વિચરતી વિમુક્ત જાતિ પ્રમાણપત્ર
આપવા બાબત
ગુજરાત સામાજિક સ્થાઇ અને અધિકારિતા વિભાગ
સચિવાલય, ગાંધીનગર
વંચાણે લીધા
ઠરાવ ક્રમાંક: સ.પ.સ /122016/620981/અ
24 OCT 2017
(1) શિક્ષણ અને મજૂરખાતા નો ઠરાવ ક્રમાંક:D /.N.T./N.T.W.2062.C/505/G.30/03/1963
(2) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો
ઠરાવક્રમાંક:સ.શ પ /1107/1440/અ .તા:2/2/2008
(3) સમાજિક ન્યાય અને આધકારીતા વિભાગનો
ઠરાવક્રમાંક:મકમ /112013/29855/અ તા:2015
(4) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો
ઠરાવ ક્રમાંક: સશપ /1109/1963/અ .તા:27/04/2010
પ્રસ્તાવના:
વંચાણે લીધેલ ક્રમાંક (૧) હેઠળતા:.30/03/1963ના ઠરાવ થી ગુજરાત સરકારે .1/04/1963 થી અમલમાં આવે તે રીતે સમગ્ર ગુજરાત રાજ્ય માટે વિમુક્ત જાતિઓ (Denotified Tribes) અને વિચરતી જાતિઓ (Nomadic Tribes) ની યાદીઓ જાહેર કરેલ છે. તા.1/04/1978થી ગુજરાતમાં સમાજિક અને શૈક્ષણિક
રીતે પછાત વર્ગોની યાદી શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓ માં અનામતના હેતુ માટે
જાહેર કરવામાં આવી હતી અલબત્ત વિચરતી અને વિમુક્ત જાતિઓની યાદીઓ તો ભૂતપૂર્વ મુંબઇ
રાજ્ય વખતથી અમલમાં હતી અને શૈ ક્ષણિક અને કલ્યાણકારી યોજનાઓનો લાભ તેમને મળતો હતો.
પરંતુ તા.1/04/1978 થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત
વર્ગોની યાદી ગુજરાતમા જાહેર થતા ૨૮ વિચરતી અને ૧૨ વિમુક્ત જાતિઓને અનામતના લાભ માટે
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની જાતિઓમાં ભેળવીને 82 જાતિઓની યાદી બનાવવામાં આવી હતી. જો કે આ 40 જાતિઓ પૈકી કેટલીક જાતિઓ અનુસુચિત જાતિઓ અનુસુચિત જનજાતિઓમાં
ઉમેરેલી છે. આમ સને 1978 થી વિચરતી વિમુક્ત જાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે
પછાત વર્ગોનું નવું નામ મળ્યું અને તે રીતે રાજ્ય સરકાર હેઠળ સરકારી નોકરીઓમાં અનામતના
લાભ મળવાના શરૂ થયા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સન ૧૮૯૫ સુધી આ વિચરતી -વિમુક્ત
જાતિઓને મેડિકલ /ઇજનેરી અભ્યાશ ક્રમો માટે
અનુસુચિત જનજાતિના (Scheduled Tribes)ક્વોટા માંજ અથવા તેમાંથી અનુસૂચિત જનજાતિ ઉમેદવારો દ્વારા
બેઠકો ભરાઇ ગયા પછી વિચરતી-વિમુક્ત જાતિઓના
ઉમેદવારો ભરવામાં આવતા હતા. આમ ઉપરોક્ત સ્થિતિએ તા.01/04/1978 પહેલાં
સન 1995 સુધી એક યા બીજા લાભ માટે વિચરતી અને વિમુક્ત જાતિના ઉમેદવારો ને જાતિ પ્રમાણપત્રો આપવા જરૂરી હતા તા:01/04/1978
થી ગુજરાતમાં અનામત હેતુ માટે વિચરતી અનેવિમુક્ત જાતિઓ મહદ અંશે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનો ભાગ બનતા સને 1995 થીશૈક્ષણિક સંસ્થાઓ માં વિચરતી અને
વિમુક્ત જાતિઓને અનુસુચિત જનજાતિની બચેલી બેઠકો નો લાભ આપવાનું બંધ થતા વિચરતી અને વિમુક્ત જાતિઓને અલગથી
જાતિ પ્રમાણપત્ર આપવામાં આવતા નથી, તેવી રજૂઆતો થતી આવી છે. અલબત્ત
આ જાતિઓને પ્રમાણપત્રો આપવામાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા
વિભાગે વંચાણે લીધેલા ક્રમાંક (૨) આગળના તા:6/02/2008ના
ઠરાવ થી પુનઃ સુચનાઓ બહાર પાડી હતી. અંત્રે
એ પણ ઉલ્લેખનીય છે કે, વંચાણે લીધેલા ક્રમાંક (1) આગળના તા.02/02/2015 ના ઠરાવથી ગુજરાત સરકારે ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમની રચના
કરીને આ નિગમ દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે ધિરાણ સહિતની વિવિધ કલ્યાણકારી
પ્રવૃત્તિઓ હાથ ધરી છે તેથી પણ મહદ અંશે આ
જાતિઓ મોટે ભાગે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીઓનો હિસ્સો હોવા છતાં,
વિચરતી અને વિમુક્ત જાતિ તરીકે અલગથી પ્રમાણપત્રો મેળવવા જરૂરી બન્યા
છે.
ઉપરોક્ત પરીસ્થિતિના કારણે વિચરતી અને વિમુક્ત જાતિઓને અલગથી જાતિ પ્રમાણપત્રો
અને જરૂર જણાય ત્યાં અલગથી આવકના પ્રમાણપત્રો પણ મેળવવામાં પડતી મુશ્કેલીઓના નિવારણની
બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે સરકાર નીચે મુજાબ ઠરાવે છે.
ઠરાવ
૧. વંચાણે લીધેલ ક્રમાંક (૨) આગળના તા.૬/૨/૨૦૦૮ના
ઠરાવથી અગાઉ વિચરતી અને વિમુક્ત જાતિઓને જાતિ પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત કરેલા અધિકારીઓનો
પુનરોચ્ચાર કરવામાં આવે છે.
જે નીચે મુજબ છે,
૧. કલેકટરશ્રી/ મદદનીશ કલેકટરશ્રી/ નાયબ કલેકટરશ્રી
. જિલ્લા વિકાસ અધિકારીશ્રી/ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી
3. મામલતદારશ્રી
૪. તાલુકા વિકાસ અધિકારીશ્રી
૫. જિલ્લા નાયબ નિયામક (વિકસતી જાતિ)/ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિકસતી જાતિ)
૨. આ હરાવ સાથે જોડેલ પરિશિષ્ટ ક અને ખ માં દર્શાવેલ ૧૨ વિમુક્ત જાતિઓ અને ૨૮ વિચરતી
જાતિઓ પૈકી જે જાતિઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં પણ સમાવિષ્ટ છે તે જાતિઓ
અનામતના હેતુ માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો નું જાતિ પ્રમાણપત્ર માંગે
તો સક્ષમ અધિકારીઓએ તે આપવાનું રહેશે અને અન્ય કોઈ લાભ માટે અથવા ફક્ત દરજ્જા માટે
તો પણ 40 જાતિઓ વિચરતી-વિમુક્ત
જાતિનું પ્રમાણપત્ર ગુજરાતી કે અંગ્રેજી ભાષા
માં માંગે તો સક્ષમ અધિકારીઓએ આપવાનું રહેશે
૩. વિચરતી જાતિ યાદી ક્રમાંક : ૧ આગંળ બજાણીયા
જાતિ દર્શાવી છે. જેના પર્યાય તરીકે “બાજીગર, નટ બજાણીયા
જાતિ બતાવી છે. બક્ષી કમિશને તેના અહેવાલમાં પણ નટ લોકોએ નટડા પણ કહેવામાં આવે છે. તેઓ નટ, બજાણીયા કે બાજીગર તરીકે પણ ઓળખાય છે " તેવું નોંધેલ
છે. જેથી બજાણીયા, બાજીગર, નટ બજાણીયા, નટ, નટડાને વિચરતી જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
૪. વિચરતી જાતિની યાદીમાં ક્રમાંક, ૫ આગળ નાથ- જાતિને દર્શાવી છે. તેની સામે નાથ બાવા જાતિ પર્યાયવચી જાતિ બતાવી છે. ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે
પછાત વર્ગોની યાદીમાં ક્રમાંક :૪૪ આગળ મદારી, નાથ અને ભરથરી જાતિ સમૂહોને એકબીજાના પર્યાયવાચી શબ્દો તરીકે પણ દર્શાવેલ છે. સામાજિક
અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદી ક્રમાંક ૭ આગળ બાવા,વૈરાગી
બાવા,
વગેરે જાતિઓમાં પણ ભરથરી જાતિને પર્યાયવાચી શબ્દ તરીકે
દર્શાવેલી છે. આ સંજોગીમાં જે બાવા.
વૈરાગી આવા કે નાથ બાવાના રેકર્ડમાં -ભરથરી જાતિનો ઉલ્લેખ
કરેલો હોય તો બાવા કે નાથ બાવાના
ભાગ તરીકે "ભરથરી " તરીકે પણ વિચરતી જાતિનું
પ્રમાણપત્ર આપવાનું રહેશે.
૫. વિચરતી જાતિની યાદીમાં ક્રમાંક ૯ આગળ -વાદી જાતિનો ઉલ્લેખ છે. “વાદી"ના
પર્યાય તરીકે "જોગી વાદી" શબ્દ પણ દર્શાવવામાં આવ્યો છે. હકીકતમાં
"વાદી" "જોગી વાદી" અને "મદારી- જાતિ એક જ સમૂહ માટે વપરાતો
શબ્દ છે, છતાં પણ જે "વાદી" કે જોગી વાદી" ના શાળાના
રેકડમાં "મદારી" જાતિનો ઉલ્લેબ હોય તો તેમને વિચરતી અને વિમુક્ત જાતિના પ્રમાણપત્રો
આપવામાં આવતા નથી. હકીકતમાં "વાદી" અને "મદારી" એક જ જાતિ સમૂહ
માટે વપરાતા શબ્દો છે. ન્યાયમૂર્તિ એ.આર.બક્ષી કમિશનના અહેવાલમાં પણ મદારી- જાતિને
વિચરતી જાતિ તરીકે દર્શાવી છે. આ સંજોગોમાં સ્પષ્ટતામાં કરવામાં આવે છે કે "વાદી"
કે જોગી વાદી"ના રેકર્ડમાં "મદારી" જાતિની નોંધ હોય તો તેમને
"મદારી" તરીકે વિચરતી જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
6. વિચરતી જાતિ યાદી ક્રમાંક: ૧૨ આગળ
"ભવૈયા" છે જેની પર્યાયવાચી જાતિ તરીકે "તરગાળા" જાતિ બતાવી છે.
ન્યાયમૂર્તિ એ.આર.બક્ષી કમિશને તેમના અહેવાલમાં પણ નોંધ્યું છે કે "તરગાળા"
ને ભવૈયા તેમજ નાયક, ભોજક પણ કહેવામાં આવે છે. જેથી તરગાળા, ભવૈયા, ભવાયા. નાયક, ભૌજક ને પણ વિચરતી જાતિનું પ્રમાણપત્ર
આપી શકાશે.
૭. વિચરતી જાતિયોની યાદી પૈકી ક્રમાંક- ૧૪ કાગળ માં દર્શાવેલ “મારવાડા વાઘરી" કે જેને "મારવાડા"
તરીકે પર્યાવાચી શબ્દનો ઉલ્લેખ કરેલો છે. આ
જાતિના લોકોને વિચરતી જાતિ તરીક પ્રમાણપત્રો મેળવવા માટે મુશ્કેલી પડે છે કારણ કે "મારવાડા વાઘરી"કે મારવાડી જાતિ મૂળભૂત
રીતે બાવરી જાતિ છે. જે મૂળ રાજસ્થાનમાથી આવીને ગુજરાતમાં કાયમી સ્થાયી થયેલ છે આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવે છે .ન્યાયપૂર્તિ
એ આર બક્ષી કમિશને તેમના એહવાલ માં કરેલી જ
છે. તેથી એવું સ્પષ્ટતા કરવામાં આવે છે કે “મારવાડા વાઘરી" કે "મારવાડા"
ને બદલે શાળા કે અન્ય રેકર્ડ માં બાવરી જાતિની નોંધ કે ઉલ્લેખ હોય તો બાવરી તરીકે અથવા
"મારવાડા વાઘરી"અથવા મારવાડા તરીકે વિચારતી જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશે
.
૮ વિચરતી જાતિની યાદીઓ પૈકી ક્રમાંક ૨૦ આગળ "વણઝારા(શીનાંગવાળા અને કાંગસી
વાળા ) દર્શાવેલ છે. પરંતુ સામાન્ય રીતે કોઇ ના રેકર્ડમાં શિનાંગવાળા કે કાંગસીવાળાનો
ઉલ્લેખ હોતો નથી તેથી પ્રમાણપત્રો મેળવવામાં મુશ્કેલી પડે છે, તેથી વણઝારા લખેલ હોય તો પણ વિચરતી જાતિનું પ્રમાણપત્ર
આપવાનું રહેશે. ન્યાયમૂર્તિ એ.આર. બક્ષી કમિશને પણ વણઝારા જાતિને વિચરતી જાતિ દર્શાવેલ છે. સામાજિક અને શૈક્ષણિક
રીતે પછાત વર્ગોની યાદી ક્રમાંક ૭૯ આગળ આ પર્યાયવાચી શબ્દ દર્શાવેલ છે.
૮. વિચરતી જાતિની યાદીઓ પૈકી ક્રમાંક ૨) ઉપર ગાડલીયા" જાતિ દર્શાવેલ છે જેના
પર્યાય તરીકે "ગાડી લુહારીયા" બતાવી છે. સૌરાષ્ટ્રની પછાત કોમોમાં ગાડલીયા
જાતિનું જે વર્ણન છે, તેમાં "લુહારીયા"નો ઉલ્લેખ
છે. જેથી રેકડમાં ગાડલીયા, ગાડી લુહારીયા, લુવારીયા, લુહગરીયા હોય તો તે મુજબ વિચરતી જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
૧૦. વિચરતી અને વિમુક્ત જાતિઓમાં મોટા ભાગની જાતિઓ આજની સ્થિતિએ પણ રખડતું ભટકતું
જીવન ગુજારે છે. ફરજિયાત પ્રાથમિક શિક્ષણ ધારો હોવા છતાં પણ તેમનાં બાળકો આજે પણ શાળામાં
જતાં નથી. સતત ભટકતા જીવનના કારણે આવી જાતિઓ પાસે ઘણા ઓછા કિસ્સાઓમાં રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ
કે અન્ય સરકારી આધારો ઉપલબ્ધ હોય છે, તે સંજોગો માં આવી જાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગી તરીકે કે વિચરતી
અને વિમુક્ત જાતિના જાતિ પ્રમાણપત્રો આપવા માટે વિદ્યાર્થી ઉમેદવાર ના શાળા છોડયાના પ્રમાણપત્રો ઉપરાંત પિતા/વાલી/વડવાઓના રેકર્ડની
આગ્રહ રાખવામાં આવે તો આવી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી પણ છેવાડાની
અતિ પછાત જાતિઓને પ્રમાણપત્રો આપવા મુશ્કેલ જ નહિ અશક્ય બની જાય છે. તેથી આવા લોકોની
મુશ્કેલી દૂર કરવા માટે સક્ષમ સત્તાધિકારીઓએ જરૂર જણાય ત્યાં સ્થળ નિરીક્ષણ કરી તેમની
ભાષા રહેણીકરણી,ખાનપાન વગેરેનું પંચનામું કરી. ફોટા
પાડી જાતિ પ્રમાણપત્રી આપવાની તજવીજ કરવી. કલ્યાણકારી યોજનાઓનાહેતુ માટે નિશાને જતા વિદ્યાર્થીઓના રેકર્ડના આધારે પણ
પિતા વાલીને જાતિ પ્રમાણપત્ર આપવાની તજવીજ કરવી. સર્વોચ્ચ અદાલતે એક ચુકાદામાં એટલે
કે બાપૂરાવ
વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારના ચૂકાદામાં સક્ષમ અધિકારીઓએ સામેથી સક્રિય થયીને જે તે ઉમદવારને જરૂરી માર્ગદર્શન આપીને જાતિ બાબતે
નિર્ણય લેવા નિર્દેશ કરેલ છે.
વધુમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવે છે કે આ ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત
વર્ગોની યાદીમાં કે વિચરતી-વિમુક્ત જાતિની યાદીમાં કોઇ નવી જાતિનો ઉમેરો થતો નથી. પરંતુ
હયાત યાદી પૈકીની જાતિઓને વિચરતી-વિમુક્ત જાતિના જાતિ પ્રમાણપત્રી મેળવવામાં મુશ્કેલી
ન પડે (Hardship) અને ખૂટતી કડીની પૂર્તતા થાય અને
રહી ગયેલા પર્યાયવાચી શબ્દો ઉમેરાય તે
હેતુથી આ ઠરાવ બહાર પાડવામાં આવે છે. ઉપરોક્ત સ્પષ્ટતા/સુધારણાના પરિણામે બનતી
વિમુક્ત-વિચરતી જાતિની અદ્યતન યાદી આ સાથે જોડેલા પરિશિષ્ટ-ક અને ખ પ્રમાણે રહેશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
(કે.જી.વણઝારા)
અધિક સચિવ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
ક્રમ |
જાતિ |
પર્યાય અને કૌસ sebc
યાદી નો ક્રમ |
1 |
બજાણિયા |
બાજીગર,નટ,બજાણિયા,નટ,નાટ્દા, નટડા,(53) |
2 |
ભાંડ |
|
3 |
ગારુડી (sc) |
|
4 |
કાથોડી(s.t) |
કતકરી |
5 |
નાથ |
નાથ બાવા ,ભરથરી (44) |
6 |
કોટવાળિયા (st) |
|
7 |
તૂરી |
|
8 |
વિટોળિયા (s.t) |
|
9 |
વાદી |
જોગી,વાદી,મદારી (44) |
10 |
વાસ્ફોડા |
|
11 |
બાવા વૈરાગી |
|
12 |
ભવાઇયા |
તરગાળા,ભવાયા,નાયક,ભોજક,(71) |
13 |
ગરો (s.c.) |
ગરોડા |
14 |
મારવાડા વાઘરી |
મારવાડા બાવરી.(6) |
15 |
ઓડ |
|
16 |
પારધી (s.t) |
પારાધી |
17 |
રાવળીયા |
રાવળ,રાવળ
યોગી |
18 |
શિકલીગર |
|
19 |
સરાણિયા |
|
20 |
વણઝારા (શિનંગવાળા.કાંગસીવાળા) |
વણઝારા(79) |
21 |
જોગી |
|
22 |
ભોપા |
|
23 |
ગાડલિયા |
ગાડી લુહારિયા ,લુવારિયા
,લુહારિયા ,(23) |
24 |
કાંગસિયા |
|
25 |
ઘંટીયા |
|
26 |
ચામઠા |
નટડા |
27 |
ચારણ ગઢવી |
|
28 |
સલાટ ઘેરા |
|
No comments