હું ધન્વ્યવાદ આપીશ અમારા સમાજ દ્વારા ચલાવવા માં આવતું ઈ બુક
પુસ્તક સાધુવંદના ની ટિમ અને શ્રી શૈલેષભાઇ કાપડી અને તેમની ટિમ,નિસ્વાર્થભાવે સમાજ
માટે માહિતી પુસ્તિકા બહાર પાડે છે.સમાજ માં બનતા સારા નરસા પ્રસંગો થી સમાજ ને માહિતગાર
કરે છે.તેમજ સમાજ ને ધર્મ તરફ વાળવાનો પ્રયાશ
કરી રહ્યા છે.
આવાજ આપણા સમાજ માં ઘણા કાર્યો થયી રહ્યા છે.જે સમાજ માટે ઘણા ઉપયોગી છે.જેમકે
ગરીબ દીકરીઓના સમૂહલગ્નો,કરાવી આપવા,તેમજ.આપણા સમાજ ના
દીકરા,દીકરીઓ માટે પસંદગી મેળા યોજવા,મેરેજબ્યુરો ચલાવવા,અને સમાજના દીકરા,દીકરીઓના પરિવાર
ને માહિતગાર કરવા.ત્યારબાદ આપણા સમાજ ના હોશિયાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવા,તથા આગળ ભણવા માટે
પ્રેરિત કરવા.તથા કોઈ,ગરીબ પરિવાર માંથી કોઈ વ્યક્તિ અંતિમ વિદાઈ
લે ત્યારે.તેમની પાછળ શંખાઢોળ વિધિ કરાવવા ની સગવડતા ના તો હોય તો મદદરૂપ થયી,શંખાઢોળ કરાવી આપવા.આવા
સર્વે કાર્યો અમારી કમિટી શ્રી નકલંક સેવા સમિતિ રાજકોટ દ્વારા કરવામાં આવે છે.
તેમજ કોઈ તહેવાર ઉપર કોઈ ગરીબ પરિવાર ને રાસનકીટ આપી.મદદરૂપ
થવું આવી સેવા રાજકોટ સાડીબાર શાખા યુવકમંડળ દ્વારા ચલાવવા માં આવે છે.તેમજ આર્થિકરૂપે
નબળા પરિવાર ને મંડળ ના સભ્ય બનાવી વગર વ્યાજે લોન આપવી.તે પણ સાડીબાર શાખા યુવક મંડળ
અધ્યક્ષ શ્રી બાલકૃષ્ણભાઈ ના અધ્યક્ષ સ્થાને ચલાવવા માં આવે છે.
તેમજ રાજકોટ ખાતે સમાધિ આપવા માટે બે રામવાડી સ્થળ છે.એક રામનાથપરા
છે. જેમનું સંચાલન:108 કમિટી દ્વારા ચલાવવા
માં આવે છે.તથા રૈયા સમાધિ સ્થાન નું સંચાલન અતીત સાધુ તેમજ શ્રી વૈષ્ણવ સાધુ સમાજ
ના આગેવાનો ઘણોજ રસ ધરાવી અને સમાધિ સ્થાન ને દીપાવ્યું છે.
આપણા સમાજ ના મહામંડેલશ્વરો તેમજ કથાકારો સંતો,મહંતો તેમજ દરેક
ગ્રુપ ના પ્રમુખો અધ્યક્ષ સ્થાને બિરાજેલ સાધુ સમાજે જે તાજેતર માં આપણા દેવી- દેવતા
ને નીચા દેખાડી.અને પોતાના બની બેઠેલા ભગવાન ને મોટા દેખાડવા માટે.બહુજ મોટું ષડયંત્ર
રચવામાં આવેલ.તેની સામે ઉગ્ર વિરોધ દરસાવી. અને ધર્મસભાઓ યોજી અને કમિટી ની રચના કરવામાં
આવેલ,અને કહેવાતી સંસ્થાનો
પરદાફાસ કરેલ આવા સંતો ના ચરણો માં વંદન પ્રણામ..
આમ તો મારે નવા વર્ષ માં નવવર્ષ વિષે બોલવાનું હતું.પરંતુ મારા
સમાજ ના વખાણ કરવાનું કેમ ભૂલી શકાય.એ બદલ ક્ષમા ચાહું છું.
આવનારા નવા વર્ષમાં
આપણા સમાજ ના પૂજનીય અને રાષ્ટ્રીય સંત શ્રી મોરારીબાપુ એ આપેલ ત્રણ શબ્દો નો
સરવાળો કરી એક સૂત્ર આપિયું. .સત્ય.પ્રેમ.કરુણા.આ ત્રણ શબ્દોનો સરવાળો નથી પણ જિંદગી
જીવવવા ની રીત છે.ચાલો આપણે સહુ સાથે મળી આ નવા વર્ષ ના વધામણાં એવી રીતે કરીયે કે
આ ત્રણ શબ્દ માંથી કોઈ એક શબ્દ ને અનુસરવા ની કોસીસ કરીયે.
"સત્ય"
આપણે સહુ સાથે મળી અને બને ત્યાં સુધી સત્યનોજ સાથ હંમેશા આચરણ કરીશુ,બને ત્યાં સુધી સત્ય
વચન નો આગ્રહ રાખીશુ.
"પ્રેમ"
આપણે સહુ સાથે મળી અને બને ત્યાં સુધી આપણા માં.બાપ બાળકો,આપણા પરિવાર,આપણો સમાજ,આપણા ઇષ્ટદેવો,આપણા પાડોસી,સાથે પ્રેમપૂર્વક
આચરણ કરી હૃદય થી પ્રેમ કરવાની સોગાથ લેશુ.
"કરુણા"
ચાલો આપણે સહુ સાથે મળી અને કરુણતા અપનાવીએ.કોઈ નું દુઃખ જોઈ
દ્રવી જવું.બની શકે તો મદદરૂપ થવું.જીવ માત્ર ઉપર દયાભાવના રાખવાનો પ્રયાસ કરવો.આપણા
દ્વારા કોઈનું દિલ ના દુભાય.કોઈ ની લાગણી નું હનન ના થાય એવી કાળજી રાખવી.હંમેશા ઈશ્વર
નો ડર મન માં રાખવો.આજે જે સંકટ બીજા ઉપર છે.તે કાલે આપડી પણ આવી શકે છે.કોઈ નું સારું
નાથાય તો કઈ નહિ પણ આપણા હાથે કોઈ નું ખરાબ ના થાય તેનું ધ્યાન રાખવું.
જય સિયારામ
વિક્રમસંવત:2080 નું નવું વર્ષ:આપને
અને આપણા સમાજ શ્રી વૈષ્ણવ સાધુ સમાજ ના દરેક વ્યક્તિ માટે ખુબજ આશીર્વાદ રૂપ બને.ખુબજ
લાભદાયક નીવડે,ખુબજ પ્રગતિકારક
નીવડે,આપણા સમાજ ની દરેક
વ્યક્તિ પોતાની તેમજ સમાજ ની નામના વધારે,દરેક વ્યક્તિ કંઈપણ
રીતે સમાજ ને મદદરૂપ થાય અને આપણા સમાજ ના દરેક વ્યક્તિ ઉપર આપણા ઇષ્ટદેવ, તેમજ ગુરુ,માબાપ,સંતો,મહંતો,અને વડીલો ના આશીર્વાદ
આપણા ઉપર હંમેશા માટે વરસતા રહે.હંમેશા માટે સમાજ ની એકતા માટે આપણે સહુ સાથે મળી અને
સમાજને મજબૂત બનાવીયે અને સમાજ માટે જીવન સમર્પણ થાય એવા આશીર્વાદ ઈશ્વર પાસે થી માંગીયે
.વિક્રમસંવંત:2080 નું નવું વર્ષ વિશ્વકલ્યાણ
માટે સારું નીવડે એવી પ્રાર્થના.
દિનેશભાઇ.વી.સરપદડીયા.ૐ શ્રી નકલંક સેવા સમિતિ,રાજકોટ.
No comments