DMCA compliant image રામજીમંદિર - sadhuvandna

Header Ads

Breaking News

રામજીમંદિર

 આપણી ધરોહર શ્રી રામજીમંદિર

 પેઢીદર પેઢી આપણે આપણા મૂળભૂત ગામ માં શ્રી રામજીમંદિર ની સેવા,પૂજા સનાતન ધર્મ ને જીવંત રાખી ને નિસ્વાર્થ ભાવે સેવા કરીયે છીએ.કોઈ વળતર મળશે એવી કોઈજ ભાવના નથી હોતી.બસ ફક્ત આપણો નિષ્ઠા ધર્મ નિભાવી રહ્યા છીએ.ત્યારે એટલું તો વિચારવું રહ્યું કે આપણાં રામજીમંદિરો માં આપણો પ્રાણ પુરાયેલો છે.જેમના થકી આપણી સાધૂતાઈ ની ઓળખ ગર્વ સાથે છે.એવામાં આપણું રામજી મંદિર પણ શોભયમાન થાય એટલુજ જરૂરી છે.આજ ઘણાખરા ગામો માં જર્જરિત મંદિરો થયી ગયા છે.ત્યારે એ રામજીમંદિર નાં નવિનીકરણ માટે પણ ક્યારેક વિચારવું રહ્યું


ગામ સમસ્ત મંદિર હોય ત્યારે સહિયારો સાથ લઈ.જૂના જર્જરિત મંદિરો નાં નવનિર્માણ થાય એ પણ જરૂરી છે,એવામાં થોડો આપણે સમાજે પણ થોડો સહકાર આપી પૂજારી જી ની અંતરમન ની ભાવના સમજી આગળ આવવું જોઈએ.જે ગામ માં આપણાં સમાજ ના પૂજારીજી વસવાટ કરતા હોય એ આપણા સમાજ નો એકભાગ છે. આપણી ઓળખ સાચવી ને બેઠા છે.દરેક અભીભાવકો દ્વારા નિર્મિત રામજીમંદિર ને નવા રૂપરંગ સાથે શોભાયમાંન થાય ત્યારે સમાજે ગર્વ લેવો જોઈએ કે આપણો એક પરિવાર સનાતન ધર્મ ની રક્ષા કાજે આજ પણ પૂરી નિષ્ઠા સાથે સામાજિક સેવા કરી રહ્યા છે.. આપણે ખરેખર નવા પશ્ચિમી સંસ્કૃતિ ની આંધળી દોટ માં આપણી ધરોહર સમુ રામજીમંદિર ને વીસરી ગયા છીએ જે ખરેખર. દુઃખદ બાબત કહેવાય આપણી નવી પેઢી ને શું આપણે આપણી સંસ્કૃતિ વિસરાવી ચૂક્યા છીએ?


જો હજુ પણ આપણે ઉકત વિષય ઉપર બેધ્યાન રહીશું તો સભાનતા માં પણ સુસ્પૃતા આવી જસે એટલુતો જરૂર કહી શકાશે...









શૈલેષ કાપડી રાજકોટ...(સંપાદક:સાધુવંદના)..

No comments