આપણા સમાજ ને ગૌરવંતીત કરનાર દીકરી
દીકરી નાનપણથી મોટી થાય ત્યાં સુધી આખા ઘરનું આંગણું
ખીલે છે. જે લોકો દીકરીઓને બોજ માને છે, દીકરીઓને હેરાન કરે છે તેમને હું કહેવા માંગુ છું કે
દીકરીઓ ક્યારેય બોજ નથી હોતી. જો આપણે તેમને આગળ વધવાની સ્વતંત્રતા આપીએ તો તેઓ પણ
સફળતાના દરેક શિખરે પહોંચી શકે છે.
આજે દીકરીઓ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. આજે શહેર
તેમજ ગામડાઓમાં લોકો દીકરીઓને ભણાવવામાં વિશ્વાસ કરવા લાગ્યા છે.
દિકરીઓ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી રહી છે. દીકરીઓએ
દેશનું નામ રોશન કર્યું છે. ઘણી દિકરીઓએ સફળતા હાંસલ કરીને પોતાના માતા-પિતા અને
દેશને અને સમાજ નું ગૌરવ વધારે છે.
એવીજ એક આપણા
સમાજ ની દીકરી દુધરેજીયા પ્રિયંકા વિજયભાઈ જે એક નાના એવા ગામ થી નીકળી એક
મોટી સિદ્ધિ હાંસલ કરેલ છે જેમની પ્રેરણા આપણા સમાજ ના રૂઢિચુસ્ત લોકોએ ખાશ લેવાની
જરૂર છે.
દુધરેજીયા પ્રિયંકા વિજય ભાઈ
ધોરણ : 12 science(A)
ગામ : ખેતાટીંબી
તાલુકો : વલભીપુર
જીલ્લો : ભાવનગર
ગેમ :વોલીબોલ
ગજેરા વિદ્યાભવન, સુરત
No comments