કેશોદના કર્મઠ એડવોકેટ મેસવાણિયાનું
સાહેબ નું સન્માન કરતું કર્મશીલ ગ્રુપ
કેશોદ:
કર્મશીલ ગ્રુપ કેશોદ દ્વારા સમયાંતરે
વિવિધ નગરશ્રેષ્ઠીઓ ની કામગીરી અને શહેરમાં સામાજિક ક્ષેત્રમાં આપેલા યોગદાનને વાગોળી
સન્માન કરવામાં આવે છે જેમાં કેશોદમાં ન્યાયપાલિકા સમક્ષ છેલ્લાં પાંચ દશકાઓ થી કાયદાકિય
લડતમાં નિર્દોષ ને ન્યાય અપાવવામાં જાણીતા વયોવૃદ્ઘ એડવોકેટ જે.કે. મેસવાણીયાનું સાહેબ તેઓનાં ઘરે જઈને કર્મશીલ ગ્રુપ ના હોદેદારો સહિત
વિવિધ સંસ્થાઓ અને આગેવાનો સાથે મળીને અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. જે સમયે
કોઈ પ્રકારની આધુનિકતા નહોતી અને લોકો કાયદાઓ ના વિષે પુરેપુરા માહિતગાર નહોતાં એવાં સમયમાં નૈતિકતા અને
મુલ્યોને જાળવી શક્યા હોય ત્યાં સુધી પારિ- વારિક ઝઘડામાં સમજાવટથી કેસ પુરો કરી સંખ્યાબંધ
પરિવારના માળાઓ વિખેરાતા અટકાવનાર સિનીયર એડવોકેટ જે કે મેસવાણીયા સાહેબ કેશોદ બાર એશોશિએશન ના ભીષ્મપિતા- મહ ગણાય છે.
No comments