રાજકોટકોરોના બાદ સતત હાર્ટ એટેકના કેસ વધી રહ્યાં છે, ખાસ કરીને નવરાત્રિમાં ગરબા દરમિયાન હાર્ટ અટેકના કેસ વધાવાની શક્યતાને લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે ખાસ હાર્ટ અટેક માટે વોર્ડ ઉભો કરાયો છે. નવરાત્રીના નવ દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ એટેક માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાજકોટમાં હાર્ટ એટેક ના કિસ્સાઓ વધી રહ્યા છે જેમને લઇ સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટે આ ખાસનિર્ણય લીધો છે. નવરાત્રિમાં ગરબા દરમિયાન આ વોર્ડમાં રાત્રે ડોક્ટર્સની ટીમ હાજર રહેશે. દવા ,ઇજેકશન સહિતની તમામ સારવાર મળી રહે તેવી વોર્ડમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાર્ટ અટેકના વધતા જતાં કેસને લઇને રાજકોટમાં નવરાત્રી દરમિયાન ખાસ આ સેવા આપવામાં આવશે.છેલ્લા કેટલાક દિવસથી યુવાવસ્થામાં હાર્ટ અટેકના કિસ્સા વધી રહ્યાં છે. ખાસ કરીને જિમનાં ટ્રેડમિલ પર દોડતાં કે ક્રિકેટ રમતા કે પછી ગરબા કે ડાન્સ દરમિયાન હાર્ટ અટેક આવતા મોત થયાના કિસ્સા વધ્યા છે. આ સ્થિતિને જોતા રાજકોટ સિવિલ હોસ્પિટલે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાત્રિ દરમિયાન હાર્ટ અટેકની સારવાર મળે રહે માટે ખાસ રાત્રિનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.; જ્યાં આખી રાત વોર્ડમાં ડોક્ટરની ટીમ રહેશે. ઉલ્લેખનિય છે કે, ગણેશ વિસર્જન સમયે પણ ગરબા રમતા રમતા હાર્ટ અટેક આવી જતાં યુવકનું મોત થયું હતું.રાજકોટમાં જે ક્રિકેટ રમતા રમતા હાર્ટ અટેક આવતામોત થયાને કિસ્સા બની ચૂક્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગરબામાં પણ હાર્ટ અટેકની શક્યતાને અને ચિંતાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલે આ સેવા શરૂ કરી છે. જેથી સત્વરે મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહે અને દર્દીનો જીવ બચાવી શકાય .આ પણ વાંચો: પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં જીત્યો બ્રોન્ઝ, ભારતને આજે ચોથો અને કુલ 73મો મેડલ મળ્યો રાજસ્થાન બસ દુર્ઘટનામાં વધુ એક ભાવનગરના મહિલા યાત્રિકનું મોત, કુલ મૃત્યુઆંક 16 થયોશિક્ષકની શરમજનક હરકત, આત્મહત્યાની ધમકી આપી વિદ્યાર્થિનીને શારીરિક અડપલાં કર્યા, ને પછી..અમદાવાદમાં અહીંથી ઘી ખરીદતા હોય તો ચેતી જજો, અંબાજી પ્રસાદમાં ભેળસેળવાળુ ઘી વેચવાનો છે આરોપ
Home
/
gujaratinews rajkot
/
હાર્ટ અટેકના વધતા જતાં કેસને લઇને રાજકોટમાં નવરાત્રી દરમિયાન કરાશે આ ખાસ વ્યવસ્થા
હાર્ટ અટેકના વધતા જતાં કેસને લઇને રાજકોટમાં નવરાત્રી દરમિયાન કરાશે આ ખાસ વ્યવસ્થા
હાર્ટ અટેકના વધતા જતાં કેસને લઇને રાજકોટમાં નવરાત્રી દરમિયાન કરાશે આ ખાસ વ્યવસ્થા
Reviewed by sadhuvandna
on
October 04, 2023
Rating: 5
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments