તા:24.02.2024
અયોધ્યાના તીર્થ ક્ષેત્ર પુરમમાં આજથી પૂજયશ્રી મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થઇ ચૂક્યો છે.
રામલલાના અભિષેક બાદ તેઓ શ્રી રામ કથા કહેવા માટે શ્રી ધામ અયોધ્યા તીર્થ ક્ષેત્ર પુરમ, મણિ પર્વત ખાતે આવ્યા હતા.આંતરરાષ્ટ્રીય શ્રી રામકથા થકી પ્રસિદ્ધિ મેળવનાર પૂજય શ્રી મોરારી બાપુએ જણાવ્યું હતું કે હું "શ્રીરામ"ને જ શ્રી રામ કથા કહેવા અયોધ્યા આવ્યો છું. . અને તમે કહો છો કે 14 વર્ષના બાળક માટે 14 કલાક જાગતા રહેવું યોગ્ય નથી. તેથી હું તેમને 9 દિવસમાં લોરી ગાઈ ને સુવડાવીસ.
પૂજ્ય બાપુ. એ કહ્યું કે અયોધ્યાના રામ મંદિરની સાથે આ રાષ્ટ્રનું પણ મંદિર છે. સાહેબ, દુનિયામાં ઘણા મંદિરો છે પરંતુ તેમના જન્મસ્થળ પર ભગવાન શ્રી રામનું એક જ મંદિર છે. હું 65 વર્ષથી શ્રી રામ કથા ગાઈ રહ્યો છું અને અયોધ્યામાં આ મારી સાતમી કથા છે. અગાઉ મેં છ રામ કથાઓ કહી હતી.અને વર્તમાન માં ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા પછી આ મારી સાતમી રામકથા છે. મારું સૌભાગ્ય છે કે શ્રી રામચરિતમાનસમાં સાત કાંડ છે અને તેની સાથે મંત્રોમાંથી
રામચરિતમાનસની રચના થઈ છે. અને હું પણ ભાગ્યશાળી છું કે 65 વર્ષથી જેમની કથા ગવાય છે તેવા આપણા રામ જ્યારે તેમની જન્મભૂમિ પર બિરાજમાન થયા છે ત્યારે મને સાતમી કથા કહેવાનું સૌભાગ્ય મળ્યું.
વિષ્ણુના 10 અવતારોમાં ભગવાન શ્રી રામનો સાતમો અવતાર છે અને અયોધ્યા ધામમાં સાતમી કથામાં - બાપુ
પૂજ્ય બાપુ એ.કહ્યું કે હું મારી જાતને સૌભાગ્યશાળી
માનું છું કારણ કે ભગવાન વિષ્ણુના 10 અવતારોમાં તે ભગવાન શ્રી રામનો સાતમો અવતાર છે અને એ સાતમી કથા હું અયોધ્યા ધામમાં કહી રહ્યો છું.
કથાના આરંભે પૂજ્ય બાપુ. કે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કારણ કે ભગવાન વિષ્ણુના 10 અવતારોમાં તે ભગવાન શ્રી રામનો સાતમો અવતાર છે અને સાતમી કથા હું અયોધ્યા ધામમાં કહી રહ્યો છું. કથાના પ્રારંભે મુરારી બાપુએ કહ્યું કે અયોધ્યાનું મંદિર ભવ્ય રીતે બની રહ્યું છે, તે નિયમ પ્રમાણે બની રહ્યું છે, હું ગઈકાલે આવ્યો છું, મને સંધ્યા આરતી અને મંગળા આરતી બંને સમયે દિવ્ય ભવ્ય મંદિરના દર્શન કરવાનો લ્હાવો મળ્યો હતો. દિવ્ય મંદિર જોઈને હું ભાવવિભોર થયી ગયો મને ગર્વ છે આ કામ આપણા યસ્સવી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે શક્ય બન્યું છે.
ભગવાન શ્રી રામના નામનો જાપ કરવાથી તમામ સિદ્ધિઓ સુલભ બની જાય છે - બાપુ
બાપુએ વધુમાં જણાવ્યું હતું કે 2 વર્ષમાં ટ્રસ્ટે એક ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું અને તેને શ્રી રામના ભક્તોને સમર્પિત કર્યું. તેમણે કહ્યું કે ભગવાન શ્રી રામના નામનો જાપ કરવાથી તમામ સિદ્ધિઓ સુલભ બની જાય છે, હું શ્રીધામ અયોધ્યામાં ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપનું વર્ણન કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ પ્રસંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાય સહિત સેંકડો સંત મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
જો મહેનતુ માણસો ન હોત તો મંદિર આટલી ઝડપથી ન નિર્માણ પામેલ નાં હોત – બાપુ
તેમણે કહ્યું કે મંદિર બનાવવા માટે ઘણી આહુતિઓ લાગી હસે . મંદિર નિર્માણ માં ઘણા મહેનતુ લોકો છે. જેમણે અલ્પ સમયમાં મંદિરનું નિર્માણ કરાવ્યું.સવારે દર્શન કર્યા ત્યારે મને અહીં- તહીં પથ્થરો પડેલા જોવા મળ્યા. મેં વિચાર્યું કે આ પથ્થર ક્યાં મૂકવામાં આવશે, કેવી રીતે મૂકવામાં આવશે, કોણ મૂકશે, સુનિશ્ચિત કેવી રીતે કરવામાં આવશે, પછી મેં વિચાર્યું કે જો મહેનત કરનાર લોકો ન હોત તો મંદિર આટલું જલ્દી બન્યું ન હોત.પૂજ્ય બાપુ.
શૈલેશ.બી.કાપડી. રાજકોટ(સંપાદક:સાધુવંદના.ઈ.બૂક).
No comments