વૈષ્ણવ સાધુ સમાજ જુનાગઢ
કારોબારી સમિતિ દ્વારા સન્માન
" વ્યક્તિ વિશેષ સન્માન "
'કર્તવ્ય નિષ્ઠ અને સેવા પરાયણતાની મૂર્તિ એટલે મગનભાઈ કાપડી'
એક નિવૃત્ત શિક્ષક મગનભાઈ કાપડી
નાંદુરસ્તીને કારણે જુનાગઢ વૈષ્ણવ સાધુ સમાજ કારોબારીમાં મંત્રી રૂપે સ્થાન
શોભાવતા હતા. સાર્થક નિવૃત્ત શિક્ષકની ભાવના અને લાગણીઓ જુનાગઢ સમાજ સાથે કાયમ
જોડાયેલી હતી.
વૈષ્ણવ સાધુ સમાજ જુનાગઢ નું
સપનું હતું સમાજ વાડી તેમજ છાત્રાલય મહામંડલેશ્વર પ્રમુખશ્રી જગજીવનદાસબાપુ તથા
ઉપપ્રમુખશ્રી અજય બાપુની નિશ્રામાં વિશ્વવંદનીય પૂજ્ય બાપુએ જ્યારથી મુલાકાત લીધી
અને હાથ મૂક્યો તુલશીપત્ર ત્યારથી તેમજ આપણા સાધુ સમાજના સંતો મહંતો અને નાનાથી
માંડી મોટા તમામ દાતાઓ જે કંઈ અનુદાન આપ્યું છે. જહેમત ઉઠાવી છે, બાપુએ તેમાં તુલસી પત્ર મૂક્યું અને
"માનસ બાગ જુનાગઢ સપનું થયું સાકાર"
થઈ ચૂક્યું જ્યારથી માનસબાગ ના નવ નિર્માણના
પાયાના મંડાણથી ઇમારત ઊભી થઈ ત્યાં સુધી તેમાં તન મન અને ધનથી તેમની કર્તવ્ય નિષ્ઠ
ભાવના અને પરાયણતા સમય જોયા વગર સેવા એમની સેવા અપરંપાર રહી. માણસ જીવન માટે વય
મર્યાદા અને બીમારી એ જીવનને પરાસ્ત કરે છે, છતાં પણ ઝઝુમતા માનસબાગને તેમણે
સેવાના શણગારથી સતત હાજર રહી સંચાલન કરતા પણ રહ્યા. અચાનક નાંદુરસ્તીને કારણે
જીવનમાં પથારીવશ બન્યા. તેમને કારોબારીમાંથી મંત્રી રૂપે રાજીનામું આપ્યું આરામ
તરફ વળ્યા.
'મન હોય તો માળવે જવાય'
વૈષ્ણવ સાધુ સમાજ જુનાગઢ
પ્રમુખશ્રી અને મહામંડલેશ્વર પ.પૂ. જગજીવનદાસબાપુ તથા ઉપપ્રમુખશ્રી મહામંડલેશ્વર
અજયબાપુ મેસવાણિયા અને કારોબારીની એક વિચારધારાને લઈને મગનભાઈએ નંદુરસ્તીને કારણે
નિવૃત્તિ સમાજની કારોબારીમાંથી લેતા આપણે એક સેવાની મૂર્તિ સમાન જેમણે સમાજને સમય
જોયા વગર સતત સમાજમાં સેવા કરતા મગનભાઈનું
રૂણ ચુકવવા આપણે હવે સન્માન કરવું જોઈએ.
પ્રમુખ ઉપપ્રમુખ ખજાનચી તથા કારોબારીના સભ્યો સાથે
મળી મગનભાઈ કાપડી ના નિવાસ્થાને પહોંચ્યા બાદ પરંપરાને આધીન હનુમાનજી મહારાજની
આરાધના રૂપે હનુમાન ચાલીસાનું સમૂહ ગાન કર્યું. ત્યારબાદ પ્રોફેસર પ્રવીણભાઈ
દેસાણી અને ખજાનચી નીતિનભાઈ દુધરેજીયાએ સેવા કર્તવ્ય નિષ્ઠ ભાવનાને બિરદાવતા સહુએ
તેમની લાંબી આવરદા માટે પ્રભુને પ્રાર્થના કરી, બાદ મહામંડલેશ્વર વંદનીય જગજીવનદાસ બાપુ તેમને સેવા
અને પરાયણતા તેમજ ખુદનો ડાબો હાથ મગનભાઈ કાપડી બન્યા હતા અને દિવસ રાત જોયા વગર
તેમણે જુનાગઢ સમાજને ખૂબ સમય ફાળવ્યો અને તેમની કર્તવ્ય નિષ્ઠભાવનાને બિરદાવી.
સાથે મળી સહુએ તેમને ફૂલહાર સાલ ઓઢાડી સ્મૃતિ પત્રક અર્પણ કરી ખૂબ ધન્ય બન્યા.
પરંતુ
મગનભાઈ કાપડી એક નિવૃત્ત કર્તવ્યનિષ્ઠ શિક્ષક હોવું એ પણ ભાગ્યની વાત છે તેમના
ધર્મપત્ની નિવૃત્ત શિક્ષિકા રમાબેન સુપુત્ર નલીનભાઈ અને તેમના પુત્રવધુ દિવ્યા અને
ભાઈ ભાંડુ કાપડી પરિવારે તમામ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી
આજ અંતમાં આપણે કારોબારી વગર બોલાવે મારે આંગણે
આવી આ શબ્દો મગનભાઈ કાપડી બોલ્યા
જય હો ધન્ય હો બધાનો આભાર માની
જય જય સિયારામ કહ્યા.
શ્રી વૈષ્ણવ
સાધુ બાવા વૈરાગી પરિવાર કમિટી તેમજ જૂનાગઢ સાધુ સમાજ વતી ગતરોજ મારા પરમ વંદનીય અને
મારા વડીલ "કાકા" શ્રી મગનભાઈ.બી.કાપડી ને સન્માનિત કર્યા એ બદલ આપનો હું ખુબજ
ઋણી રહીશ
શૈલેષ.બી.કાપડી
.રાજકોટ (સંપાદક:સાધુવંદના ઈ બુક)
No comments