રામકથા માનસરામમંદિર 932
ઉત્તરપ્રદેશ અયોધ્યા તીર્થક્ષેત્ર રામમંદિર નાં પાવન નીશ્રા માં રામકથા માનસરામમંદિર 932 ની કથા પ્રેમયજ્ઞનો આજે બીજા દિવસે
વિદ્વિદ ક્ષેત્રો માંથી પધારેલ અતિથિગણો સંતો મહંતો આચાર્ય ગણો અને વિશાળ સંખ્યા માં શ્રોતાગણ ની ઉપસ્થિતિ માં પૂજ્ય બાપૂ એ કથા નો દોર આગળ વધારતા. રામમંદિર ન્યાસ કમિટી ને વીનમ્ર ભાવે નિવેદન કરતા કહ્યું કે એકાદો ખૂણો મારા તુલસીદાસજી માટે પણ રાખજો...
બાપુએ કથા નો દોર આગળ વધારતા કહ્યું કે ગયી કાલ ની કથા અનુસંધાને મને કેટલાક પ્રશ્નો આવ્યા તેમાનો એક પ્રશ્ન હતો કે આ મંદિર માનસ રામમંદિર છે?ત્યારે બાપુ એ કહ્યું હું આપને પૂછું છું શું આપને કોઈ સંદેહ છે ? આ જંગમ રામમંદિર છે ,રામચરિત ત્રિભુવન માં ફરતી રહે છે.રામચરિત માનસ નું પ્રત્યેક સોપાન રામમંદિર છે,બાલકાંડ ભગવાન રામનું બાલમંદિર છે. "બાલચરિત અતિ સરળ સુહાયે શારદ સેસ શંભુ સ્તુતિ સુહાયે".ભગવાને શ્રીરામે કદી અભદ્ર વાણી ઉચ્ચારિત નથી કરી તે તુલસીદાસજી કૃત સ્તુતિ દ્વારા કહેવામાં આવ્યું છે.
પૂજય બાપુ એ નિવેદન કરતા કહ્યું યદિ આપને અભદ્ર વાણી શોક,રીસ, હોય તો ઘરમાં એક અલગ થી કમરો બનાવો જોઈએ.અમારા પૂર્વજો તેમજ સમ્રાટો દ્વારા ખુબજ સુંદર વ્યવસ્થા કરવા માં આવી હતી કે ઘરમાં એક અલગ થી કોપ ભવન બનાવવા માં આવતા .જેથી જયારે ગુસ્સો આવે,રડવું આવે ,રીસ આવે કોઈ દુશ્મન પ્રત્યે બદલો લેવા ની પ્રબળ ઈચ્છા આવે ત્યારે કોપ ભવન માં જવું.આપણે પણ આપણા હૃદય માં એક એવો ખૂણો રાખવો જોઈયે જ્યાં તમે રોઈ શકો, ગુસ્સો કરી શકીયે, રીસ કરી શકીયે
પૂજય બાપુ આગળ જણાવતા કહ્યું કે કોઈ એવી એક જગ્યા બનાવો.પુરા ઘરમાં આ વસ્તુ વ્યાપ્ત ના થયી જાય એટલે આ વસ્તુ નું ધ્યાન રાખો. નકારાત્મક તત્વો માં ઉર્જા બહુજ હોય છે.એક બુદ્ધ પુરુષ પાસે આપને સુ સારું લાગે છે ?એમની પાસે એક પરમાણુ હોય છે એક મહેક હોય છે.એક સ્મેલ હોય છે.એક ખુશ્બુ હોય છે.બુદ્ધ પુરુષ આવે ત્યારે,અઢળક ઉર્જા લાવે છે.હિલેરી કિલર નો દાખલો આપતા બાપુ એ કહ્યું કે હિલેરી કિલર ને કાન નહોતા બોલવા ની ક્ષમતા નહોતી છતાં પણ ઘ્રાણેન્દ્રિય દ્વારા ખુશ્બૂ દ્વારા એ ઓળખ પ્રાપ્ત કરી લેતી હતી.મેકરણદાદા ના સ્વાન નો દાખલો આપતા કહ્યું કે એક સ્વાન કોણ ભૂખ્યું છે કોણ તરસ્યું છે એની ખુશ્બૂ જો ઓળખી શકતો હોય તો અમારા ગુરુ નું સામર્થ્ય કેટલું હશે એટલા માટે કહ્યું કે ઘરમાં એક એવો કમરો જરૂર રાખો જેથી કરી નકારાત્મક ખુશ્બુ બહાર ના જાય.
કથા નો દોર આગળ વધારતા પૂજ્ય બાપુ એ યુવાનોને આહવાન કરતા કહ્યું કે યદિ સંગ કરવો તો કોઈ બુદ્ધ પુરુષ નો કરવો,વયોવૃદ્ધ નો સંગ કરવો જેમની કે પાસે સકારત્મક ઉર્જા હોય છે.કર્ણ નું ઉદાહરણ આપતા પૂજ્ય બાપુ એ કહ્યું કે કર્ણ એ દુર્યોધન નો સંગ કર્યો પતન થયું.માણસ નું પતન ચાર વસ્તુ થી થાય છે.પ્રમાદ,અજ્ઞાન,અભિમાન,અને કુસંગ કૈકયજી નું પૂજય બાપુ એ ઉદાહરણ આપતા મંથરા નો કુસંગ ની યાદ અપાવી.
મંદિર એટલે શું મંદિર ના પ્રકાર કેટલા પૂજ્ય બાપુ એ મંદિરો ની વ્યાખ્યા આપતા કહ્યું કે માનવ પણ એક મંદિર છે,દેહ પણ એક મંદિર છે ભારતદેશ પણ એક મંદિર છે.જ્યાં તમને ઉર્જા મળે એ પ્રત્યેક સ્થળ મંદિર છે માનસ રામમંદિર એક ભારત નું ઉર્જા મંદિર છે.પૂજય બાપુ એ મંદિરો વિષે વિશેસ થી વાર્તાલાપ કહેલ
કથા ના અંત માં શ્રોતા ઓ કેવા હોવા જોઈએ એ વાત ને શ્રોતાઓ સમક્ષ રજુ કરી હતી..
No comments