DMCA compliant image આશાપારેખ - sadhuvandna

Header Ads

Breaking News

આશાપારેખ

 હિન્દી સિનેમા ની મશહૂર નાયિકા અનેકો અનેક ફિલ્મ ફેર એવોર્ડ વિજેતા આશાપારેખજ નાં જન્મદિવસ પર એમના વિશે થોડો પરિચય



નામ


આશા પારેખ


જન્મ


૨ ઓક્ટોબર ૧૯૪૨; મહુવા – જિ. ભાવનગર


કુટુંબ


પિતા – પ્રાણલાલ પારેખ

માતા – સુધા પારેખ (કોસ્ચ્યુમ ડિઝાઇનર)

Asha_Parekhતેમના વિશે થોડું

મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારમાં હિન્દુ પિતા અને મુસ્લીમ માતાને કુખે જન્મ

એકમાત્ર સંતાન હોવાને કારણે લાડકોડમાં ઉછેર

માતાના આગ્રહને કારણે અત્યંત નાની ઉંમરે શાસ્ત્રીય નૃત્યની તાલીલ લીધી. અનેક નૃત્ય કાર્યક્રમો આપવાનો પ્રારંભ કર્યો.

આવા એક કાર્યક્રમમાં જાણીતા નિર્માતા બિમલ રોયની નજર પડી. ‘બાપ બેટી’ ફિલ્મ દ્વારા ફક્ત દસ વર્ષની ઉંમરે સીનેપ્રવેશ.

સોળ વર્ષની ઉંમરે નિર્માતા વિજય ભટ્ટ દ્વારા તેઓ ‘સ્ટાર મટીરીયલ’ ન હોવાને કારણે ફિલ્મ ‘ગૂંજ ઊઠી શહનાઇ’ ફિલ્મમાંથી કાઢી મુકાયા.

એસ. મુખરજીની ફિલ્મ ‘દિલ દેકે દેખોજી’ ફિલ્મ દ્બારા અભિનેત્રી તરીકે પ્રવેશ કર્યો. ફિલ્મને સારી સફળતા મળી.

અભિનેતા શમ્મી કપૂર સાથે અનેક સફળ ફિલ્મો આપી. નોંધપાત્ર ફિલ્મો છે; તિસરી મંઝીલ, જવાન મહોબત્ત વગેરે

સને ૧૯૬૬માં આવેલ ‘દો બદન’ ફિમથી પોતાની અભિનય ક્ષમતા પૂરવાર કરી.

૨૧ વર્ષ સુધી ફિલ્મનિર્માણના ક્ષેત્રે કામ કર્યું.

૧૯૯૦થી ટેલીવિઝન ધારાવાહિકના નિર્માણક્ષેત્રે ઝંપલાવ્યું. ‘આકૃતિ’ ફિલ્મ નિર્માણ કંપનીના નામ હેઠળ ‘કોરા કાગઝ’, પલાશ-એક ફૂલ’, ‘દાલ મે કાલા’ વગેરે નામની સફળ ટીવી ધારાવાહિકનું નિર્માણ કર્યું.

ગુજરાતી ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’માં કાર્ય કર્યું. ફિલ્મને અભૂતપૂર્વ સફળતા મળી.

સિદ્ધિ/સન્માન

‘ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડ’ના પ્રથમ સ્ત્રીઅધ્યક્ષા (૧૯૯૮ થી ૨૦૦૧)

‘સિને કલાકાર સંઘ’ના પ્રમુખ (૧૯૯૪-૨૦૦૦)

તેમના માનવ સેવાના કાર્યો પ્રત્યે આભાર દર્શાવવા મુંબઇની એક હોસ્પીટલનું ‘આશા પારેખ હોસ્પીટલ’ નામાભિધાન કરવામાં આવ્યું.

‘સિને કલાકાર કલ્યાણ સંઘ’ના ખજાનચી

૭મો આંતરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ અકાદમી પુરસ્કાર (૨૦૦૭)

લાઇફ ટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર – ૯મો બોલીવુડ એવોર્ડ્સ (અમેરિકા)

લાઇફ ટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર – ૫મો વાર્ષિક આંતરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવ (પુણે)

કટી પતંગ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર

પદ્મશ્રી પુરસ્કાર (૧૯૯૨)

કલાકાર પુરસ્કાર

સપ્તતરંગ કે સપ્તર્ષી પુરસ્કાર

ભારતીય ઉદ્યોગ ફેડરેશન દ્વારા જીવંત દંતકથા પુરસ્કાર

સહ્યાદ્રી નવરત્ન પુરસ્કાર

પ્રકૃતિ રત્ન પુરસ્કાર

પ્રદાન

હિન્દી ફિલ્મો – દિલ દેકે દેખો, હમ દિન્દુસ્તાની, ઘુંઘટ, જબ પ્યાર કિસીસે હોતા હૈ, તિસરી મંઝીલ, ઝીદ્દી, દો બદન, ઉપકાર, ચિરાગ, નાદાન, ઉધાર કા સિંદૂર, મેં તુલસી તેરે આંગન કી, વગેરે

ગુજરાતી ફિલ્મ – અખંડ સૌભાગ્યવતી

હિન્દી ધારાવાહિક – કોરા કાગઝ, દાલ મેં કાલા, બાજે પાયલ, પલાશ – એક ફૂલ

ગુજરાતી ધારાવાહિક – અખંડ સૌભાગ્યવતી, જ્યોતિ

No comments