DMCA compliant image Bullet Train Project: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં જમીન સંપાદનનુ કામ 100 ટકા પૂર્ણ, 8 જિલ્લાઓમાં કરાઇ કામગીરી - sadhuvandna

Header Ads

Breaking News

Bullet Train Project: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં જમીન સંપાદનનુ કામ 100 ટકા પૂર્ણ, 8 જિલ્લાઓમાં કરાઇ કામગીરી

 ગુજરાતમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. રાજ્યના 8 જિલ્લાઓમાં જમીન સંપાદનની કામગીરી હાથ ધરાઇ હતી. બીજી તરફ મહારાષ્ટ્રમાં ટેકનિકલ ખામીને કારણે બધી જમીનનું સંપાદન થઇ શક્યું નથી.અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્ટેશનની કામગીરી, પિલર, સ્લેબ ટ્રેકનાં કામ ઝડપથી થઈ રહ્યાં છે. જો કે આ પ્રોજેક્ટ માટે સૌથી મોટો પ્રશ્ન જમીન સંપાદનનો હતો. પરંતુ ગુજરાતમાં આ કામ 100 ટકા પૂર્ણ થઇ ગયું છે તો અન્ય રાજ્યમાં જમીન સંપાદનનું કામ 99 ટકા પૂર્ણ થયું હતું. નેશનલ હાઈ સ્પીડ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે રાજ્યના 8 જિલ્લામાં 951.14 હેક્ટર જગ્યા સંપાદિત કરાઈ છે.ગુજરાતના આઠ જિલ્લાની 951.14 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે. કઠોરની ૪.૯૯ હેક્ટર જમીનનું કોકડું ઉકેલાઈ જતાં તંત્રને હાશકારો થયો હતો. જિલ્લા પ્રમાણે જમીન સંપાદનની વિગત જોઇએ તો સુરતમાં ૧૬૦.૫૧ હેક્ટર, અમદાવાદમાં ૧૩૩.૨૯ હેક્ટર, ખેડામાં ૧૧૦.૨૫. હેક્ટર, આણંદ. ૫૨.૫૯ હેક્ટર, વડોદરામાં ૧૪૨.૩૦ હેક્ટર, ભરૂચમાં ૧૪૦:૩૨ હેક્ટર, નવસારીમાં ૮૮.૯૩ હેક્ટર, વલસાડમાં ૧૨૨.૯૫ હેક્ટર સાથે કુલ ૯૫૧:૧૪ હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે.નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું હતું કે તેણે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં ૧૦૦ ટકા જમીન સંપાદન પૂર્ણ કર્યું છે. 








ગુજરાતમાં જમીનનો છેલ્લો ભાગ સપ્ટેમ્બરમાં સુરત જિલ્લાના કઠોર ગામમાં સંપાદિત કરવામાં આવ્યો હતો. કુલ મળીને પ્રોજેક્ટ માટે ગુજરાતના આઠ જિલ્લાઓમાં ૯૫૧.૧૪ હેક્ટર જમીન સંપાદિત કરવાની જરૂર છે.સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં પ્રોજેક્ટ માટે ૯૯.૯૫ ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. પડોશી મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ માટે સંપાદિત કરાયેલ ૪૨૯.૭૧ હેક્ટરમાંથી, ૯૯.૮૩ ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ ૭.૯૦ હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી હતી. સરકારની યોજના ૨૦૨૬ સુધીમાં દક્ષિણ ગુજરાતના સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો શરૂ કરવાની છે

No comments