જ્ઞાતિ
ગૌરવ
વૈદેહી હરિયાણીએ અંગ્રેજી વિષયમાં
પીએચ.ડી ની પદવી પ્રાપ્ત કરી
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઇંગ્લીશ ડિપાર્ટમેન્ટ માંથી વૈદેહી હરિયાણીએ તાજેતરમાં પીએચ.ડીની ડિગ્રી ભવનના અધ્યક્ષ પ્રો.દિલીપ બારડના માર્ગદર્શનમાં પ્રાપ્ત કરી છે. પીએચડીના વાયવામાં બાહ્ય પરીક્ષક તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રો.ફિરોઝ શેખ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય પ્રાધ્યાપકગણ, સહકર્મીઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અન્ય ઉપસ્થિતોની હાજરીમાં સંશોધન વિશે પ્રશ્નોત્તરી રસપ્રદ રહી. સંશોધક વૈદેહી હરિયાણીએ મહાગ્રંથ રામાયણને કન્ટેમ્પરરી તુલનાત્મક અભ્યાસમાં વાલ્મિકી રામાયણથી લઇ અન્ય પુરાતન ગ્રંથો સાથે વર્તમાને એ જ વિષય પરના ગ્રંથોનો સમકાલીન તુલનાત્મક અભ્યાસ
વિષદપણે કર્યો. જેમાં રામાયણના સ્ત્રી પાત્રોને કેન્દ્રમાં રાખીને એક અલગ જ પરિપ્રેક્ષમાં સંશોધનાત્મક છણાવટ કરી સંશોધન સિદ્ધ કર્યુ.
No comments