રાજકોટના ગાંધીગ્રામમાં માલધારીઓ અને ઢોર પકડવા આવેલી ટીમ વચ્ચે બબાલ થઇ હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા રોડ પર ઢોર પકડવા આવેલી ટીમ અને માલધારીઓ વચ્ચે બબાલ થઇ હતી. ઢોર પકડવા આવેલી ટીમ અને એસઆરપીના જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે અધિકારીઓ અને માલધારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.આ મામલે માલધારીઓએ કહ્યુ હતું કે ઘર પાસેથી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસે હુમલાખોર એક વ્યક્તિની અટકાયત કરી હતી. માલધારીઓએ કહ્યું અમારા ઘર પાસે ગાય દોહતા હતા ત્યારે ગાયને પકડવામાં આવી હતી.ઢોર પકડવાની કામગીરી દરમિયાન મહિલાઓ અને મહિલા સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ભારે ઝપાઝપી થયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. માલધારીઓએ ઢોર પકડવા આવેલી ટીમના કર્મચારીઓના કપડા પણ ફાડી નાખ્યા હતા. એનિમલ ન્યુસન્સ કંટ્રોલ અધિકારીઓ દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દંડ વધારાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. પશુ પકડાય તો તેનો દંડ ડબલ કે ત્રણ ગણો કરવાની દરખાસ્ત હતી.તાજેતરમાં જ સુરત શહેરમાં ફરી મહાનગર પાલિકાના અધિકારી અને રખડતા ઢોરના માલિકની મિલ ભગત સામે આવી છે. રખડતા ઢોર ની ફરિયાદ કરનાર ફરિયાદીની માહિતી ગુપ્ત રાખવાને બદલે ઢોર માલિકને આપી દેતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ઢોર માલિકે રખડતા ઢોરની ફરિયાદ કરનાર ફરિયાદીને જાહેરમાં જ માર મારવામાં આવ્યો છે. મારનો ભોગ બનનાર ઈસમે SMC ના અધિકારી અને માર મારનાર ઢોર માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.બિસ્માર રસ્તા, રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યાના વિવાદ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાઇકોર્ટમાં સોગંદનામુ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે 23 પાનાનું સોગંદનામુ દાખલ કર્યું હતું. રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે લેવાયેલા પગલાંઓ બાબતે સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે. ઢોર નિયંત્રણ નીતિ લાગુ પડ્યા બાદની અમલવારીની કામગીરીનો પણ ઉલ્લેખ કરાયો છે. કોર્પોરેશને બહાર પાડેલા વિવિધ સર્ક્યુલર અને ઓફિસ ઓર્ડર કોર્ટના રેકોર્ડ પર મુકાયા હતા.

No comments