કહીને બોલાવે તો, ઘણી વખત તેના મિત્રો મજાક કરતા હોય અને કહે કે એ તેનો ભાઈ નથી. પણ બોયફ્રેન્ડ હશે આ તો બધાની સામે ભાઈ કહેવું પડે ને!  એવું માનતા હોય. પણ આ કયારે શક્ય બને બને છે ?  જ્યારે બીજી છોકરીઓ ભાઈ કહીને બધાની સામે બોલાવતી હોય, પછી અવનવી જ્ગ્યાએ હરવા - ફરવા જાય, રેસ્ટોરન્ટમાં જમવા જાય, અને જેને ભાઈ કહીને બોલાવે તેની પાસે ખરીદી કરાવવી આવું બધું થતું હોય છે. એટલે જ આજે કયાંક ભાઈ બહેનના સંબંધો લોકોને શંકામાં ઊંડે દેતા હોય છે.  અને માં - બાપ પણ ક્યારેક મુંજવણમાં આવી જતા હોય કે, મારી દીકરી અથવા દિકરો જેને બહેન કે ભાઈ માને છે એ એથી વધૂ તો કંઈ નહિ હોય ને ? એટલે ટુંકમાં આવી સ્થિતીમાં લોકો સાચું શું અને ખોટું શું આ બંને વચ્ચેનો ભેદ પારખી શકતા નથી એટલે. જ ઘણી બહેનો ભાઈ વગર જ રહી જાય છે. અને વિચારે કે,  આવી જંજટમાં પાડવા કરતા તો ભાઈ ન હોય એ સારું. અને આથી જ આવા કેટલાક બનાવોના આધારે લોકો મનમાં પૂર્વગ્રહ ધારણ કરીને ભાઈ બહેનના સબંધો પર વિશ્ર્વાસ કરતા નથી. એ આ બધાં જ કારણો જવાબદાર છે જે મૂળમાં દટાયેલા છે.

( હેમાલી શિયાણી )

( આત્માનંદી )

( પોરબંદર )



No comments