સેંજળ મુકામે હનુમાનજી મહારાજ ની અદભુત મૂર્તિનું પ્રાણપ્રતિષ્ઠા કરાયી
સંત અને સતપુરૂષ દ્વારા જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એ મૂર્તિના પ્રભાવથી
જ એ સ્થળ તીર્થ બને છે. સંતના શરીરના શુદ્ધભાવથી તથા પરમાણુઓથી તીર્થ પવિત્ર બને છે.
તીર્થ પણ એ જ છે કે જયાં ભગવાનનો અવતાર ચરિત થયો હોય. કોઈ અત્યંત પ્રભાવશાળી સંતના
કરકમળ દ્વારા શ્રીવિગ્રહનું પ્રાણ પ્રતિષ્ઠાન થયુ છે તેવા દેવાલયોમાં દેવી-દેવતાઓનો
પ્રભાવ ચિરકાલ સુધી વ્યાપ્ત રહે છે. આપણે અનુભવ કરીએ કે ન કરીએ. આપણને તેના પ્રભાવથી
પવિત્રતા મળે જ છે. પ્રાણ પ્રતિષ્ઠા થયેલા પ્રભુની કે માતાજીની મૂર્તિ એ તેમનું અવતાર
શરીર છે. એ નથી માયાવી કે નથી પંચ ભૌતિક. તેમાં સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરોના ભેદ પણ નથી હોતો.
મૂર્તિરૂપી ભગવાનના અવતારના સમયે તેમના શરીરના બાલ્ય, કૌમારીદ રૂપોમાં પરિવર્તન નથી થતું, તેમનું તો પ્રત્યેક રૂપ નિત્ય છે.
આથી જ રામ કૃષ્ણ કે માતાજીની મૂર્તિઓ સોળ વર્ષની ઉંમરની જ રહે છે.
સેંજળધામ આ સદીનું ભવ્ય તીર્થધામ બની ગયુ
છે ત્યારે સમાજના લોકોને તીર્થધામ વિશે અને તેની માન - મર્યાદા વિશે જાણકારી હોવી જરૂરી
છે. હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે તીર્થધામ એ મનોરંજન સ્થળ નથી.આપણી એક અદ્યાત્મિકતા
નું અનુંસ્થાન અને પરમ શાંતિનું પ્રતીક હોય છે ત્યારે આજ તારીખ 22/02/2024 ના રોજ વિશ્વવંદનીય પુજય શ્રી મોરારીબાપુ ના કરકમલો દ્વારા
શ્રી હનુમાનજી મહારાજ ની અદભુત મૂર્તિનું પ્રાણપ્રતિષ્ઠા કરાયી હતી
No comments