કડાયા ગામે કાલાવડ મંડળના
સંતભોજન ભંડારાનું આયોજન થયેલ કારતક સુદ નોમ તા ૨૧/૧૧/૨૩ ના
રોજ કડાયા ગામે કાલાવડ મંડળના સંતભોજન ભંડારાનું આયોજન થયેલ જેમા પ.પુ. મહામંડલેશ્વર
૧૦૦૮ સુખદેવબાપુ દાણીધાર પ.પુ. મહંતશ્રી ભક્તીરામબાપુ સંતવાણી
આશ્રમ રામગઢ પ.પુ. મહંતશ્રી અડકલા હનુમાન આશ્રમ
હામાપુર તથા કાલાવડ મંડળના સંતો મહંતોએ બહોળી સંખ્યામાં હાજરી આપેલ હતી સંતસામૈયા મા કડાયા તથા ભટ્ટ વાવડી
ગામ સમસ્ત લોકો તબલા ના તાલે નામકીર્તન સાથે હર્ષોલ્લાસથી કરવામા આવેલ ધર્મ સભા માં રામાયણ ના પ્રખર
વક્તા એવા ભક્તી રામ બાપુએ સનાતન સાધુ પરંપરાઓ ઈતિહીસ અને હાલની પરીસ્થીતી વિશે સુંદર
વક્તવ્ય આપેલ સાથે સાધુ પરંપરાની જાળવણી માટે ભંડારા ને પરંપરા જીવતી રાખવા કહેલ
તેમજ જનકબાપુ ખીચા વાળા એ પણ પોતાની
આગવીકળા થી ધર્મસભા માં વક્તવ્ય આપેલ જેમાં
તેમણે દિવસ દરમિયાન થતા ભંડારા વિષે દુઃખ વ્યક્ત કર્યું હતું આપણી સંસ્કૃતિ ને અનુરૂપ
નથી દિવસ ના સમય નો ભંડારો આ ભંડારા દરમિયાન કાલાવડ મંડળ
ના અમુક પ્રશ્નો નું પણ સમાધાન થયેલ જેમાં ભંડારાની પત્રીકા સમયસર અથવા તો મળતી નહોતી એવા
કાલાવડ મંડળના અમુક પ્રશ્નો હતા જે લગભગ ૧૦ વર્ષથી સમાધાન માંગતા હતા જેનું સુખદ સમાધાન આ ભંડાર દરમિયાન થયેલ એટલા માટેજ
પત્રિકામાં જ મંડળના તમામ સભ્યોને ફોન દ્વારા જાણ કરવામા આવેલ તેમ છતા મંડળના પ્રમુખ કે પંચના પાંચ સભ્યો હાજર
રહ્યા ન હતા ...ત્યારે મંડળ માં રહેલ સભ્યો દ્વારા મંડળ ના નવીનીકરણ તેમજ મંડળ યુવાવર્ગ
ને સ્થાન આપી એક સુંદર વિચાર સર્વાનુમતે નક્કી થયેલ તેમજ સભ્યોની સર્વ સંમતિ થી કાલાવડ ના મંડળના
મહંત તરીકે પ.પુ. મગનદાસબાપુ દુધરેજીયા રાવણી ને મહંત તરીકે સર્વાનુમતે વરણી થયેલ
છે સાથે સાથે પાંચ પંચના પ્રતિનિધિ તરીકે ૧ પુ. ચિમનદાસબાપુ દાણીધારીયા
કડાયા ૨. જનકદાસબાપુ ગોંડલીયા ખીચા ૩. સેવાદાસબાપુ ગોંડલીયા રફાળા ૪. રઘુવિરદાસબાપુ હરીયાણી કાલસારી ૫ વિવેકદાસબાપુ કાલાવડ …….ની પણ
સર્વાનુમતે વરણી થયેલ એમ અશ્વિનભાઈ રામસ્નેહિ ની એક યાદી માં જણાવેલ તેમજ વધુ યાદી માં જણાવતા આ સંતભોજન
ભંડારા પ્રસંગ માં કાલાવડ મંડળની પરંપરા મુજબ થાળ સાથે કડાયા વાવડી ગામ ધુમાડા બંધ મહા પ્રસાદ ના મીઠા વ્યંજનો નો રસથાળ પીરસવામાં આવેલ તેમજ રાત્રીના સુંદર સંતવાણી નું આયોજન જેમાં સંતવાણી આરાધક શ્રી દીપકબાપુ ઘોડાસણ,શ્રી જનકબાપુ ખીચા તથા શ્રી લીંબાભગત …હસનાપુર વાળા એ કર્ણપ્રિય સંતવાણી નું રસપાન કરાવ્યું હતું |
M
No comments