ઉત્તરપ્રદેશ અયોધ્યા તીર્થક્ષેત્ર રામમંદિર નાં પાવન નીશ્રામાં રામકથા માનસ રામમંદિર 932 ની કથા પ્રેમયજ્ઞનો આજે ત્રીજા દિવસે
વિદ્વિદ ક્ષેત્રો માંથી પધારેલ અતિથિગણો સંતો મહંતો આચાર્ય ગણો અને વિશાળ સંખ્યા માં શ્રોતાગણ ની ઉપસ્થિતિ માં પૂજ્ય બાપૂ એ કથા નો દોર આગળ વધારતા. એકવાત આપણે પૂછી હતી કે વારંવાર આપણે કથા સાંભળવી પડે?ત્યારે બાપુ એ જવાબ આપતા કહ્યું કે ગુજરાતી માં કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાળ બંધાય કથા નું શ્રવણ એક ભજન છે ભક્તિનું પ્રથમ ચરણ ભજન છે બાલકાંડ નું શ્રવણ કરવાથી પ્રભુ ના પ્રભાવ નો પરિચય થાય છે સમગ્ર બાલ કાંડ પ્રભુ ના પ્રભાવ નો પરિચય લાગે છે વધારે વિસ્તાર ના કરતા પણ તમને પળેપળ માં આપને પ્રભુના બાલ કાંડ નો પ્રભાવ મળશે
પુરા અયોધ્યા કાંડ માં પણ પ્રભાવ,સ્વભાવ ના ચિત્રણ ના દર્શન થશે પ્રભાવ વ્હીર દર્શન છે સ્વભાવ અંતર દર્શન છે.જે પુરા જગત ને દે છે એ તેમના શીતળ સ્વભાવ ને કારણે કેવટ ની પાસે જય ને નૌકા ની માંગ કરે છે કેવટ ને ચરણ સ્પર્શ દીધો ચરણ પખાળવા આપીયા છતાં પણ સ્વભાવ ને થોડી કસક રહી ગયી કે મેં આમને કશુજ નથી આપ્યું.
કથા ના દોર માં બાપુ એ કહ્યું કે લોકો મને પૂછે છે કે રામ રાજ્ય ક્યારે આવશે મેં કહ્યું રામરાજ્ય શરુજ છે .22 મી જાન્યુઆરી એજ રામરાજ્ય આવી ગયું .ભલે આપણે કલયુગ માં જીવીયે પણ ત્રેતા નો પ્રારંભ થયી ચુક્યો છે.આજે રામરાજ્ય ની સાથે સાથે દરેક લોકો ના મસ્તક ઉપર કથા ના મુકુટ છે આનાથી વિશેષ રામરાજ્ય બીજું ક્યુ હોય શકે.શ્રવણ જ અમારા કાન ના મુકુટ છે. દરેક લોકો ઉપર ના સેના મુકુટ છે? બાપુ એ આગળ જણાવતા કહ્યું કે શાલીનતા. મર્યાદા ના,ભારતીયતા ના ,સનાતનધર્મ ના.હિન્દુસ્તાન ની જે વિશાળ વિચારધારા છે એવા મુકુટ અમારા મસ્તક ઉપર છે.ભગવાન મહાદેવ ના મસ્તક ઉપર જે જટા રૂપી મુકુટ છે એવી ગંગાધાર રૂપી મુકુટ આજ અમારા સંસાર માં છે .આનાથી વિશેસ રામરાજ્ય ક્યુ હોય શકે?
પૂજય બાપુએ કથા આગળ વધારતા કહ્યું કે અમારી કથા સાર્વજનિક છે કોઈ ભીડ થી અમારે કોઈ લેવા દેવા નથી અમારી કથા દરેક શ્રવણ શ્રોતાઓ માટે છે કથા નિરંતર છે.અપાર છે.કથા માં ક્યારેય વેરી ની ચર્ચા કુકર્મ ની ચર્ચા ના કરવી. સદભાવનારૂપી કથા કહેવી.પુજય બાપુ એ મહર્ષિ વાલ્મિકી દ્વારા કહેવાય કથા ના સ્વરૂપો વર્ણવ્યા.
કથા ના અંત પૂજય બાપુ એ શિવ કથા થી પ્રારંભ કરતા કહ્યું કે કે કથા પ્રથમ શિવ મહાપુરાણ થીજ કથા શરુ થાય છે
No comments