ગાયન કલા ક્ષેત્રે પ્રથમ મિત રાજેશભાઈ.
સંગીત ગાયન
કલા ક્ષેત્રે હર હમેશ આગવું સ્થાન ધરાવતી શ્રી જેવી મોદી હાઈસ્કુલ નો વિદ્યાર્થી હરિયાણી
મિત રાજેશભાઈ તાજેતરમાં યોજાયેલ અલગ અલગ ત્રણ સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયેલ..
તા.૧૮/૦૧/૨૦૨૪
ના રોજ યોજાયેલ સાવરકુંડલા તાલુકા દેશ ભક્તિગીત સ્પર્ધા સેમિફાનલમાં સાવરકુંડલા તાલુકામાં
પ્રથમ નંબરે વિજેતા તા. ૨૧/૦૧/૨૦૨૪ ના રોજ લાઇન્સ ક્લબ દ્વારા આયોજિત એક શ્યામ રામ
કે નામ ગીત સ્પર્ધામાં સાવરકુંડલા તાલુકામાં પ્રથમ નંબરે વિજેતા તા. ૨૩/૦૧/૨૦૨૪ ના
રોજ શ્રીસાંસદ સાંસ્કૃતિક ગાયન સ્પર્ધામાં સાવરકુંડલા તાલુકામાં પ્રથમ નંબરે
વિજેતા...ઉપરોક્ત ત્રણેય સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી ચંદ્રિકાબેન કામદાર, ઉપ પ્રમુખશ્રી મુકુંદકાકા નાગ્રેચા, મે. ટ્રસ્ટીશ્રી જયંતીભાઈ વાટલિયા, ટ્રસ્ટીશ્રી કનુભાઈ ગેડીયા, સમગ્ર ટ્રસ્ટીગણ તથા શાળાના આચાર્યશ્રી આશિષ ભાઈ જોષી તથા સ્ટાફ પરિવાર તરફથી વિદ્યાર્થી મિત રાજેશભાઈ હરિયાણી તથા સંગીત શિક્ષક સંજયભાઈ મહેતાને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ વિજેતા થયેલ વિદ્યાર્થીનું ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા તથા વિજયાનગર પ્રથામિકશાળાના આચાર્ય શ્રી વિજયભાઈ મહેતાના વરદ હસ્તે ચાંદીની ગિફ્ટ આપી સન્માન કરેલ
No comments