DMCA compliant image સાવરકુંડલાના માનવ મંદિરની મુલાકાત લઈ આશીર્વચન પાઠવતા મોરારિબાપુ - sadhuvandna

Header Ads

Breaking News

સાવરકુંડલાના માનવ મંદિરની મુલાકાત લઈ આશીર્વચન પાઠવતા મોરારિબાપુ

 

સાવરકુંડલાના માનવ મંદિરની મુલાકાત લઈ આશીર્વચન 

પાઠવતા મોરારિબાપુ





મોરારિબાપુ સાવરકુંડલા શહેરમાં ઉડીને આવ્યા એટલે કે સ્પેશિયલ હેલિકોપ્ટર લઈને આવ્યા અને સાવરકુંડલાથી પાંચ

કિલોમીટર દૂર આવેલા માનવ મંદિર આશ્રમની ખાસ મુલાકાત લીધી હતી.

માનવ મંદિર આશ્રમે મોરારિબાપુએ ભક્તિ બાપુ અને દિનુ બાપુના આગ્રહથી ખાસ ભોજન લીધું, એક કલાક આરામ કર્યો. ભક્તિ બાપુ તેમજ મોરારિબાપુ કે જે સંબંધમાં સગા મામા ફઈના ભાઈઓ થાય છે ત્યારે કેટલીક પારિવારિક અને અંગત પણ ચર્ચા અને વાતો કરી હતી.

માનવ મંદિરે ભોજન પ્રસાદની સેવામાં માનવ મંદિરના ખાસ સેવક ભુરાભાઈ વાળા, કનુભાઈ ચાવડા વાવેરાવાળા તેમજ રમેશભાઈ વાળા કોન્ટ્રાક્ટર સહિતના સેવકો જોડાયા હતા. આરામ કર્યા બાદ અન્ય કાર્યક્રમમાં જવા માટે ભક્તિ બાપુની જ ગાડીમાં વિદાય લીધી અને ભક્તિ બાપુને મોરારિબાપુ એ  ખાસ કહ્યું કે મને ખૂબ મજા આવી છે નિરંતર હવે હું આવતો રહીશ.

માનવ મંદિરે રખડતા ભટક્તા નિરાધાર મનોરોગીઓને વિના મૂલ્યે પુનર્જીવન પ્રાપ્ત

કરવાનો ભક્તિ બાપુ પ્રયાસ કરી રહ્યા છે. હાલ માનવ મંદિરમાં ચાર બાળકો છે. જેમાં તાજેતરમાં જ સવા વર્ષની દીકરીને ડુંગર પોલીસ મૂકી ગઈ તે દીકરીએ પણ મોંરારિબાપુના આશીર્વાદ લીધા. સોહમ નામનો ૧૪ વર્ષનો બાળક કે જેને પણ તેમનો પરિવારે નથી જોયો એમ કરીને મૂકી ગયા તેમણે પણ આશીર્વાદ લીધા હતા.


 

No comments