DMCA compliant image સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજ સુરત રામવાડી યુવા એકતા મંચ - sadhuvandna

Header Ads

Breaking News

સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજ સુરત રામવાડી યુવા એકતા મંચ

 

 સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજ સુરત રામવાડી યુવા એકતા મંચ


તા.28.4.2023 સુરતશ્રી સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજ સુરત રામવાડી યુવા એકતા મંચ જાજરમાન પાર્ટીપ્લોટ માં એકદમ નિઃશુલ્ક રાસોત્સવ (શરદોત્સવ)

ઇગલ પાર્ટી પ્લોટ સરથાણા સુરત ખાતે એક ભવ્ય વૈષ્ણવ સાધુ રાસ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં રામવાડી યુવા એકતા મંચ ના આમંત્રણ ને માન આપી..સુરત માં વસતા વૈષ્ણવ સાધુ સમાજ ના પરીવાર ના સભ્યો ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

અંદાજિત..45000થી 5000.. સંખ્યામાં સુરત વૈષ્ણવ સાધુ સમાજના સભ્યો આ રાસ મહોત્સવ માં હાજર રહ્યા હતા.. પ્રમુખશ્રી જાનકીદાસ બાપુ ગોડલીયા. ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ દાણીધારીયા મંત્રી શ્રી દલપતબાપુ દાણીધારીયા ખજાનચી બદરી બાપુ દેસાણી.. સાધુ સમાજના પોલીસ સ્ટાફ.. વડીલ સતો.. વકીલ શ્રી ઓ.. કથાકારો.. સમાજના સરકારી કર્મચારી.. સાધુ સંતો મહામંડલેશ્રરો ઉપસ્થિત રહ્યા હતા...

રામવાડી યુવા એકતા મંચના આ કાર્યને ધાર્યા કરતા વધારે સફળતા મળી હતી.. રાસ મહોત્સવ દરમિયાન નાના મોટી 27 ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.. જેમાં છ ટ્રોફી તો બીજા અન્ય વસ્તુનો પણ સમાવેશ થયો હતો.. આ રાસ મહોત્સવમાં સામૂહિક નાસ્તાની પણ સુવિધા હતી સાથે સાથે ઠંડા પાણીની પણ સુવિધા હતી અને સૌથી વધુ સારી વાત એકદમ ફ્રી આયોજન હતું.. રાસ ગરબા સાથે ગ્રાઉન્ડમાં ઉપસ્થિત તમામ સભ્યોએ મોબાઈલની ફ્રેશલાઇટ કરીને વદે માતરમ ગીત ઉપર માં ભારતીય ની વંદના કરવામાં પણ આવી હતી.. સામૂહિક માતાજીની આરતી કરીને ગ્રાઉન્ડમાં ઉપસ્થિત સર્વ સભ્યોએ આરતી નો લાભ લીધો હતો.. આરતી કર્યા પછી કુશળ યોદ્ધા રણ મેદાનમાં જમ તલવાર ચલાવે એવી જ રીતે વૈષ્ણવ સાધુના સતાનો દ્વારા તલવાર રાસ પણ કરવામાં આવ્યો હતો... રામવાડી યુવા એકતા મંચના આ કાર્યને આખા ગુજરાત માંથી વિડીયો માધ્યમથી કથા કરો કલાકારો સામાજિક કાર્યકર્તા ઓની શુભેચ્છા મળી હતી.. વૈષ્ણવ સાધુ સમાજ સુરત તે રામવાડી યુવા એકતા મંચના આ કાર્યને ખૂબ આવકાર્યું હતું અને અભિનંદન પાઠવ્યા હતા..

વૈષ્ણવ સાધુ સમાજ સુરત ખાતે આવું ભવ્ય અને સફળ આયોજન પહેલી વાર થયું હતું.. આ આયોજન સફળ કરવા પાછળ રામવાડી યુવા એકતા મંચ ની યુવા ટીમ દીન રાત એક કરી દીધા હતા.. ખુબ ખુબ અભિનંદન પાઠવું છું અને હનુમાનજી સરણો માં પ્રથાના કે આવાને આવા કાર્યાં યુવા એકતા મંચ ની ટીમ કરતી રહે.. કે

અહીંયા જરૂર થી એટલું કહેવાનું થાય છે કે સુરત માં સર્વપ્રથમ વાર આવું આયોજન થયેલ અને એ પણ તદ્દન નિઃશુલ્ક ફ્રી કોઈપણ પાસ ના પૈસા નહિ તેમજ ભરપેટ નાસ્તો પાણી કોઈએ પણ બહાર થી પાણી નિ બોટલ લાવવા ની નહોતી જ એક ઉદાહરણ લેવા જેવું કાર્ય કહેવાય આટલા મોટા પાર્ટી પ્લોટ માં કાર્યક્રમ યોજવો અને એ પણ તદ્દન ફ્રી નિઃશુલ્ક એમનાથી મોટી સમાજ સેવા કોઈજ ના કહેવાય બાકી આજકાલ મોટા શહેરો માં પાર્ટીપ્લોટ માં રાસોત્સવ યોજાય જ છે પણ પાસ સિસ્ટમ થી યોજાય છે જેમાં પાસ ની કિંમત પણ નિર્ધારિત કરેલ હોય છે.

પણ અહીં રામવાડી યુવા એકતા મંચ દ્વારા યોજાયેલ કાર્યક્રમ માં પાસ ની કોઇ નિર્ધારિત કિંમત નહોતી

સાધુવંદના વર્ષ 2023






No comments