જુનાગઢ વૈષ્ણવ સાધુ સમાજ માટે તારીખ 19/11/2023 ના રોજ જૂનાગઢ માનસ બાગ ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં
આવેલ.
જુનાગઢ વૈષ્ણવ સાધુ સમાજ
માટે તારીખ 19/11/2023 ના રોજ જૂનાગઢ માનસ બાગ ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં
આવેલ. જેમાં સમસ્ત શ્રી વૈષ્ણવ સાધુ માર્ગી
વૈરાગી પરિવારો એ ત્યાં હાજરી આપેલ અને ખૂબ સારી રીતે કાર્યક્રમ નું આયોજન
થયેલ , સૌ પ્રથમ
પ્રાર્થના સભા હનુમાન ચાલીસા અને ભગવાનની ધૂન અને પછી દરેક આવનાર વ્યક્તિઓનું આગતા
સ્વાગત કરવામાં આવેલ. આવનાર દિવસોમાં જુનાગઢ વૈષ્ણવ
સાધુ સમાજ દ્વારા જે માનસબાગ સમાજને આજથી ચાર વર્ષ પહેલા પૂજ્ય મોરારીબાપુ અને આપણી દેહાણ જગ્યાના સંતો મહંતો દ્વારા સમાજને
લોકાર્પણ થયેલ માનસ બાગની જે તારીખ છે એ 20 મે 2020 ના રોજ આપણા સમાજને માનસ ભાગ અર્પણ થયેલ. આ તારીખના એક સ્મૃતિમાં
યાદી રહે અને સમાજની અંદર દર વર્ષે સારા
કાર્ય થાય એવા શુભ ભાવથી આપણા સમાજ ની પાંચ દીકરીઓ ના આ શુભ દિવસે માનસબાગના પ્રાંગણ
ની અંદર લગ્ન થાય એ દીકરીઓ સમાજને એવા આશીર્વાદ આપે અને એનો જીવન સંસાર સુખમય બને
સમાજમાંથી પરિવારો આ સમુહલગ્ન
માં જોડાય અને આગળ જતાં એ દીકરીઓ એનો પરિવાર
સુખી થાય એવા શુભ ભાવથી દર વર્ષે પાંચ દીકરીઓના સમૂહ લગ્ન કરવા એવું સમસ્ત ત્યાં
ઉપસ્થિત સર્વો સાધુ સમાજના પરિવારોને જાહેર
કરવામાં આવેલ છે. જાહેર થતાં જ અનેક પરિવારોએ ખૂબ સારો સહયોગ જાહેર
કર્યો છે જેમાં અત્યાર સુધી માં 1 લાખ
અને 40 હજાર
રૂપિયા જેવી જે રકમ નોંધાણી છે અને 30 જેવી કરિયાવરની એ આઈટમ પણ આ તકે નોંધાયેલ છે .એટલે એ જે કંઈ સંહયોગી દાતાઓ છે
જેને ખાલી જાહેરાત થઈ ત્યાંજ યોગદાન જાહેર કર્યું છે સમસ્ત વૈષ્ણવ સાધુ સમાજ પરિવારનો હું ખુબ ખુબ આભાર માનો છું આ યાદી હજુ ચાલુ છે યોગદાન આપવા માટે જે પરિવારોની ઈચ્છા
હોય એ જુનાગઢ વૈષ્ણવ સાધુ બાવા વેરાગી જુનાગઢના જે કારોબારીના સભ્યો છે તેમનો સંપર્ક
કરી લેવો આ તકે પાંચ દીકરીઓ ની યાદી પણ આવી ગયી છે પાંચે પાંચ દીકરીઓના નામ નોંધાયી ગયા છે.એક
સારી એવી શરૂઆત થઈ ગઈ છે આપ સૌ સમસ્ત વૈષ્ણવ સાધુ સમાજ આ કાર્ય અંદર સમાજ થી જ આ કાર્ય રૂડું
દેખાશે એટલે આપ સૌ આમાં સહભાગી થયી આ કાર્ય
જ્યારે થાય ત્યારે આપણે સૌ હાથે હાથ મિલાવી અને સૌ ટેકો આપજો કાર્યને દીપાવજો અને
આ અનુસંધાને અમે દરેકને એવી જાહેરાત કરી છે કે ડિસેમ્બર મહિનાની 31 તારીખ
અંતિમ તારીખ છે ત્યાં સુધીમાં જે કોઈ કરિયાવરની આઈટમ દાન આવશે એ આમંત્રણ પત્રિકામાં
આપણે એનો સમાવેશ કરી શકીશુ એક મહિના અગાઉ
આવેલી તૈયારી અને બધું આયોજન હોય એ આપણે 20
/2 /ના 24 ના રોજ આ કાર્યક્રમ
છે એટલે એની તૈયારીમાં આયોજનમાં પહોંચી શકાય એટલે આપ સૌસહયોગ આપજો અને કાર્યને દીપાવજો આ કાર્ય આપણા સમાજનું છે
આપણું કાર્ય છે એવા ભાવથી દરેક લોકો આ કાર્ય
માં સાથ સહકાર આપશો એવી આશા રાખું છું અને 19 તારીખે જે સ્નેહમિલન
કાર્યક્રમ હતો એની અંદર જે કાંઈ સહકાર આપ્યો છે એમનો પણ હૃદયથી આભાર માનું
છું જય સીયારામ શ્રી શ્રી 1008
મહામંડલેશ્વર જગજીવન બાપુ
સૂર્યમંદિર જૂનાગઢ |
|
No comments