શ્રી વૈષ્ણવ સાધુ સમાજ સાવરકુંડલા તાલુકાની પરીચય પુસ્તિકા
નુ વિમોચન
શ્રી વૈષ્ણવ સાધુ સમાજ સાવરકુંડલા તાલુકાની પરીચય પુસ્તિકા નુ વિમોચન તારીખ ૨૩/૦૨/૨૦૨૪
શુક્રવાર ના રોજ સેજંળ ધામ મા શ્રી ધ્યાન સ્વામી બાપા એવોર્ડ નો કાર્યક્રમ અંતર્ગત વિશ્ર્વ વંદનીય સંત પુ.શ્રી મોરારીબાપુ ની પાવન
નિશ્રામાં માં તેમના વરદહસ્તે સાવરકુંડલા શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પુસ્તિકા નું વિમોચન
કરવામા આવ્યુ આ પ્રસંગે પુ.શેરનાથ બાપુ,પુ.મુકતાનંદબાપુ પુ. વલકુબાપુ,પુ. વિજયદાસબાપુ તેમજ સાવરકુંડલા તાલુકાના
વૈષ્ણવ સાધુ સમાજ ની કમીટીના તમામ સભ્યો તેમજ બહોળી સંખ્યામાં સાધુ સમાજ ની પણ ઉપસ્થિતિ રહી હતી
આ પરીચય પુસ્તિકા બનાવવા નો ઉદ્દેશય આપણા સમાજ ને એક બીજા સાથે જોડવા તેમજ સંગઠીત
કરી ને આપડા સમાજ ને તમામ પાસાઓ થી મજબૂત બનાવવા માટે નો માટે એક વિનમ્ર પ્રયાસ છે.પરીચય પુસ્તિકા બનાવવા માટે નો વિચાર
અને અને પ્રેરણા સમાજ માટે કયક કરવાની ભાવના હૃદય મા ઘણા સમય થી હતી એ ભાવના ને વીચારો નો અમલ મુક્યો જેમાં મહેશ ભાઈ
ગોંડલીયા, પ્રવીણભાઈ હરીયાણી,ગોપાલબાપુ દાણીધારીયા, ઘનશ્યામભાઈ ગોંડલીયા નલીનભાઇ દાણીધારીયા, સહદેવભાઇ હરીયાણી, ના સમાજ પ્રત્યે ની ઉત્તમ ભાવના નું પરિણામ તેમજ અથાગ પ્રયત્નો થકી સિદ્ધિને સાંપડી
છે.
સાવરકુંડલા તાલુકા મા વૈષ્ણવ સાધુ (વૈ.બા.)
સમાજ ની મીટીંગ તારીખ ૭/૧/૨૦૨૪ રવિવારે માનવ મંદિર સાવરકુંડલા ભક્તિ બાપુ ની ઉપસ્થિતિ
મા યોજાય હતી જેમા સમગ્ર તાલુકા ના ગામડે ગામડે થી તેમજ સાવરકુંડલા શહેર માથી લગભગ ૨૦૦ જેટલા સભ્યો એ હાજરી
આપી હતી .આ મીટીંગ નો ખાસ એક ઉદ્દેશય એ હતો કે સાવરકુંડલા તાલુકાના વૈષ્ણવ સાધુ (વૈ.બા.)
સમાજ ની પરીચય પુસ્તિકા બનાવવા મા આવે.જેના થકી આપણા સમાજ જે એકબીજા થી જે અપરિચિતતા
ના ભાવો ઉત્પન્ન થયા છે એ નજીક આવે એક ઉર્જા નો માહોલ ઉત્પન્ન થાય એકબીજા થી નજીક આવીયે
આ મિટિંગ માં એવું નક્કી કરવા માં આવ્યું પરીચય પુસ્તિકા માટે તાલુકા માં આપણા મા કેટલા સાધુ સમાજ ના ઘર છે એનો પ્રથમ એક અભ્યાસ કરવો પડે.એ માટે મહેશભાઈ ગોંડલીયા ચીખલી. પ્રવિણભાઇ હરીયાણી ભંમર.ગોપાલબાપુદાણીધારીયાવનાળા આશ્રમ.ઘનશયામભાઇ ગોંડલીયા ખડસલી.
નલીનભાઇ દાણીધારીયા આંબરડી તેમજ સહદેવ ભાઇ હરીયાણી ચીખલી. છેલ્લા ચાર મહીના થી
સમગ્ર તાલાકુ ના ગામડે ગામડે જય ને સર્વે કરતા હતા. ખાસ વાત એ છે
કે આ સમગ્ર સેવાભાવી લોકો પોતાનુ જમવા માટે
ઘરે થી ટીફીન સાથે લયને જતા. જે ખરેખર સાચી સમાજ સેવા કહેવાય
અંતે સાવરકુંડલા ખાતે મીટીંગ બોલાવી જેમાં એક કમીટીની રચના કરવા મા આવી. કમીટીની
રચના ની સારી બાબત એ છે કે સમગ્ર તાલુકા માથી
અલગ અલગ વિસ્તાર પ્રમાણે સભ્યો ની વરણી થયી .જેમાં કહી શકાય કે યુવાન સભ્યો અને પારદર્શક વહીવટી કમીટી ની રચના કરવા મા આવી અને જે કાર્ય વિશાળ હતું
જે ઉદ્દેશય હતો તેને સાર્થક કરી બતાવ્યો
અહેવાલ:કેતનભાઈ હરીયાણી સાવરકુંડલા
No comments