શ્રી હનુમંત
પાઠ પરીવાર (સુરતથી હવે સૌરાષ્ટ્ર સુધી)
જય સિયારામ
ગત તા.૧૯/૧૧/૨૦૨૩
ને રવિવારના રોજ માનવ મંદિર-સાવરકુંડલા ખાતે પૂ.શ્રી ભક્તિરામબાપુ ગોંડલિયાની નિશ્રામાં
શ્રી સુંદરકાંડ નું અતિ ભવ્ય આયોજન થયેલ જેમાં અનેક ભાવિકભક્તોએ મોટી સંખ્યામાં હાજરી
આપેલ.માનવમંદિરથી લગભગ હવે બધા લોકો પરિચિત જ હશે.આ એક એવું સ્થાન છે.જ્યા તમામ સભ્યોએ
પાઠ કરીને ધન્યતા અનુભવી સાથોસાથ તમામ સભ્યોએ
સાધુ સમાજનું ગૌરવ એવા ભક્તિબાપુની મનોરોગી બહેનો પ્રત્યેની સેવાને કોટી વંદન
કર્યા હતા.પાઠ માં ભાવિકભક્તો અને ત્યાં ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત કથાનાં યજમાન તરફથી
રૂ.૬૫૦૦ જેવું માતબર દાન આવેલ.
આ ઉપરાંત
હનુમંત પાઠ પરિવારની સાધુ સમાજમાં શિક્ષણ પ્રત્યેની સેવાથી રાજીપો વ્યક્ત કરતા ભક્તિબાપુ
દ્વારા પાઠ પરિવારના આગામી ઇનામવિતરણ માટેની કીટ માટેની બેગ (થેલી) માટેનો જે કંઈ ખર્ચ
થાય એ પોતે આપવા માટેની ઘોષણા કરતા તમામ ભક્તોએ જયઘોષ સાથે દાન વધાવી લીધું હતું.પાઠ
પરીવાર પૂ.બાપુનાં આ દાન માટે ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે. સુંદરકાંડ નાં અંતે કથાનાં
યજમાન પરીવાર દ્વારા આરતી કરવામાં આવી..આ ઉપરાંત પૂ.બાપુ દ્વારા પાઠમાં પધારેલ તમામ
સભ્યોનું બ્લેન્કેટની ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું.પૂ.બાપુની આ સરળતાને પાઠ પરીવાર
વંદન કરે છે.તેમજ અંતમાં પ્રસાદ સાથે સુંદર નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી.
ખરેખર, આ સુંદરકાંડ એ તમામ સભ્યો માટે જીવનનો એક લહાવો હતો. આ
સાથેજ પાઠ પરીવારનાં સુંદરકાંડનો વ્યાપ સુરત થી સૌરાષ્ટ્ર સુધીનો થયો છે જે ખૂબ આનંદની
વાત છે.
શ્રી હનુમંત
પાઠ પરીવાર વતી
લી.શિરીષભાઈ
ગોંડલિયા (પૂર્વ ઓક્ટ્રોય ચેરમેન)
No comments