DMCA compliant image શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદરનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો - sadhuvandna

Header Ads

Breaking News

શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદરનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો

 

શ્રી  વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદરનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો





પોરબંદર જિલ્લા માં વૈષ્ણવ સાધુ સમાજ (વૈ.બા)ના અનેક પરિવાર  રહે છે ત્યારે શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર દ્વારા તારીખ 07 /01/2024 ના રોજ બપોરે 4 કલાકે પોરબંદર માં આવેલ  ધોબી સમાજ વંડી  ખાતે  ભવ્ય સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું જેમાં પોરબંદર જિલ્લાના વૈષ્ણવ સમાજ ના પરિવારજનો અને સાધુ સંતો મોટી સંખ્યામાં  ઉપસ્થિત રહ્યા હતા .

 

શ્રી વૈષ્ણવ સાધુસમાજ પોરબંદર દ્વારા યોજાયેલ સ્નેહમિલન સમારોહની શરૂઆતમાં મચસ્થ મહેમાનોમાં  પીપળીયા તુલસી ધામના મહંત શ્રી પ્રભુદાસબાપુ,મહંત શ્રી ધીરજદાસ વસંતદાસ ગોંડલીયા તથા મહંત શ્રી શાંતિદાસ હરિરામ રામકબીર પીપળીયા,અને લક્ષ્મીદાસ ભગવાનદાસ મેસવાણીયા (રાણાકંડોરણા) , ડૉ.હરિરામબાપુ ગોંડલીયા (ચૌટા) નું ફૂલહારથી  તેમજ ઉપવસ્ત્ર પહેરાવી આયોજન સમિતિ ના સભ્યો દ્વારા સ્વાગત કરાયું હતું.ત્યારબાદ મંચસ્થ મહેમાનો એ  દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.નીતાબેન દૂધરેજીયા અને અંજનાબેન ગોંડલીયા સાથે સૌ સાધુ સમાજ ના પરિવારજનો એ સામુહિક  હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું.

સ્નેહમિલન સમારોહ આયોજન સમિતિના સભ્યો દ્વારા વડીલોનું વંદન કરાયું

કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલો મન્સૂરીબાપુ કુતિયાણા, ભક્તિરામ  મેસવાણીયા, બાલકદાસ ગોંડલીયા ,ભાણદાસ ગોંડલીયા,દિનેશભાઈ દૂધરેજીયા,ઘનશ્યામ બાપુ (પીપળીયા) ,સંજયભાઈ દુધરેજીયા (રાણાવાવ) , બોખીરા રામાપીર દુઆરો ના મહંત  રમેશભાઈ હરિયાણી (ભોલાબાપુ) ,રામાપીર દુઆરો બોખીરાના મહંત પુરણદાસ હરિયાણી તથા ચતુરદાસ દુધરેજીયા અને ખીમદાસ ગોંડલીયાનું આયોજન સમિતિના સભ્યોએ  કુલહાર તથા ઉપવસ્ત્ર દ્વારા વંદન કર્યું હતું.

સાધુ સમાજ ના આગેવાન કેતન ભાઈ દાણીનું પ્રાસંગિક ઉદબોધન

સ્નેહ મિલન સમારોહમાં સાધુ સમાજના આગેવાન કેતનભાઇ દાણી એ ઉપસ્થિત તમામને પ્રસંગે ઉદબોધન માં જણાવ્યું હતું કે ઘણા વર્ષોના સંઘર્ષ બાદ પોરબંદર વૈષ્ણવ સાધુ સમાજના પરિવારો મળી રહ્યા છે અને આ સ્નેહ મિલન સફળ બનાવી રહ્યા છે સમાજ ની સફળતાનો રથ હવે આગળ વધી રહ્યો છે અને સૌ પરિવારજનો આગળ આવે અને યથાશક્તિ યોગદાન આપે અને સમયદાન આપે ખાસ કરીને સાધુ સમાજના યુવાનોને આગળ આવવા અપીલ કરી હતી અને શહેર હોય કે ગામડું  રામ મંદિરના પૂજારી સાધુ સમાજના હોય છે એ બિચારો કે બાપડો ન હોય  સાધુ સમાજના પુજારી નું ધ્યાન શ્રી રામ રાખી રહ્યા છે .આવનાર 22 મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર નું લોકાર્પણ થવાનું છે ત્યારે આ દિવસે સનાતન હિન્દુ ધર્મનો ઉદય થઈ રહ્યો છે આ દિવસે સાધુ સમાજ ના પરિવારો જ્યાં હોય ત્યાં દીપ પ્રાગટ્ય રંગોળી અને સાથે મળી પ્રભુ શ્રી રામ પ્રત્યેનો પ્રેમ ભાવ સમર્પિત કરીએ તથા સાધુ સમાજ ના સમાધી સ્થાન અંગે સરકાર માં માંગ કરવામાં આવી છે તથા ટ્રસ્ટની રચના પણ કરવામાં આવી છે અને કાર્યક્રમ માં હિતેશભાઈ દુધરેજીયા એ સાધુ સમાજ ના અત્યાર સુધી થયેલ કાર્યક્રમમાં થયેલ ખર્ચ અંગેનો  હિસાબ કિતાબ ની અહેવાલ રજૂ કર્યો હતો.

 

 

અયોધ્યામાં રામમંદીર વિષય પર સાધુ સમાજના યુવાનોએ રજૂ કર્યુ  વક્તવ્ય

 

શ્રી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં સાધુ સમાજના યુવાનો વિવેક દુધરેજીયા, મેસવાણીયા પ્રિન્સ તથા આર્યન ગોંડલીયાએ અયોધ્યામાં રામમંદિર અંગે વકતવ્ય આપી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ત્રણેય યુવાનોને કેતનભાઈ દાણી તરફથી ભેટ સ્વરૂપે સ્વામી વિવેકાનંદ ના પુસ્તક આપવામાં આવ્યા હતા.

 

મંચસ્થ મહેમાનોએ કાર્યક્રમને દિપાવ્યો

 

કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ આગેવાનો માંથી રાણા કંડોરણા ના સાધુ સમાજના આગેવાન લક્ષ્મીદાસ ભગવાનદાસ મેસવાણિયાએ સાધુ સમાજને એકત્રિત કરવા વર્ષોથી પ્રયાસ કરનાર પ્રોફેસર દયારામ ભાઈ ગોંડલીયા ને યાદ કર્યા હતા અને તેમને કરેલ પ્રયાસો આજે વટ વૃક્ષ બન્યા હોય તેવું લાગી રહ્યું છે તેમ જણાવ્યું હતું અને પીપળીયા ના મહંત શ્રી પ્રભુદાસ બાપૂ એ ઉદબોધન ના સાધુ સમાજ ને એક થવા હાકલ કરી હતી અને સમાજ ને ગમે ત્યારે જરૂર પડે ત્યારે મદદ માટે તતપરતા દાખવી હતી .કાર્યક્રમ ના અંતમાં પ્રવીણ દુધરેજીયા એ ભાવ પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો અને સમાજ ને એક થવા અપીલ કરી હતી  અને અંજના બહેન ગોંડલીયા એ મહિલા ઓ ને એકત્રિત કરી સોશિયલ મીડિયા વોટ્સએપ ગ્રુપ દ્વારા મદદ રૂપ થાય અને મહિલા સંગઠન બને તેવી ભાવના વ્યક્ત કરી હતી. સમાજ ની મહિલાઓ માટે  રાસ ગરબાનું આયોજન કરાયું હતું રાસ ગરબા બાદ સૌ પરિવાર જનો એ ભોજન લીધું હતું.

 

 પોરબંદર જિલ્લા માંથી રાણાવાવ કુતીયાણા પીપળીયા બગવદર અડવાણા સહિત ના ગામડાઓ માં રહેતા સાધુસમાજના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌનો શ્રી વૈષ્ણવ સાધુ સમાજ સ્નેહમિલન સમારોહ આયોજન સમિતિ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો .

અહેવાલ નિમેષ ગોંડલીયા ….પોરબંદર



No comments