જીવનમાં સોળ સંસ્કારમાં વિવાહ એક સંસ્કાર નું સ્વરૂપ જ છે. રામ અને સીતાજી જે મંત્રોચ્ચાર
અને આપણી વૈદિક પરંપરાને લઈ વિવાહ સંસ્કૃતિના સંસ્કારથી શુભ લગ્ન થયેલાં. તેમજ યુગોથી
ચાલી આવતી પરંપરા મુજબ આપણે દીકરી કે દીકરાને લગ્નથી જોડીયે છીએ તેને સંસારનું બંધન
કહીએ છીએ. આપણુ ઘર એક અવસરનું આંગણુ બનતા હર્ષો ઉલ્લાસ અને પરિવાર માં એક ખુશીની આનંદની
લહેર પથરાય જાય છે.
' દીકરો એક કુળ તારે
દીકરી બે કુળને સંવારે'
વડવિયાળા મુકામે સ્વ. મનીષાબેન તથા શ્રી અરવિંદભાઈ ભીખારામજી હરિયાણીની સુપુત્રી
ચિ. વૈશાલી ના શુભ લગ્ન ચિ. રાજદિપ
જે રાજકોટ નિવાસી અ. સૌ. રશ્મિતાબેન તથા શ્રી અલ્પેશભાઈ વલ્લભદાસજી દેશાણી ના સુપુત્ર
સાથે તારીખ 28 /11/ 2023ને મંગળવારના રોજ શુભ લગ્ન બંધનથી
જોડાયા. બંને પરિવારોમાં લાગણીને હુંફ સાથે જેમ દૂધ સાકરમાં ભળે તેમ મીઠાશ બંને પરીવારમાં
વધે તેમજ ફૂલની ફોરમ આપણા સમાજમાં પથરાઈ.
શ્રી ખોડીયાર મંદિર વડવિયાળા મુકામે
વૈષ્ણવ સાધુ સમાજનો આ એક પ્રસંગ અવસરનું આંગણું બનતા હરિયાણી પરિવારે ભાવવિભોર થઈ દીકરીને વિદાય આપી.
આ પ્રસંગે માનવ મંદિર સાવરકુંડલાથી વિદ્વાન
શ્રી ભક્તિરામ બાપુએ તથા પ્રાચી તીથૅથી બાબા આનંદે તથા મહેમાનોએ વરઘોડિયાને આશીર્વચન
પાઠવી શોભામાં અભિવૃદ્ધિ કરેલ તેમજ વૈષ્ણવ સાધુ સમાજની ગાયિકા માયાબેન દુધરેજીયાએ ભાતીગળ લગ્ન ગીતો ગાય બધાને
ભાવ વિભોર કરી લગ્નની શોભા વધારી.
ધન્ય હો બંને પરીવારનો જય હો
જય જય સિયારામ
સનાતન ધમૅ નો જય હો.
.......................
અહેવાલ :- 'અરમાન'
શ્રી કૌશિકભાઇ મેસવાણિયા-જુનાગઢ (બાલાગામ)
ઠકરાના હાઇસ્કૂલ રાણા વડવાળા
No comments