ગુજરાતની શાન ગણાતા એશિયાટિક સિંહોનું વેકેશન ટૂંક સમયમાં પૂર્ણ થશે. 16 ઓક્ટોબરથી સાસણમાં પ્રવાસીઓ કરી સિંહ દર્શન કરી શકશે. સાસણમાં સિંહ દર્શન માટે ઓનલાઈન બુકિંગ આગામી ડિસેમ્બર સુધી ફૂલ થઈ ગયું છે. પ્રવાસીઓ ઓફિશિયલ વેબસાઈટ પરથી પરમીટ બુકિંગ કરે છે. દર વર્ષે 16 જૂનથી 15 ઓકટોબર સુધી ચાર મહિના સાસણ ગીર પ્રવાસીઓ માટે બંધ રહે છે. ચોમાસું અને વન્ય પ્રાણીઓના પ્રજનન કાળને લઈને પ્રવાસીઓ માટે સાસણગીરમાં પ્રવેશબંધી હોય છે. છેલ્લી સિઝનમાં રેકર્ડ બ્રેક સાડા સાત લાખ જેટલા પ્રવાસીઓએ કરી હતી સાસણ ગીર જંગલ સફારીની મુલાકાત કરી હતી.સાસણમાં સિંહદર્શન માટે તૈયાર કરાયેલી 7જીપ જપ્ત કરવામાં આવી સાસણમાં સિંહદર્શન માટે તૈયાર કરાયેલી 7 જીપ જપ્ત કરવામાં આવી છે. બાવળા આરટીઓ દ્વારા 7 નવી નક્કોર જીપ જપ્ત કરાઈ છે. જીપ મોડીફાઈ કરાઈ હોવાના કારણે જપ્ત કરવામાં આવી છે. RTOની પૂર્વ મંજૂરી વગર જીપના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરાયા હોવાથી વાહનો જપ્ત થયા છે. મોડીફાઇ કરાયેલા વાહનો મૂળ સ્વરૂપમાં થશે પછી જ વાહન છોડવામાં આવશે. લાખો રૂપિયાના 7 વાહનો બાવળા RTOમાં રાખવામાં આવ્યા છે.ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (TCGL) એ વિશ્વનું સૌથી મોટું એશિયાટિક સિંહ ગૌરવ શિલ્પ સ્થાપિત કર્યું છે. આ પ્રભાવશાળી શિલ્પ ફેરોસમેન્ટ સામગ્રીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું હતું અને 10મી ઑક્ટોબર 2023ના રોજ આંબરડી સફારી પાર્ક, ખોડિયાર ડેમ, ધારી, ગુજરાત ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું. જેણે 10મી ઑક્ટોબર 2023ના રોજ નવો રેકોર્ડ બનાવ્યો હતો. શિલ્પના માપમાં 165 ફૂટની પાયાની લંબાઈ અને 68 ફૂટની પહોળાઈનો સમાવેશ થાય છે. જ્યારે સિંહ અને સિંહણના શિલ્પો, પૂંછડીથી પૂંછડી સુધી, પહોળાઈ 92 ફૂટ માપવામાં આવે છે. નાકથી પૂંછડી સુધીની લંબાઇ 60 ફૂટ સાથે સિંહનું શિલ્પ 31 ફૂટની ઊંચાઈનું છે, જ્યારે સિંહણનું શિલ્પ 46 ફૂટની નાકથી પૂંછડીની લંબાઈ સાથે 21 ફૂટની ઊંચાઈ ધરાવે છે. બે બચ્ચાના શિલ્પની ઊંચાઈ 9.6 ફૂટ છે. નાકથી પૂંછડીની લંબાઈ 16.5 ફૂટ અને 8.6 ફૂટની ઊંચાઈ અને નાકથી પૂંછડીની લંબાઈ 22 ફૂટ છે. આ શિલ્પ ફેરોસીમેન્ટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે.સિંહની કેટલીક ખાસિયતો એશિયાટીક સિંહો ભારતમાં માત્ર ગુજરાતના ગીર નેશનલ પાર્કમાં જોવા મળે છે.સિંહનું સરેરાશ આયુષ્ય લગભગ 10 થી 15 વર્ષ જેટલું હોય છે. સિંહો 25 વર્ષ સુધી જીવી શકે છે, પરંતુ તેઓ કુદરતી રીતે આ ઉંમરે પહોંચતા નથી.સિંહો 32 ફૂટ સુધી કૂદી શકે છે અને 12 ફૂટ ઊંચે કૂદી શકે છે.સિંહો લગભગ 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.સિંહની ગર્જના 8 કિમી દૂર સુધી સંભળાય છે. સિંહની ગર્જનાનો અવાજ એટલો મોટો છે કે તે લગભગ 1 મીટરના અંતરે 114 ડેસિબલ સુધી પહોંચી શકે છે સિંહોની આંખોમાં પ્રકાશ ખૂબ જ મજબૂત હોય છે, તેઓ અંધારામાં પણ મનુષ્ય કરતાં 6 ગણી સારી રીતે જોઈ શકે છે.સિંહો દિવસના 24 કલાકમાંથી 18 કલાક જેટલો સમય ઊંઘવામાં વિતાવે છે.
Home
/
gujarat
/
gujarati
/
Gir Lion: સાસણ ગીરમાં સિંહોનું વેકેશન પૂર્ણ થશે, ડિસેમ્બર સુધીનું ઓનલાઈન બુકિંગ ફૂલ
Gir Lion: સાસણ ગીરમાં સિંહોનું વેકેશન પૂર્ણ થશે, ડિસેમ્બર સુધીનું ઓનલાઈન બુકિંગ ફૂલ
Gir Lion: સાસણ ગીરમાં સિંહોનું વેકેશન પૂર્ણ થશે, ડિસેમ્બર સુધીનું ઓનલાઈન બુકિંગ ફૂલ
Reviewed by sadhuvandna
on
October 11, 2023
Rating: 5
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments