સ્ત્રીઓમાં દેખા દેખી.......
વાત કરીએ જૂના જમાનાની તો વડીલો ગામના ચોરે બેસીને સુખ દુઃખની વાતો કરતા. જેથી
ઘરમાં ઉદ્ભવતા નાના નાના પ્રશ્નોના ઉકેલ આવતા.
એક બીજાની માણસાઈ હતી એક બીજાને ભાવ આપી તેની લાગણીઓનું સન્માન કરી વ્યક્તિને સમજતા.
એ પછી ચીજ વસ્તુની વાત આવે તો જેટલું છે એમાં સુખી રહેવાનું. બીજાનું જોઈને ક્યારેય
વાદ ન કરવો અને દુઃખિયાને બટકું રોટલો આપવો.
આ જ સચ્ચાઈ હતી. આજે તમે જુઓ તો દેખા દેખીનું પ્રમાંણ ખૂબ વધ્યુ છે. અને ખાસ કરીને
સ્ત્રીઓમાં જ આ બાબત જોવા મળે છે. કોઈ સ્ત્રી ઘરમાં નવી વસ્તુ લાવે ત્યારે આજુ બાજુની
સ્ત્રીઓને જોવા બોલાવે. અને અન્ય સ્ત્રીઓને ઉશ્કેરે છે. થોડા દિવસ થાય ત્યાં બીજી સ્ત્રીઓના
ઘરમાં પણ એ વસ્તુ જોવા મળે છે.
સુખી થવા માટે આજની સ્ત્રીઓ ત્યાગ કે સમર્પણ નથી કરતી. પરંતુ જે પૈસાવાળા ઘરની સ્ત્રીઓ જીવન જીવે છે તેના દાખલા લઈને એ જીવન જીવે છે. ત્યારે એ સુખ પણ દુઃખ નું સ્વરૂપ ધારણ કરે છે. કોઈ ના બંગલા જોઈને આપણા ઝૂંપડા ન પડાય આ તો નાને થી જ આપણે સાંભળીએ છીએ તો શું કામ આજે દેખાવ ની પાછળ તમારું ઘર બરબાદ કરો છો.
સંતાનો નાના હોય અને ક્યારેક આ ઝઘડા જોઈ જાય ત્યારે ઘણી વખત એ પણ મનમાં મુંજાતા હોય કે શું લગ્ન પછી આવા ઝઘડાઓ થાય અને એ પણ વિચારતા હોય ક્યારેક કે આના કરતાં તો લગ્ન જ ના કરાય. તો એટલી વિનંતી છે કે તમે ઘરમાં એવું વર્તન ન કરો કે તમારા સંતાનો તમને જોઇને લગ્નની ના પાડે અને બાકીની જિંદગી ને મણતા પહેલા સો વખત એને ડર લાગે એવું ક્યારેય ન કરશો.આજે સ્ત્રીઓ માત્ર એટલું જ કહેતી હોય જેમ કે ... કબાટ લેવો છે....સોનાની વિટી લેવી છે.... અને કાં તો ફરવા જવું છે. બસ સ્ત્રી માત્ર આટલું જ કહી દે છે. થોડું લાંબુ વિચારતી નથી કે પતિ પાસે પૈસા છે કે નહિ સંતાનો ને ભણવા પાછળ કેટલો ખર્ચ આવે છે. ઘરનું બજેટ કેટલું છે. અને ક્યારેક પુરુષ પાસે આર્થિક સ્થિતિ સારી ન હોય તો એ ઉછીના પૈસા થી જીદ પૂરી કરે છે. અને વળી સ્ત્રી ઉછળકૂદ કરી દેશ આખા ને દેખાવ કરે કે મારી પાસે આ વસ્તુ છે. પરંતુ જો પુરુષથી ના કહેવાય જાય કે હમણાં નથી લેવી કે આવતા વર્ષે લેશું એમ કહે તો સ્ત્રીનો ચહેરો ઉતરી જાય છે. ક્યારેક પતિ સામે અબોલા લે છે. અને પતિ પણ કંટાળીને એ વસ્તુ લાવે છે. તો કોઈ જીવતા જીવને તમે દુઃખ આપી ને નિર્જીવ વસ્તુ ખરીદો એ પહેલાં થોડું વિચારજો જરૂર પડશે ત્યારે તમને એ વસ્તુઓ કામ નહિ આવે એ વસ્તુ પૂરી કરનાર વ્યક્તિ કામ આવશે માટે એને સુખી રાખો અને તમે પણ સુખી થી જીવો. જિંદગી તમારી કેટલી છે એ નથી ખબર તમને તો જેટલી છે એટલી હસતા બોલતા ખુશ રહીને અને બીજા ને ખુશ રાખીને જીવી જશો તો સુખી હતા એમ લોકો માનશે. નહિતર વસ્તુના તો બે દિવસ વખાણ થશે. પણ તમારા જિંદગીભર વખાણ કરવા હોય તો જીવનને સમજી ને જીવો. જેટલું છે એમાં સંતોષ રાખશો તો જ સુખી થશો અને ક્યાં સુધી આમ બીજાનું જોઈને તમે ખર્ચ કરતા રહેશો. ભૌતિક ચીજ વસ્તુઓ કેટલો સમય ટકવાની એના બદલે કોઈ દાન પુણ્ય કરો કાં તો તમારા સંતાનોને રોજ નવું ખવડાવો એ પણ ખુશ થશે. આવી વસ્તુઓ માટે જીદ અને ઝઘડા છોડી દેવા જોઈએ અને સ્ત્રીઓએ જાગૃતિ કેળવવી જોઈએ....
હેમાલી આત્માનંદી પોરબંદર
No comments