રાતીધાર મુકામે સંતભોજન ભંડારો યોજાય
ગયો
તાલાલા(ગીર)તાલુકાના, રાતીધાર ગામે સાધુશ્રી - હુરેન્દ્રદાસ ગોપાલદાસ દુધરેયા ના ધર્મ પત્ની કૈલાશબેન
ના આત્મકલ્યાણર્થો સંત ભોજન ભંડારો તા-19/02/2024 ના રોજ યોજાય ગયો. શ્રી વૈષ્ણવ
સાધુ પરંપરા અનુસાર સાંજે ૫ કલાકે વાજતે-ગાજતે
સંત સામૈયા રાખેલ હતા જેમા ભીમદેવળ ભુલેશ્વર
મહાદેવ મહંત શ્રી તેમજ ગીર ગઢડા મંડળના મહંતશ્રી જીતુભાઈ દુધરેજીયા તેમજ કથાકાર અમરદાસબાપુ દુધરેજીયા તેમજ મહંત શ્રી
સીતારામ બાપુ નું પુષ્પમાલા -શાલથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ સમાધિ પુજન અને સંત ભોજન કરવામાં આવ્યુ રાત્રીના ભવ્ય સંતવાણી કાર્યક્રમ માં નામી અનામી કલાકારો દ્વારા પ્રાચીન ભજનોનું રસપાન કરાવ્યું હતું ત્યાર બાદ પરિવારના વલ્લભદાસ દુધરેજીયા દ્વારા
(નીવૃત પી.એસ.આયી.) દ્વારા સૌ આમંત્રિત સંતોની વિનમ્રભાવે આભાર વિધી કરવા માં આવી તેમજ શ્રી હરેન્દ્રદાસ બાપુ દ્વારા પરિવાર ની બહેનો દીકરીઓ ને પહેરામણી કરવા આવેલ.
અહેવાલ:જીતુભાઇ દુધરેજીયા.ગીરગઢડા.જિલ્લો:(ગીર)સોમનાથ
No comments