માધવીબેન હરીયાણી દ્વારા ટીશર્ટ
વિતરણ
દુનીઆમાં અનેક માણસો અજ્ઞાનતા, નિર્ધનતા, લાચારી, અને બિમારીથી
પીડાય છે, ખરાબ રૂઢિઓના
બંધનમાં જકડાય છે. અને એવી બીજી અનેક રીતે દુઃખી થાય છે. આવી આપત્તિઓ વખતે તેઓ ગભરાય
છે, મુઝાય છે, ને અકળાય
છે. તે પ્રસંગે જે અજ્ઞાન હોય તેને જ્ઞાનને પ્રકાશ આપ; ભૂખ્યાને
અન્ન, તૃષાતુરને જળ, વિદ્યાતુરને
વિદ્યા, ને વસ્ત્ર
વિનાનાંને વસ્ત્ર આપવાં, અનાથોના પાલક બની રક્ષણ કરવું; બિમારેની
સારવાર કરવી; દુઃખીઓને આશ્વાસન આપવું; રડતાંને
છાનાં રાખવા; અનેક પ્રકારના અન્યાય અને જુલમો દૂર કરી, નિર્બળ
અને રાંકને બચાવ કરવો; ભૂલેલાંને સાચો માર્ગ બતાવો; સમાજમાં
થતા અનાચાર, ટંટા, કલેશ, નિરાશા, વગેરે દૂર કરી, સર્વત્ર સદાચાર, પવિત્રતા, અને સુલેહશાંતિને પ્રચાર કરી આનંદ પ્રસરાવ; આ સર્વ
સામાજિક સેવાના સાચા માર્ગ છે.
સમાજસેવા એ ખરું જોતાં પિતાની જ સેવા છે; કેમકે તે
સેવાથી જેટલું બીજાનું કલ્યાણ થાય છે, તેના કરતાં વિશેષ પિતાનું કલ્યાણ થાય છે. આ કારણથી બીજાઓને
સુખી જેવાને જેઓને અભિલાષ હોય તેઓએ દુઃખોની તપાસ કરી, તે દૂર
કરવાના પ્રયત્ન કર્યાજ કરવા જોઈએ; અને સાર્વજનિક હિતને તેઓએ અભ્યાસ કરી સમાજનું કલ્યાણ કરવાનો
યથાશક્તિ પ્રયાસ કરવો જ જોઈએ.
શ્રી માધવીબેન હરીયાણી તેમજ ધારાબેન દ્વારા આજરોજ તા:7/01/2024 ને રવિવાર
ના રોજ ગરીબ બાળકો ને ટીશર્ટ વિતરણ કરવામાં આવ્યું શ્રી માધવીબેન ની ઉત્તમ સેવાર્થે
નું ભગીરથ કાર્ય ને સાધુવંદના પરિવાર ખુબખુબ અભિનંદન પાઠવે છે. આપ હંમેશા આટલા સુંદર
સેવાના ઉત્તમ કાર્યો કરતા રહો અને આપણે પ્રભુ પ્રેરણા મળતી રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના
No comments