સમાજસેવા એ પ્રભુસેવા છે. સૃષ્ટિના દરેક અંગમાં
પ્રભુનો વાસ છે. આથી પ્રાણિમાત્ર તરફ સમભાવ ને સમદષ્ટિ રાખવા જોઈએ, તેમના
સુખદુઃખનું આપણને ભાન થવું જોઈએ, અને જગતને સુખી કરવા આપણે હંમેશાં તત્પર રહેવું જોઈએ, જીવનનાં
કર્તવ્ય બરાબર નહિ બજાવવાથીજ અને કુદરતી કાયદાઓને ભંગ કરવાથીજ જગતમાં દુઃખ ઉત્પન્ન
થાય છે. એવાં દુઃખો દૂર કરવાં, એ સૃષ્ટિનિયમને સહાયક બનવા બરાબર છે.
સમાજસેવા એ ખરું જોતાં પિતાની જ
સેવા છે; કેમકે તે સેવાથી જેટલું બીજાનું કલ્યાણ થાય છે, તેના કરતાં વિશેષ પિતાનું કલ્યાણ થાય છે. આ કારણથી
બીજાઓને સુખી જેવાને જેઓને અભિલાષ હોય તેઓએ દુઃખોની તપાસ કરી, તે દૂર કરવાના પ્રયત્ન કર્યાજ કરવા જોઈએ; અને સાર્વજનિક હિતને તેઓએ અભ્યાસ કરી સમાજનું કલ્યાણ
કરવાનો યથાશક્તિ પ્રયાસ કરવો જ જોઈએ.
ત્યારે આવુજ એક ભગીરથ કાર્ય
માનવમંદિર સાવરકુંડલા માં ચાલી રહ્યું છે.
રખડતા ભટકતા મનોરોગીઓ ના
પાલકપિતા બની વિનામૂલ્યે સારવાર કરી
પુનર્જીવન પ્રાપ્ત કરવાના પ્રયાસની સેવા કરી રહેલા ભક્તિરામ બાપુએ માત્ર માનવતાનો
ધર્મ સ્વીકારી આ મનોરોગી મહિલાઓને રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવાનો પણ પ્રયાસ કર્યો
છે.
એક ઉત્તમ સેવાનું તાદ્રશ્ય ચિત્ર માનવમંદિર માં નિહાળી શકાય છે.
No comments