વૈષ્ણવ માર્ગી સાધુ સમાજ પ્રથમ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ
10/12/2023 રવિવારના રોજ શ્રી વૈષ્ણવ માર્ગી સાધુ સમાજ પ્રથમ ટેનિસ
ક્રિકેટ ટુર્નામેન્ટ નું શિવમ ક્રિકેટ ગ્રાઉન્ડ એન્ડ એકેડેમી, વડ વાજડી, (જીલ્લો
રાજકોટ) ખાતે સાડીબાર શાખા યુવક મંડળના સૌજન્યથી ભવ્ય આયોજન થયેલ જેમાં મહાદેવ ઇલેવન
ટીમ વિજેતા થયેલ, માર્ગી સાધુ સમાજ માટે આ પ્રથમ ટુર્નામેન્ટ નું આયોજન
થયેલ છે. જેમાં મુખ્ય આયોજક નરેશભાઈ દેસાણી (સાડી બાર શાખા ઉપપ્રમુખ) જયેશભાઈ ગોંડલીયા
(સાડીબાર શાખા ઉપપ્રમુખ) મયુરભાઈ ગોંડલીયા (સાડીબાર શાખા પ્રમુખ) તથા હરકિશનભાઈ ગોંડલીયા
(સાડીબાર શાખા સભ્ય) હતા.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સાધુ શ્રી બાલકૃષ્ણભાઈ
ગોંડલીયા (સાડીબાર શાખા અધ્યક્ષ) મહંત શ્રી પ્રભુદાસ બાપુ મેસવાણિયા (ચોબારી) મહંત
શ્રી રમેશભાઈ ગોંડલીયા (રાજકોટ) મનોજભાઈ મેસવાણિયા (યુવા સાધુ સંગઠન પ્રમુખ, ગોંડલ)
પ્રફુલભાઈ દુધરેજીયા (બંધીયા મેરેજ બ્યુરો) હિતેશભાઈ દાણીધારીયા (સાડી બાર શાખા મંત્રી)
તથા સુભાષભાઈ દેશાણી (સાધુ સમાજ અગ્રણી) વગેરે ઉચ્ચ આગેવાનો હાજર રહ્યા હતા.
સાડી બાર શાખાના સૌજન્યથી હવે ફેબ્રુઆરી 2024 માં નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું આયોજકો વિચારે છે તેના ફોર્મ માટે માત્ર માર્ગી સાધુ સમાજના યુવકો એ મુખ્ય આયોજકો નરેશભાઈ દેસાણી (9824104136) હરકિશનભાઈ ગોંડલીયા(800868499)તથા જયેશભાઈ ગોંડલીયા (9033000351) નો સંપર્ક કરવો.
No comments