DMCA compliant image રામવિશ્વના આદર્શ - sadhuvandna

Header Ads

Breaking News

રામવિશ્વના આદર્શ

 

રામવિશ્વના આદર્શ

કથા લોકો બે રીતે સાંભળે છે! મને એવા પત્રો મળે છે જેમાં લખ્યુંહોય  છે કે અમે કથા સાંભળી ત્યારે લાગેલુ કે અમારી સામે કથાનુ` ચિત્ર શરૂ થયુ છે, જાણે એમ લાગતુ હતુ કે ચિત્ર દેખાય છે. એમની એકાગ્રતાને ધન્યવાદ, જેને ખેલાતુ ચિત્ર જેમ દેખાય. તેણે કેટલી એકાગ્રતા કેળવી હશે ! શ્રવણ દર્શન બની ગયું. પણ ચિત્રની જેમ જોનારને એક તકલીફ થવાની; ચિત્ર જોનારને  પોતા ની ભૂલ નહિ દેખાય, ચિત્રની ભૂલ દેખા- વાની ! અહીં આ રહી ગયું, અહીં આ 'રંગને બદલે બીજો રંગ રાખ્યા હેત તો વધુ સારુ દેખાત, અહીંપંખી  ઊડે છે તેને બદલે કઈક બીજુ બતાવ્યું હોત તેા ઠીક લાગત. આમ ચિત્ર ગમે તેવું સુંદર હશે તોપણ તેમાં ભૂલ કાઢી શકાશે. એટલે તુલસીજી કહે છે કે મોટા ભાગનો ` રામકથાને ચિત્ર તરીકે જુએ છે, પણ અમુક વ્યક્તિ એવી નીકળે છે જે રામકથાને દર્પણ ની જેમ જુએ છે. દર્પણમાં જોનારને પેાતાની ભૂલ દેખાય છે. દર્પણમાં ચહેરા જોઈ એ તા આપણને ખ્યાલ આવે કે આપણે કેવા છીએ ! તે આઈ યે આપણે પ્રયાસ કરીએ, આ કથાને દર્પણ તરીકે જોવાના. આ દિવસેામાં બાબાજીના આ દર્પણમાં આપણા ચહેરો જોઈએ અને નક્કી કરીએ કે આપણે રામ જેવા દેખાઈ એ છીએ કે રાવણ જેવા? નક્કીકરીએ કે આપણે શૂપણખા જેવાં છીએ કે શબરી જેવાં ? નિર્યણ  કરીએ રાક્ષસ જેવા છીએ કે ઋષિ જેવા  

કરીએ કે આપણે શૂપણખા જેવાં છીએ કે શબરી જેવાં ? નિર્યણ  કરીએ રાક્ષસ જેવા છીએ કે ઋષિ જેવા

નિજદર્શન

આ દર્પણ  છે. અત્યારના ભારતને દર્પણ ની બહુ જરૂર છે, એકેએક વ્યક્તિને જરૂર છે, હું તમારી સાથે મારી જાતને રાખીને બોલી  રહ્યો છું: આજે પ્રત્યેક વ્યક્તિને નિજદર્શન ની બહુ જરૂર છે. બધા મહાત્માના અનુભવ છે કે જ્યાં સુધી માણુસ નિજદર્શન  નહિ કરે ત્યાં સુધી ઈશ્વરદાન નહિ પામે. બહારથી ગમે તેટલા ભરાય કે ખાલી થાય, કંઈ વળવાનું નથી. શાંતિ ત્યારે જ મળે જ્યારે અંદર થી ભરાય કે ખાલી થાય. કાં તે સાધક અંદરથી ભરાય, કાં ખાલી થાય. બહારથી ભરાનારા કે ખાલી થનારા કોઈ દિવસ શાંત થઈ શકયો નથી. એટલે આ દર્પણ  છે, મને અને તમને જેવું હશે તેવુ બતાવશે.

આજે આ ઋષિના દેશમાં – જ્યાં ગીતા અને રામાયણ જેવાં શાસ્ત્રો  છે, જ્યાં હિમાલયને આંબી  શકે એવી સંતવિભૂતિ છે, એ રાષ્ટ્રમાં જ્યારે જોઈએ છીએ- .

પૂજય શ્રી મોરારીબાપુ







No comments