શ્રી વૈષ્ણવ સાધુ સમાજ નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ.
|
શ્રી વૈષ્ણવ સાધુ સમાજ નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ.
નવયુગ ટ્રસ્ટ
ની વાર્ષિક કારોબારી મિટિંગ તા.10-3-2024
ને રવિવારના રોજ ભવનાથ માં આવેલ લુહાર વાડી માં યોજાયેલ
હતી.ટ્રસ્ટ ના 34 સભ્યો એ પરિવાર સાથે હાજરી આપેલ હતી.બે વર્ષ માં થયેલા
કાર્યો ની ચર્ચા તેમજ હિસાબ રજૂ કરવા માં આવ્યો.સમૂહ લગ્ન, બે વખત
થયેલા વિદ્યાર્થી સન્માન સાથે વડીલવંદના કે જેમની ઉંમર 70 થી ઉપર
હોય અને જે કર્મચારી નિવૃત્ત થયા હોય તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. દરેક કાર્યો
માં જે દાતાઓ તરફથી દાન મળ્યું તેમનો પારદર્શક હિસાબ રજૂ કરવામાં આવ્યો. કોઈ પણ જગ્યાએ
સાધુ સમાજ ના સારા કાર્યો માટે નિમંત્રણ મળ્યું હોય તો સ્વખર્ચે હાજરી આપે છે.પોતાનો
સમય સેવા માટે આપેછે.ટ્રસ્ટ ના શિક્ષિત સભ્યો એ પોતાના સકારાત્મક વિચારો રજૂ કર્યા
હતા.ભાવિ કાર્યો ની ચર્ચા કરવામાં આવી.ટ્રસ્ટ ના યુવાનો ને જાગૃત કરી ભવિષ્યમાં તેમને
સેવા કાર્ય ના શ્રેષ્ઠ સુકાની બનાવવાની અને સમાજની સેવામાં સક્રિય બની રહે તેવી ખૂબ
સારી ચર્ચા કરવામાં આવી.ટ્રસ્ટના દરેક સભ્યો પૂરો સહકાર આપશે તેવી ઈચ્છા વ્યક્ત કરવામાં
આવી. ટ્રસ્ટ ના જે ઉદ્દેશો છે તેમને સફળ બનાવવા સકારાત્મક વિચારો સાથે મિટિંગ માં હજારી
આપનાર દરેક સભ્યો અને પરિવાર નો આભાર વ્યક્ત
કરવામાં આવ્યો.
આર.કે.દુધરેજીયા જૂનાગઢ
No comments