જૂનાગઢ ખાતે સંતભોજન
ભંડારો યોજાય ગયો
સમાધિસ્થ સાધુશ્રી રમેશદાસજી મંગળદાસજી દેશાણી ના આત્મચેતન
અર્થે તારીખ. 18/3/2014 ને રવિવારના રોજ સંત ભોજન અને ભંડારો યોજાય ગયો ત્યારે બહોળી
સંખ્યામાં સાધુ સમાજ તેમજ મહામંડલેશ્વર, સંતો,મહંતો અને સાધુ સમાજના અગ્રણીઓ ભંડારામાં હાજરી આપેલ રાત્રે
સંતોના સામૈયા ધર્મ સભા હનુમાન ચાલીસા ધૂન અને સંતોનું સન્માન તથા સંત ભોજન અને રાત્રીના
9:00 વાગ્યે સંતવાણી નું આયોજન દીવંગત આત્માના મોક્ષાર્થે ખુબ સરસ રીતે ભંડારાનું આયોજન
થયેલ. જેમાં મહામંડલેશ્વર શ્રી મહંત શ્રી હરગોવિંદદાસ બાપુ ગરણીધામ, 1008 જગજીવનદાસ
બાપુ તથા 1008 મહામંડલેશ્વર શ્રી અજયદાસબાપુ તથા 1008 મહામંડલેશ્વર ભુપતબાપુ (સરપદડ), મહંત શ્રી
રસિક બાપુ થોરાળા અને ગુજરાત ગુજરાત યુવા સંગઠન પ્રમુખ શ્રી મનોજભાઈ મેસવાણિયા અને
પથદશૅક શ્રુ પ્રફુલભાઈ દુધરેજીયા મેરેજ બ્યુરો બંધીયા તેમજ લોકસાહિત્યકાર રાજુભાઈ કાપડી
અને વૈષ્ણવ સાધુ સમાજ નવયુગ સેવા સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા સંતો મહંતો મહાનુભવો
મહેમાન ભાઈઓ બહેનો પધારેલ તમામ લોકો દિવંગત આત્માના ભંડારા નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા
પધાર્યા તે બદલ દેશાણી પરિવાર તથા કનુભાઈ મંગળદાસજી દેસાણી અને દિવ્યેશભાઈ રમેશદાસજી
દેસાણી તથા પરિવારે ભંડારો સાધુ સમાજ માટે શોભનીય બનાવી એક આ વિસ્મરણીય સ્વ. રમેશભાઈ
મંગળદાસજી દેશાણીના આત્માને શાંતિ અર્પે એવી પરમાત્માને પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ
સહુએ અર્પી. જય જય સીયારામ
અહેવાલ:કૌશિકભાઈ મેષવાણીયા જૂનાગઢ
No comments