VZDFG SF VF.GF
આદિ ભક્ત,વિરહિણી અને કવિયિત્રી તરીકે એક છાપ ધરાવનાર એક રાજપૂત્રી
અને રાજરાણીનો મોભો ધરાવનાર મેવાડના જોધપુરમાં આવેલ મેડતા નજીક કુડકી એવા ગામમાં ઈ.સ.
1498 સાલમાં હાલનું રાજસ્થાન અને પાલી જિલ્લામાં મીરાંબાઈનો
જન્મ થયો હતો. મીરાબાઈના પિતા રતનસિંહ ઉદયપુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતા.
.
કૃષ્ણ રૂપે ભરથારને પામનાર બસ હંમેશા તેની
ભક્તિમાં અને પદોની રચનામાં મસગુલ રહી મીરા હવે કૃષ્ણ બની ગયા છે.
મીરા હો ગઈ મગન, ગલી ગલી જાકે ગુન ગાને લગી.
મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન દૂજો કોઈ,
સંસારને માયા અને સમાજના સંસ્કાર , શેહ શરમ અને પરંપરા મુજબ મીરાંની હવે દાદાશ દૂદાજી ઠાકોરને
ચિંતા થવા લાગી. જોગ સંજોગે મીરાંબાઈ માટે ઉદેયપુર ચિત્તોડ ના રાણા સાંગાનો પુત્ર કુમાર મહારાણા ભોજરાજ
સાથે તેમના વિવાહ સુખમય સંપન્ન થયા ભોજરાજ સ્વભાવે ખૂબ લાગણીશીલ અને ભાવના પ્રિય હતા, એ જાણી પણ ચૂક્યા હતા કે મીરાબાઈ જેવી પત્ની એક કવિયિત્રી
અને ભક્તિમય દેવી સ્વરૂપ સ્ત્રી એ મારા જીવનમાં આગમન કર્યું છે.
થઈ ગયા. પછી ભક્તિને સતત કૃષ્ણ પ્રેમમાં
ડૂબેલી મીરાંને કહ્યું કે મીરાબાઈ આપણે આપણા મહેલના પટરાંગણમાં જ એક સરસ મંદિર બનાવીએ.
તમે ત્યાં ભક્તિ કરો પણ છતાં અને દિયર અને સાસુ ના મેણા ના ટકોરે ભોજરાજ ને વારેવારે
ઉશ્કેરતા છતાં પણ ભોજરાજને બધું માન્ય હતું અંતે પાંચ સાત વર્ષના વિવાહ બાદ અચાનક ભોજરાજ
નું મૃત્યુ થયું હવે કૃષ્ણમય ભરથારને વરી ચૂકેલા મીરાંબાઈ સમાજની રુએ વિધવા થયા પણ
મનથી વરેલા કૃષ્ણને આ બધી સમસ્યા સંકટ અને મુશ્કેલીઓ પાર કરી ભક્તિની દુનિયામાં તેમણે
ભેખ ધર્યો. સતત સંતો અને ભક્તો ની વચ્ચે કૃષ્ણ ભજન માં મીરાબાઈ ઘુંઘરુ બાંધી હંમેશા
સાધુઓ વચ્ચે નાચગાન કર્યા કરતા પરંતુ હવે દિયર રાણો રાજપાટ સંભાળતા તેને આવું ન ગમતું.
હોવાથી મીરાંને વારેવારે સૂચવ્યું કે આ બધું સાધુઓને સોંપી દો અને ફરી પાછા રાજ રાણી
બનો. ત્યારે મીરાબાઈએ રાણાને કહ્યું તમે રાજપાટ છોડી અને સાધુને સંગે આવો અને ભક્તિમય
બનો. ત્યારે રાણોજી ગુસ્સે થયા અને એક કારિંગામાં ઝેરી સાપને મૂકી અને મીરાંબાઈને મોકલ્યો
કહ્યું કે આ માળા રાણાએ મોકલી પહેરો મીરાબાઈ કારિંગાને ખોલ્યો જોયું તો ખરા અર્થમાં
માળા હતી અને શાલીગ્રામ હતા. રાણા જેવું વિચારતો હતો એવું ન થયું કારણ કે મીરાબાઈની
ભક્તિમાં ગુણ ગાન પણ હતા નિઃસ્વાર્થ ભાવ હતો અને એ ભવના ભરથારને ભજવામાં હતા એટલે જ
કહ્યું ને
लाली मेरे लाल की, जीत देखु तित लाल,
लाली देखन में गई, मैं खुद हो गई लाल ।
હું તો એવા વરને વરુ મારો ચુડલો
અમર હો જાય.
मैं ऐसा जानती की प्रीत किए दुख
होय,
नगर ढिंढोरा पीटती कि प्रित करे
ना कोई ।
રાણા દિયર ને ખબર પડી કે કારીંગા માંથી સાપ નહીં
માળા અને શાલીગ્રામ નીકળ્યા, તેણે ફરી પાછો ઝેરનો કટોરો મોકલ્યો કે જો તમારી કૃષ્ણ ભક્તિ સાચી હોય તો આ ઝેર
ને તમે પી જાઓ, ત્યારે મીરાબાઈએ અમૃત જાણી ઝેરના
કટોરા ને પી ગયા. રાણા તથા રાજના લોકો દ્વારા તકલીફો વધવા લાગી હવે મીરાબાઈને ખરેખર
વધુ વૈરાગ જાગ્યો. પરંતુ મીરાબાઈ ની ભક્તિ બે જોડ હતી.
મીરાબાઈ ને હવે થયું કોઈ સાચા ગુરુની શોધમાં
હવે નીકળી જાવ એટલે તેમણે સંત તુલસીદાસ ને એક પત્ર લખ્યો અને પોતાની મુશ્કેલી જણાવી
ત્યારે તુલસીદાસે કહ્યું આપ હરદ્વાર ગોકુલ મથુરા અને વ્રજ બાજુ પધારો અને અહીં ભક્તિ
માં લીન બનો. હવે મીરાબાઈ વ્રજ બાજુ ગયા સાધુ સંતોના સંઘમાં તેમને આ ભક્તિના રસ્તામાં
એક સાચા ગુરુની શોધ સફળ બની સંત રૈદાસ જેવા તેમને ગુરુ પ્રાપ્ત થયા. એક વખત સંઘ હવે
દ્વારકાની યાત્રાએ નીકળ્યો અને મીરાંબાઈ પણ એ સંઘમાં જોડાણા કૃષ્ણ ગીતો પદો અને ભજનોમાં
હંમેશા રહેતા પોતે કવિયિત્રી રહયા હોવાને હિસાબે ખુદ પણ કૃષ્ણના પદોની રચના ગાતા અને
સંઘમાં નાચતા આમ તેનો સંઘ દ્વારિકા માં પધાર્યો અને કૃષ્ણ ભક્તિના સંગે બે જોડ અલૌકીક
બની ગયા. અંતે મીરાબાઈએ તેનો પ્રેમ કૃષ્ણ ભક્તિનો પદો કાવ્ય રચના અને ભજનોમાં ઉતારી
ગોવિંદો પ્રાણ અમારો રે
વાગે છે વાગે છે વનરાવન મોરલી
મુખડા ની માયા લાગી રે
જૂનું રે થયું દેવળ જુનું થયું
મેરો તો ગિરધર ગોપાલ
મુખડા ની માયા લાગી રે
છેલ્લે ભક્તિમય બનેલી અને કૃષ્ણમાં લીન
એવી મીરાબાઈ દ્વારિકા ના દરવાજા ખુલતા ભગવાનના દર્શન થતાં ગર્ભગૃહમાં ભક્તિને વરેલી
મીરાબાઈ પ્રવેશતા દરવાજા બંધ થયા એમ કહેવાય છે કે દરવાજા ફરી ખુલ્યા ત્યાં મીરાબાઈ
નહોતા તેની ઓઢણીનો છેડો કૃષ્ણ ભગવાનને વીંટળાયેલો હતો. આમ મીરાબાઈનો પવિત્ર ભાવ અને
ભક્તિ પ્રેમ પરમાત્મામાં હંમેશા છવાઈ ગયો. આમ મીરાબાઈ 1945 ની સાલમાં કૃષ્ણમય બની ગયા.
"નહિ મેં પીહર સાસરે નહીં પિયાજી રી સાથ,
મિરાંને ગોવિંદ મિલિયાજી, ગુરુ મિલ્યા રૈદાસ
No comments